ગુજરાત સરકાર આગામી બજેટમાં આ અંગે નિર્ણય લઈએ તેવી સંભાવના : ઉત્પાદન ક્ષેત્રની સાથોસાથ સર્વિસ ક્ષેત્રને વિકસિત કરવો સરકારનો લક્ષ્ય
રાજકોટ, તા..17
રાજ્ય સરકારની સાતસો સાત કેન્દ્ર સરકાર ઉદ્યોગોને વેગ મળે તે માટે અનેકવિધ યોજનાઓ બનાવી રહી છે અને તેની અમલવારી પણ કરવામાં આવી રહી છે ત્યારે સમગ્ર વિશ્વમાં ગુજરાત ઉત્પાદન અને ઉદ્યોગ ક્ષેત્રે એક અલગ નામના મેળવી છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા ઉત્પાદન ક્ષેત્રે ઉદ્યોગો હબ બને તે માટે હવે સર્વિસ સેક્ટરમાં સર્વિસ કમિશનરેટની રચના કરવા માટેનો એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સંબંધિત વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર રાજ્ય સરકાર આ વખતે ના અંદાજપત્રમાં સર્વિસ કમિશનરેટની રચના કરવા અંગેની જાહેરાત કરે તેવું હાલ માનવામાં આવી રહ્યું છે. ઉત્પાદન ક્ષેત્રે કમિશનરેટની કામગીરી અત્યંત મહત્વપૂર્ણ બની રહી છે જેના પગલે વિવિધ ક્ષેત્રમાં ઉત્પાદનને લઈ ગુજરાત તેમની પ્રથમ પસંદગી પણ માનવામાં આવે છે ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા નિકાસને વધુને વધુ મહત્વ મળે તે માટેનો ખાસ રોડ મેપ પણ તૈયાર કરવામાં આવ્યો છે ત્યારે સર્વિસ ક્ષેત્રે દેશમાં નિકાસની હરણફાળ ભરવામાં આવે તે માટે હાલ કર્ણાટક આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર તથા તામિલનાડુ જેવા રાજ્યો અવ્વલ ક્રમે છે.
ગુજરાત પાસે તમામ સહુલતો અને સગવડતા હોવા છતાં જે ગતિથી વિકાસ થવો જોઈએ તે થયો નથી કારણ કે એ તમામ રાજ્યોમાં સર્વિસ કમિશનરેટની રચના કરવામાં આવેલી છે ત્યારે હવે ગુજરાત પણ આ દિશામાં વિચાર કરી રહ્યું છે. જો આ વાત શક્ય બને તો ગુજરાતને ઘણો મોટો ઉદ્યોગ ક્ષેત્રે અને ઉત્પાદન ક્ષેત્રે ફાયદો થશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી.
બીજી તરફ દેશના જીડીપીમાં ગુજરાતના સર્વિસ સેક્ટરનો ફાળો 32% થી વધુ છે તેને વધારી 54% કરવામાં આવે તે માટે સરકાર દ્વારા હાલ દરેક સંભવત પ્રયત્નો પણ કરવામાં આવી રહ્યા છે.
આ માટે રાજ્ય સરકાર અને નાણા વિભાગ દ્વારા સર્વિસ કમિશનરેટ નું માચડો તૈયાર કરવા માટેનો હાલ પ્લાન તૈયાર કરી દીધો છે. મહત્વનું એ છે કે જો ગુજરાતમાં સર્વિસ કમિશનરેટની સ્થાપના થશે તો ઉત્પાદન ક્ષેત્રે ક્રાંતિ આવશે અને જે અન્ય પ્રશ્નો લોકો માટે ચિંતા નો વિષય બનતા તેમાં પણ ઘણાખરા અંશે ઘટાડો જોવા મળશે.
મળતી માહિતી મુજબ રાજ્ય સરકાર આ અંગેનો નિર્ણય લેવા માટે કોરોના કાર્ડથી જ વિચાર કરતી હતી કારણ કે સર્વિસ ક્ષેત્ર એ રોજગારી ઉત્સર્જન માટેનું એક મહત્વનું માધ્યમ બન્યું છે ત્યારે રાજ્યમાં સર્વિસ ક્ષેત્રને અત્યાર સુધી જે પ્રોત્સાહન મળવું જોઈએ તે મળ્યું નથી અને આ માટે ખાસ યોજનાઓ પણ બનાવવામાં આવી રહી છે.
ગુજરાત ઉત્પાદન કરવામાં આવેલ છે અને સમગ્ર વિશ્વની નજર પણ હવે ગુજરાત તરફ વળી છે સાથોસાથ એક ભરોસો પણ ગુજરાતે સ્થાપિત કર્યો છે ત્યારે આ તમામ પરિબળોને ધ્યાને લઈ સર્વિસ ક્ષેત્રમાં રોજગારીનું ઉત્સર્જન થાય તે માટે રાજ્ય નવા રેકોર્ડ બનાવવા માટે તમામ પ્રયત્નો કરી રહ્યું છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર અને ઔદ્યોગિક તજજ્ઞોના માનવા મુજબ હાલ આઈ ટી, પ્રવાસન, આરોગ્ય, શિક્ષણ જેવા સર્વિસ ક્ષેત્રોમાં ગુજરાત મહત્વનું યોગદાન આપી રહ્યું છે ત્યારે ગુજરાતમાં સર્વિસ ક્ષેત્રનો વધુ વિકાસ થાય તે હવે ખૂબ જરૂૂરી છે. રાજ્ય સરકાર પણ આ દિશામાં યોગ્ય કરવા માટે વિચાર કરી રહ્યું છે.
