આવકવેરાના DGIT (INV.) પિયુષ જૈન રાજકોટમાં : નવા જૂનીના એંધાણ

પૂર્વ આયોજન વગર ગઈકાલે યોજાઈ હાઈ લેવલ મીટીંગ : ટાર્ગેટ પૂર્ણ કરવા અધિકારીઓ સાથે વાતચીત

રાજકોટ, તા. 3
છેલ્લા ઘણા મહિનાઓથી સેન્ટ્રલ એજન્સી દ્વારા દેશભરમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે અને કરચોરી કરતા લોકોને કઈ રીતે ઝેર કરવા તે માટેનો તખતો પણ ગોઠવી દેવામાં આવ્યો છે હાલની સ્થિતિને ધ્યાને લઈ એ વાત સ્પષ્ટ થઈ ચૂકી છે કે આગામી બે મહિનામાં નાણાકીય વર્ષ પૂરું થશે ત્યારે જે બાકી રહેતા ટાર્ગેટ છે અથવા તો કામ છે તેને પૂર્ણ કરવા માટે હવે ગણતરીના દિવસોમાં સેન્ટ્રલ એજન્સી દ્વારા તવાઈ બોલાવવામાં આવશે. આ વાતની ગંભીરતાને ધ્યાને લઈ હાલ ગુજરાત રાજ્યમાં જીએસટી વિભાગની સાથોસાથ આવકવેરા વિભાગે પણ પોતાની કમર કસી લીધી છે અને હાલ આ અંગે બેઠકોનો દોર પણ શરૂૂ કરી દેવામાં આવ્યો છે.
રાજ્યના ડીજીઆઇટી ઇન્વેસ્ટિગેશન પિયુષ જૈન ગઈકાલે રાજકોટની મુલાકાતે આવ્યા હતા આ અંગે કોઈ પણ પૂર્વ તૈયારી કરવામાં આવી ન હતી ત્યારે રાજકોટ આવકવેરા વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર ક્યાંકને ક્યાંક શહેરમાં નવાજૂની ના એંધાણ લાગી રહ્યા છે કારણ કે સમગ્ર રાજ્યના ઇન્વેસ્ટિગેશનના વડા જ્યારે રાજકોટમાં આવતા હોય તો તે મુલાકાત ને સહજ ન માની શકાય તેટલું જ નહીં ગઈકાલે યોજાયેલી આ બેઠક આશરે ત્રણ કલાક ચાલી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. ઓરબીટ ગ્રુપ અને લાડાણી ગ્રુપ પર જે રીતે રાજકોટ આવકવેરા વિભાગને સફળતા મળી હતી તે બાદ એક પણ ઓપરેશન રાજકોટ વિંગ દ્વારા પૂરું પાડવામાં આવ્યું નથી ત્યારે એ વાતે પણ જોર પકડ્યું હતું કે ડિસેમ્બરના અંતમાં કે ડિસેમ્બર મધ્યમાં રાજકોટ ખાતે ઇન્કમટેક્સ વિભાગનું કોઈ એક્શન જોવા મળે પરંતુ કોઈ પણ કારણોસર રાજકોટ દ્વારા કામગીરી કરવામાં આવી નથી જેને લઈને અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.
હાલ જે વાતચીત અને જે માહિતી સૂત્રો દ્વારા મળી રહી છે તે મુજબ આગામી દિવસોમાં હાલ જે બેઠક યોજવામાં આવી તેમાં સંબંધિત વિભાગની સાતો સાત સંબંધિત ક્ષેત્રના કોઈ અગ્રણી હોય કે જેમના દ્વારા કરચોરી ખૂબ વ્યાપક પ્રમાણમાં કરવામાં આવી હોય તેના ઇનપુટ અંગે માહિતી ની આપ-લે કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. સાથોસાથ હવે કયા પ્રકારના એક્શન અને ક્યારે સર ચોપરેશન હાથ ધરવામાં આવે તે અંગે પણ હાલ વાતચીત કરી હોવાનું માલુમ પડી રહ્યું છે. રાજકોટ આવકવેરા વિભાગને જે ટાર્ગેટ આપવામાં આવ્યો છે તેને પરિપૂર્ણ કરવા માટે સરચ ઓપરેશન હવે એકમાત્ર વિકલ્પ બાકી રહ્યો છે ત્યારે આ અંગે છેલ્લા ઘણા સમયથી આવકવેરા વિભાગના અધિકારીઓ દ્વારા આ કામગીરી શરૂૂ કરી દેવામાં આવી હતી જેમાં એ તમામ ઉદ્યોગકારો કે જેમના દ્વારા કરચોરી કરવામાં આવેલી હોય તે અંગેનું નેટવર્ક વધુ મજબૂત બનાવવામાં આવ્યું અને તમામ ડેટા એકત્રિત કરવામાં આવ્યા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. હાલ રાજકોટ ઓપરેશન તેના ઉપર પાર પાડવામાં આવશે તેનો હજુ સુધી કોઈ અંદાજો આવ્યો નથી કારણ કે છેલ્લા બે થી ત્રણ સર્ચ ઓપરેશની વાત કરવામાં આવે જ્વેલર્સ અને બિલ્ડર ગ્રુપ ઉપર જ દરોડા પાડવામાં આવ્યા છે ત્યારે નવા વર્ષમાં કોને આવકવેરા વિભાગ ટાર્ગેટ કરશે તે હવે જોવાનું રહ્યું પરંતુ વિભાગ દ્વારા ખાસું એવું હોમવર્ક કરી લેવામાં આવ્યું હોવાનું હાલ માનવામાં આવી રહ્યું છે.

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
9:39 am, Jun 5, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm

Join our Whatsapp Group

Stay connected and engaged with our community by joining our WhatsApp group. Get the latest updates, connect with like-minded individuals, and be part of our vibrant discussions.

ગુજરાતનું પ્રથમ ડિજિટલ માધ્યમ, ‘રાજકોટ મિરર‘, જે તમને તમારી માતૃભાષામાં ન્યૂઝ અને મહત્વના મુદ્દાઓ પરના વિચારો પહોંચાડે છે. અહીં માત્ર સમાચાર નહીં, પરંતુ ગુજરાતના અનિવાર્ય પ્રશ્નો પર સ્પષ્ટ અભિપ્રાયો પ્રસ્તુત કરવામાં આવે છે. સત્તાના નિદ્રાધિન વલણોને સામસામે લાવે છે અને વિપક્ષની નકારાત્મકતાનો પડકાર આપે છે.

© RajkotMirror News All rights Reserved. Created by DreamCode Infotech