ISROએ અંતરિક્ષમાં ઉગાડ્યા બીજ પહેલા જ પ્રયત્ને જ મળી સફળતા

નવી દિલ્હી, તા. 5
ઇંડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન-ઇસરોએ તેના નામ પર વધુ એક ઉપલબ્ધિ હાંસલ કરી છે. ઇસરોને અંતરીક્ષમાં બીજ ઉગાડવાના પ્રયોગમાં મોટી સફળતા મળી છે. ઇસરોએ જણાવ્યું છે કે ચાર દિવસમાં અવકાશયાન PSLV-C6 p POEM- 4 પ્લેટફોર્મ પર બીજ અંકુરિત થયા છે. ટૂંક સમયમાં પાંદડા નીકળવાની પણ અપેક્ષા છે.
ઈસરોના જણાવ્યા અનુસાર આ પરીક્ષણ માટે કોમ્પેક્ટ રિસર્ચ મોડ્યુલ ફોર ઓર્બિટલ પ્લાન્ટ સ્ટડીઝ (CROPS) હેઠળ કુલ આઠ બીજ અવકાશમાં મોકલવામાં આવ્યા હતા. આ પરીક્ષણ વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટરે કર્યું છે. ઉલેખનીય છે કે PSLV-C60 મિશનએ 30 ડિસેમ્બરે બે સ્પેસએક્સ ઉપગ્રહોને અવકાશમાં મૂક્યા હતા.
ઇસરો સ્પેસ ડોકીંગ એક્સપેરિમેન્ટ પર ચેઝર સેટેલાઇટનો સેલ્ફી વિડીયો ટ્વીટર પર શેર કર્યો છે. વૈજ્ઞાનિકોએ અવકાશમાં બીજને અંકુરિત કરવા માટેની સંપૂર્ણ વ્યવસ્થા કરી હતી. આ માટે કેમેરા ઇમેજિંગ, ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ, તાપમાન અને જમીનમાં ભેજનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. બધું સંતુલિત રાખવામાં આવ્યું હતું. વૈજ્ઞાનિકો ટેસ્ટ સંબંધિત ડેટાનું વિશ્ર્લેષણ કરી રહ્યા છે. ઈસરોએ કહ્યું, અવકાશમાં બીજ અંકુરિત કરવાનો હેતુ પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં છોડના વિકાસની પદ્ધતિઓ વિશે માહિતી મેળવવાનો છે. તેના પરિણામોનું લાંબા ગાળામાં વિશ્ર્લેષણ કરવામાં આવશે અને આગળની વ્યૂહરચના તૈયાર કરવામાં આવશે.

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
8:33 am, Jun 5, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm

Join our Whatsapp Group

Stay connected and engaged with our community by joining our WhatsApp group. Get the latest updates, connect with like-minded individuals, and be part of our vibrant discussions.

ગુજરાતનું પ્રથમ ડિજિટલ માધ્યમ, ‘રાજકોટ મિરર‘, જે તમને તમારી માતૃભાષામાં ન્યૂઝ અને મહત્વના મુદ્દાઓ પરના વિચારો પહોંચાડે છે. અહીં માત્ર સમાચાર નહીં, પરંતુ ગુજરાતના અનિવાર્ય પ્રશ્નો પર સ્પષ્ટ અભિપ્રાયો પ્રસ્તુત કરવામાં આવે છે. સત્તાના નિદ્રાધિન વલણોને સામસામે લાવે છે અને વિપક્ષની નકારાત્મકતાનો પડકાર આપે છે.

© RajkotMirror News All rights Reserved. Created by DreamCode Infotech