બાંદીપોરા-શ્રીનગર રોડ પર એસ.કે.પાયેન પાસે વાહન લપસતા દુર્ઘટના ઘટી
રાજકોટ, તા. 4
ઉત્તર કાશ્મીરના બાંદીપોરા જિલ્લાના એસકે પેઈન વિસ્તારમાં શનિવારે સેનાનું એક વાહન ઊંડી ખીણમાં પડતાં બે સૈનિકો માર્યા ગયા અને અન્ય ત્રણ ગંભીર રીતે ઘાયલ થયા. બાંદીપોરા-શ્રીનગર રોડ પર એસ.કે.પાયેન પાસે વાહન લપસીને ઊંડી ખીણમાં પડી ગયું હતું, એમ એક અધિકારીએ જણાવ્યું હતું. અધિકારીએ જણાવ્યું કે આ ઘટનામાં પાંચ સૈનિકો ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેમને તાત્કાલિક જિલ્લા હોસ્પિટલ બાંદીપોરામાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં બેને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.વધુમાં જાણવામાં મળ્યું કે ગંભીર રીતે ઘાયલ ત્રણ સૈનિકોને આધુનિક સારવાર માટે શ્રીનગર ખસેડવામાં આવી રહ્યા છે. બાંદીપોરાની જિલ્લા હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડો. મસરત ઇકબાલ વાનીએ જણાવ્યું હતું કે, અહીં પાંચ ઘાયલોને લાવવામાં આવ્યા હતા, જેમાંથી 2 મૃતકોને લાવવામાં આવ્યા હતા, 3 ઘાયલોની હાલત ગંભીર હતી અને તેમને વધુ સારવાર માટે શ્રીનગર રિફર કરવામાં આવ્યા હતા.
