પ્રોહિબિશન કે નાર્કોટીક્સ સહિતની વાંધાજનક ચીજવસ્તુ મળીઆવે તો કડક કાર્યવાહી કરવા રાજ્યના પોલીસ વડાનો આદેશ

મંજુરી વગર થર્ટી ફર્સ્ટ નાઈટની ઉજવણી
કરનાર સંચાલકો સામે થશે પોલીસ કાર્યવાહી

રાજકોટ, તા. 31
31મી ડિસેમ્બરની ઉજવણીના ભાગરૂપે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી રાજ્યના તમામ પોલીસ કમિશનર અને જિલ્લા પોલીસ વડા સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. જેમાં પોતાના જિલ્લામાં જાહેર માર્ગો તેમજ એન્ટ્રી-એક્ઝીટ પોઇન્ટ પર બ્રીથ એનેલાઇઝર સાથે સઘન ચેકીંગ કરવા ઉપરાંત તમામ ડીજે નાઇટ ઇવેન્ટ સંચાલકો સાથે બેઠક યોજી જરૂરી તકેદારી રાખવા અંગે સમજ આપવા સૂચના આપવામાં આવી હતી. તે ઉપરાંત પોલીસની પરવાનગી વિના થર્ટી ફર્સ્ટમાં ડી.જે નાઈટની ઉજવણી કરતા સંચાલકો સામે કડક કાર્યવાહી કરવા ઉપરાંત કોઈપણ પ્રકારની પ્રોહિબિશન કે નાર્કોટીક્સ અંગેની ચીજવસ્તુ મળી આવે તો કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી.
રાજ્યના પોલીસ વડાની સૂચના અનુસંધાને રાજ્યના તમામ શહેર/જિલ્લાઓમાં હોટેલ/ગેસ્ટ હાઉસ/ફાર્મ હાઉસ/પાર્ટી પ્લોટના માલિકો સાથે શહેર/જિલ્લાના પોલીસ અમલદારોએ બેઠક કરી છે. જેમાં કડક સૂચનાઓ આપવામાં આવી છે કે, પોતાની ઇવેન્ટ પ્લેસ ઉપર કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃતિ કરવામાં આવશે કે ચેકીંગ દરમિયાન કોઈપણ પ્રકારની પ્રોહિબિશન તથા નાર્કોટીક્સ અંગેની ચીજવસ્તુ મળી આવશે તો સંચાલક સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ પરવાનગી વિના કોઈ પણ સંચાલક ન્યુ યર અનુસંધાને મ્યુજીકલ નાઈટ અથવા ઈવેન્ટ/પરફોર્મન્સનું આયોજન કરી શકશે નહિ. સલામતીના કારણોસર સંચાલકો પાસેથી એ માહિતી પણ લેવામાં આવી છે કે, કાર્યક્રમમાં અંદાજીત કેટલા વ્યક્તિઓ એકત્ર થઇ શકે એમ છે. તમામ પોલીસ કમિશનર તથા પોલીસ અધીક્ષક કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઈ રહે તે માટે પ્રોહીબીશન તથા નાર્કોટીક્સ અંગે કડક ચેકિંગ તથા ટ્રાફીકની વ્યવસ્થા સુવ્યવસ્થિત રહે તે માટે એક્શન પ્લાન બનાવી દીધા છે.

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
12:18 pm, Jun 5, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm

Join our Whatsapp Group

Stay connected and engaged with our community by joining our WhatsApp group. Get the latest updates, connect with like-minded individuals, and be part of our vibrant discussions.

ગુજરાતનું પ્રથમ ડિજિટલ માધ્યમ, ‘રાજકોટ મિરર‘, જે તમને તમારી માતૃભાષામાં ન્યૂઝ અને મહત્વના મુદ્દાઓ પરના વિચારો પહોંચાડે છે. અહીં માત્ર સમાચાર નહીં, પરંતુ ગુજરાતના અનિવાર્ય પ્રશ્નો પર સ્પષ્ટ અભિપ્રાયો પ્રસ્તુત કરવામાં આવે છે. સત્તાના નિદ્રાધિન વલણોને સામસામે લાવે છે અને વિપક્ષની નકારાત્મકતાનો પડકાર આપે છે.

© RajkotMirror News All rights Reserved. Created by DreamCode Infotech