પ્રાથમિક તપાસમાં વાલ્વ લીકેજ હોવાનું આવ્યું સામે : FSLની ટીમે ઘટના સ્થળ પર પહોંચી હાથ ધરી તપાસ
રાજકોટ, તા.29
ગુજરાતના ભરૂચમાં એક મોટી દુર્ઘટના સામે આવી છે. ભરૂચના દહેજમાં ગુજરાત ફ્લોરોકેમિકલ્સ લિમિટેડ (GFL)માં ગેસ લીક થવાથી ચાર કામદારોના મોત નીપજ્યા હતા, જેના કારણે ગભરાટ ફેલાયો હતો. ભરૂચમાં જીએફએલ કંપનીના સીએમએસ પ્લાન્ટમાં ગેસ લીકેજ વાલ્વ લીકેજના કારણે થયો હતો, જેમાં ઝેરી ગેસ નીકળ્યો હતો. અસરગ્રસ્ત કામદારોને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મૃત્યુ થયું હતું.
માહિતી મળતા જ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે અને પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. કંપનીની વેબસાઇટ અનુસાર, તે ફ્લોરોપોલિમર્સ, ફ્લોરો સ્પેશિયાલિટી, રેફ્રિજન્ટ્સ અને કેમિકલ્સના ક્ષેત્રમાં કામ કરે છે. પોલીસ અધિકારીએ કહ્યું, ’આ ઘટના રાત્રે 10 વાગ્યાની આસપાસ બની હતી. કંપનીના ઈખજ પ્લાન્ટના ગ્રાઉન્ડ ફ્લોર પરથી પસાર થતી પાઇપમાંથી ગેસ લીકેજ થતાં ચાર કર્મચારીઓ બેભાન થઇ ગયા હતા. તેમને ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ચારેયના મોત થયા હતા. અધિકારીએ જણાવ્યું કે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે અને ઘટનાની તપાસ ચાલુ છે.
સમગ્ર ઘટનામાં અન્ય કામદારોને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે,મોડી રાત્રે આ ઘટના બની હતી જેમાં કંપનીનો સ્ટાફ દોડતો થયો હતો.મહત્વનું છે કે હાલમાં પોલીસ અને રતહની ટીમ ઘટના સ્થળે પહોંચીને કામગીરી કરી છે,ત્યારે આ ઘટનામાં પોલીસ અન્ય કોઈ કંપનીના મેનેજર કે કંપનીના માલિક સામે ફરિયાદ નોંધે છે કે નહી તે જોવાનું રહ્યું,ભરૂચની ઘણી કંપનીઓમાં અનેક વાર ગેસ લીકેજની ઘટના બની છે પરંતુ કંપનીઓ અને જીપીસીબી પણ આ બાબતે કોઈ ધ્યાન આપતી નથી. ભરૂચના જીએફએલ કંપનીના સીએમએસ પ્લાન્ટમાં ગેસ ગળતરની ઘટના બની હતી, જેમાં ચાર કામદારોના મોત થયા છે. મળતી માહિતી મુજબ, વાલ્વ લીકેજ થતા ઘાતક ગેસ લીક થયું હતું. જ્યારબાદ કામદારોને તાત્કાલિક ધોરણેસારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં સારવાર દરમિયાન તેમના મોત નિપજ્યા હતાં.હાલમાં કંપની તરફથી મૃતકોના પરિવારજનોને કોઈ સહાયની જાણ કરવામાં આવી નથી,પોલીસે ગુનો નોંધીને વધુ કાર્યવાહી કરી છે.
