રંગલા રાજકોટને કચરાના દુષણનું “ગ્રહણ”

શહેરમાં કચરાની વિકટ સમસ્યા, છતાં તંત્ર કહે છે સબ- સલામત : હરિયાલીટી ચેક આવી હકીકત બહાર

રાજકોટ, તા. 7
સમગ્ર દેશમાં રાજકોટ સ્માર્ટ સિટી બનવા તરફ હરણફાળ ભરી રહ્યું છે ત્યારે મહત્વનું એ છે કે આ યાત્રામાં દરેક ક્ષેત્રે નક્કર પરિણામ આવે. જે વાતની ગંભીરતાને ધ્યાને લઈ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ જરૂૂરી પગલાઓ લેવામાં આવી રહ્યા છે. દરેક ક્ષેત્રમાં જે જગ્યાએથી શહેરને તકલીફ અથવા સમસ્યા નો સામનો કરવો પડે તે તમામ જગ્યાઓ પર હાલ યોગ્ય વ્યવસ્થા ઉભી કરવા માટે મહાનગરપાલિકા સખત મહેનત કરી રહ્યું છે. પરંતુ રાજકોટ માટે સૌથી મોટો પ્રશ્ન જે ઊભો થયો છે તે એ છે કે હજુ સુધી કચરાનો નિકાલ જે યોગ્ય રીતે થવો જોઈએ તે થઈ શક્યો નથી તો બીજી તરફ મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના અધિકારીઓ સબ સલામતના બણગા ફૂંકી રહ્યા છે. અધિકારીઓ અને ફિલ્ડ ઓફિસરો સહેજ પણ તસ્દી લેતા નથી અને ખરી વાસ્તવિકતા શું છે તે અંગે કોઈ અભ્યાસ કરતા ન હોવાનું માલુમ પડ્યું છે. રાજકોટ મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ ના અધિકારીઓ અને કર્મચારીઓ માત્ર એક જ રટણ કરી રહ્યા છે કે શહેરમાં એક પણ પ્રકારે કચરાનો ગંજ જોવા મળતો નથી અને મહાનગરપાલિકા દ્વારા ઉભી કરવામાં આવેલી વ્યવસ્થા ના ભાગરૂૂપે હાલ કચરોનું દુષણ ભૂતકાળ બની ગયું છે. પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ છે. શહેરના મુખ્ય માર્ગો પર આજે કચરાના ઢગલાઓ જોવા મળે છે એટલું જ નહીં સ્થાનિક પ્રશાસન ને જાણે આંખે પાટા બાંધ્યા હોય તેવું ચિત્ર સામે આવ્યું છે. સ્થાનિક લોકોને રહેવાસીઓ દ્વારા એકવાર નહીં અનેક વખત ફરિયાદો અને રજૂઆતો કરવામાં આવી પરંતુ કોઈ પણ કર્મચારી અથવા તો ફિલ્ડ ઓફિસર તે ફરિયાદને ગંભીરતાથી લેતા ન હોવાનું માલુમ પડ્યું છે અને પરિણામ સ્વરૂૂપે શહેરના અનેક મુખ્ય માર્ગો હોય કે સોસાયટી એરિયા હોય તેમાં કચરાના ઢગલા જોવા મળે છે અને તેનાથી આજુબાજુમાં રહેતા લોકો પણ હેરાન પરેશાન થઈ ગયા છે.
આ અંગે જ્યારે સોલિડોર મેનેજમેન્ટ વિભાગના વડાને પૂછવામાં આવ્યું તો તેઓએ સબ સલામત હોવાનું જણાવ્યું અને કહ્યું કે રાજકોટમાં તેમના વિભાગ દ્વારા જે કામગીરી કરવામાં આવી રહી છે તે અકલ્પનીય છે અને તેમની પાસે એક પણ ફરિયાદો છે નહીં પરંતુ આ અંગે જ્યારે રાજકોટ મિરર દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું તો ચિત્ર કંઈક અલગ જ સામે આવ્યું છે. તેમાં વિવિધ સોસાયટીના રહેવાસીઓ દ્વારા જાણવા મળ્યું છે કે તેમના વિસ્તારમાં છેલ્લા એક સપ્તાહથી અવિરત કચરાનો ઢગલો થઈ રહ્યો છે અને આ અંગે કચેરીને એકવાર નહીં અને એકવાર રજૂઆત કરવા છતાં હજુ સુધી કોઈ નક્કર પગલા લેવામાં આવ્યા નથી. ત્યારે એ વાત તો સ્પષ્ટ છે કે જો સબ સલામત હોવાનું વિભાગ કહેશે તો ખરા અર્થમાં રાજકોટનો વિકાસ રૂૂંધાશે નહીં કે વિકાસ કરશે. મહાનગરપાલિકાએ અને તેના સંબંધિત વિભાગોએ ખરા અર્થમાં વાસ્તવિકતા સ્વીકારવી પડશે કે તેમના દ્વારા જે કામગીરી થઈ રહી છે તેમાં ક્યાંક ને ક્યાંક ચૂકતો રહે છે અને પરિણામ સ્વરૂૂપે જ હાલ આ સમગ્ર સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે.

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
4:07 pm, Jun 15, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm

Join our Whatsapp Group

Stay connected and engaged with our community by joining our WhatsApp group. Get the latest updates, connect with like-minded individuals, and be part of our vibrant discussions.

ગુજરાતનું પ્રથમ ડિજિટલ માધ્યમ, ‘રાજકોટ મિરર‘, જે તમને તમારી માતૃભાષામાં ન્યૂઝ અને મહત્વના મુદ્દાઓ પરના વિચારો પહોંચાડે છે. અહીં માત્ર સમાચાર નહીં, પરંતુ ગુજરાતના અનિવાર્ય પ્રશ્નો પર સ્પષ્ટ અભિપ્રાયો પ્રસ્તુત કરવામાં આવે છે. સત્તાના નિદ્રાધિન વલણોને સામસામે લાવે છે અને વિપક્ષની નકારાત્મકતાનો પડકાર આપે છે.

© RajkotMirror News All rights Reserved. Created by DreamCode Infotech