આવતા બે દિવસની અંદર ફરી વખત ટીપી વિભાગના અધિકારીઓ પ્લોટ સંભાળવા હાથ ધરશે કાર્યવાહી : ગત સાતથી આઠ માસની અંદર 100 થી વધુ ઝૂંપડા ખડકાયા
રાજકોટ, તા. 30
છેલ્લા ઘણા સમયથી રાજ્ય સરકારના અને મહેસુલ વિભાગના આદેશ બાદ કલેકટર વિભાગ અને મહાનગરપાલિકા સંયુક્ત રીતે સરકારી જમીન પર ગેર કહી દે ઊભા થયેલા દવાઓને દૂર કરવા માટે હાલ ડિમોલિશનની કામગીરી ચલાવવામાં આવી રહી છે ત્યારે આ અંગે એક નહીં અનેકવિધ વિવાદો પણ ઉઠી રહ્યા છે જેમાં ગઈકાલે વોર્ડ નંબર ચાર મોરબી રોડ પર સરકારી જમીન અને મહાનગરપાલિકાના અનામત પ્લોટ પર છેલ્લા વર્ષોથી કાચા પાકા ઝુંપડાઓનું દબાણ હટાવવા મહાનગરપાલિકાની ટીમ સતત કાર્ય કરી રહી છે ત્યારે ફરી એક વખત ગઈકાલે અધિકારીઓ આપ લોટને ફેન્સીંગ કરવા પહોંચ્યા હતા પરંતુ ત્યાં રહેતા લોકો દ્વારા માથાકૂટ કરવામાં આવી હતી અને ફેન્સીંગનું કામ ફરી એક વખત મુલતવી રાખવામાં આવ્યું હોવાનું હાલ તજજ્ઞ જણાવી રહ્યા છે.
બીજી તરફ મોરબી રોડ પર જે પરિવારો વસવાટ કરે છે મહાનગરપાલિકાના પ્લોટ માં તે તમામ પરિવારો કલેકટર કચેરી ખાતે પણ રજૂઆત કરવા પહોંચ્યા હતા ત્યારે સૂત્રોના જણાવ્યા અનુસાર આગામી બે થી ત્રણ દિવસની અંદર ફરી વખત જે દબાણ થયેલા છે તે પ્લોટ નો કબજો લેવા માટે જણાવવામાં આવ્યું છે કારણ કે મહાનગરપાલિકા ની આ સરકારી જમીન કરોડોની કિંમતની છે અને આ પ્લોટ અનામત હેતુનો પ્લોટ રહેલો છે. પરંતુ મહત્વની વાત તો એ છે કે સાત-આઠ વર્ષ થઈ ગયા અને જે રીતે દબાણો થવા લાગ્યા ત્યારે મહાનગરપાલિકા તંત્ર કેમ ન જાગ્યું જો પહેલા જ આ અંગે નકર કામગીરી કરવામાં આવી હોત તો આજે આ વિકટ પરિસ્થિતિ ઉભી ન થાત.
ગત સપ્તાહ માં મહાનગરપાલિકા ની ટીપી શાખા દ્વારા અનેક જગ્યાઓ પર ડિમોલિશન કરવામાં આવ્યું હતું અને તે સમયે જ પરિવારો કામગીરીને અટકાવવા આડે આવી ગયા હતા ત્યારે ફરી એક વખત ગઈકાલે અધિકારીઓ સ્થળ પર ગયા પરંતુ તે સમય પણ ટોળા એકઠા થઈ જતા ઝૂંપડા હટાવવાનું કામ મુલતવી રહી ગયેલું છે. ઇસ્ટ ઝોનના ઇન્ચાર્જ સીટી ઇજનેર શ્રીવાસ્તવ દ્વારા માહિતી મળી છે કે તેમની ટીમ ગઈકાલે અનામત હેતુના પ્લોટ માટે ફરતે ફેન્સીંગ કરવા પહોંચ્યા હતા પરંતુ લોકોનો વિરોધ વ્યાપક પ્રમાણમાં હોવાના કારણે ગઈકાલે તે કામ શક્ય બન્યું નથી પરંતુ આવગામી બે દિવસ બાદ ફરી પ્લોટનો કબજો લેવા કામગીરી કરવામાં આવશે.
મહાનગરપાલિકાના સંબંધિત વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર આ વિસ્તાર ઝડપથી વિકાસ પામી રહ્યો છે ત્યારે જુના જકાતનાકાથી વેલનાથ પરા તરફના બ્રિજના રસ્તે અને એક જગ્યા ઉપર દબાણો જોવા મળે છે જેને હટાવવા ટૂંક સમયમાં જ મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્ર કાર્ય કરશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી.
વર્ષો વીતી જાય છતાં
તંત્ર કેમ કામ ન કરે તેને લઈ અનેક પ્રશ્નો
રાજ્ય સરકાર તરફથી જે આદેશો પ્રસિદ્ધ થયા અને જિલ્લા કલેકટર ની સાથો સાથ તારીખ પ્રશાસનને સરકારી જમીન પર ખડકાયેલા ગેરકાયદે દબાણો દૂર કરવા માટે તાકીદ કરી તે બાદ જે ચોકાવનારી વિગતો સામે આવી છે તેને ધ્યાને લઈ એ વાત તો સ્પષ્ટ થઈ ચૂકી છે કે રાજકોટ સહિત રાજ્યના અનેકવિધ શહેરોમાં ગેરકાયદે દબાણોનો ખડકલો થયો છે ત્યારે આ તંત્રને ખ્યાલ હોય છતાં પણ તેમના દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી પરિણામ સ્વરૂપે ખૂબ વધુ સમય માટે આ દબાણોમાં વૃદ્ધિ થતી હોય છે હાલ જે પરિસ્થિતિ રાજકોટના વોર્ડ નંબર ચારમાં ઊભી થઈ છે તેને લઈને તજજ્ઞોનું માનવું છે કે જો આ અંગે મહાનગરપાલિકા દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા હોત તો આજે આ દિવસ જુઓ ન પડત પરંતુ ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા જે નક્કર કામગીરી થવી જોઈએ તે થતી નથી ઊલટું લોકોને હેરાન વધુ થવું પડે છે.
