ટાર્ગેટ પૂરો કરવા વિભાગના હવાતીયા રિકવરી બદલે બાકી લેણાની રકમમાં થઈ રહ્યો છે ઉતરોતર વધારો
રાજકોટ, તા. 17
રાજકોટ મહાનગરપાલિકા હાલ અનેક મુદ્દે ચર્ચાનું કેન્દ્ર સ્થાન બન્યું છે મહત્વનું એ છે કે મહાનગરપાલિકાના દરેક વિભાગ આ અંગે ગંભીરતાપૂર્વક વિચાર કરે અને યોગ્ય પગલાલીયે તે ખૂબ જરૂૂરી છે. અત્યાર સુધી વિભાગ અને મહાનગરપાલિકા એક વાતનું જ રટણ કરે છે કે તેમનો હેતુ એ છે કે રાજકોટના લોકોને મહત્તમ લાભ મળે અને મહત્તમ સુખ સુવિધા મળતી રહે પરંતુ આજ દિન સુધી હજુ એ બાબતે કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. ઊલટું આર્થિક નુકસાની નો સામનો મહાનગરપાલિકાએ કરવો પડે છે હાલ મહાનગરપાલિકા દ્વારા વેરા વસુલાત ઝુંબેશને તીવ્ર કરવામાં આવી છે પરંતુ લક્ષ્યાંક સુધી પહોંચવા માટે હજુ વિભાગ ઘણું દૂર છે આ મુદ્દે જ્યારે ચર્ચા વિચારણા કરવામાં આવી ત્યારે એ વાત સ્પષ્ટ થઈ છે કે વેરા વસુલાત વિભાગ દ્વારા જે સમયસર પગલાં લેવા જોઈએ તે લેવામાં આવ્યા નથી અને ઘણા ખરા અંશે જે સ્થિતિનું નિર્માણ થવું જોઈએ અને જે કડકાઈ દાખવી જોઈએ તે પણ દાખવવામાં આવી નથી. કામ સ્વરૂૂપે હાલ દરેક મિલકત ધારક કે જેનો વેરો બાકી છે તેવા લોકો આગળ આવતા નથી અને પોતાના ફેરો ભરતા નથી જેને લઈને જે બેક લોગ છે તેમાં પણ અનેક ગણો વધારો થયો છે.
800 થી વધુ એવી મિલકતો કે જેનો વેરો એક લાખથી વધુ
રાજકોટ શહેરમાં 800 થી વધુ એવી મિલકતો છે કે જેનો વેરો એક લાખથી વધુનો બાકી હોય ત્યારે આ અંગે હજુ સુધી કોઈ નક્કર પગલા લેવામાં આવ્યા ન હોવાનું વિભાગ્ય સૂત્રો જણાવી રહ્યા છે એટલું જ નહીં તેમના જણાવ્યા અનુસાર આવનારા દિવસોમાં જો આ અંગે કોઈ નક્કર કામગીરી કરવામાં નહીં આવે તો ઘણા ખરા અન્ય પ્રશ્નો પણ ઊભા થશે બીજી તરફ જે બાકી લેણા છે જેની રકમ ખૂબ મોટી છે તેની વસુલાત હવે મહાનગરપાલિકાએ સર્વપ્રથમ કરવી જોઈએ તો જ લક્ષ્યાંક સુધી પહોંચી શકાશે પરંતુ વેરાવસુલા વિભાગની કામગીરીને લઈને હાલ જે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે તે અકલ્પનીય છે અને સતત વિભાગની કામગીરી ઉપર પ્રશ્નનો મારો થઈ રહ્યો છે.
મહાનગરપાલિકાના વેરા વસુલાત વિભાગને કુલ 410 કરોડનો વેરો નો લક્ષ્યાંક આપવામાં આવ્યો છે જેને પૂર્ણ કરવા માટે હાલ વિભાગ દ્વારા હોવાથી આ મારવામાં આવી રહ્યા છે છતાં પણ જે આવક થવી જોઈએ તે થઈ શકતી નથી. આ વાતની ગંભીરતાને ધ્યાને લઈ શાસક પક્ષના નેતા દ્વારા પણ વેરા વસુલાત વિભાગને અનેક પ્રશ્નો પૂછવામાં આવ્યા છે પરંતુ મહત્વનું એ છે કે નબળી અને ઢીલી કામગીરીના કારણે આજ દિન સુધી જે આવકમાં વધારો થવો જોઈએ તેના બદલે વસુલાત નો આંકડો સતત વધી રહ્યો છે જેને લક્ષ્યાંન્મિત કરવા માટે વિભાગને એડી ચોટીનું જોર લગાવવું પડશે છતાં પણ તે કાર્ય પૂર્ણ થાય તેવી કોઈ સ્થિતિ અત્યારે જોવા મળતી નથી.
વેરાવળ સુલત વિભાગ ની જો વાત કરવામાં આવે તો જે કોઈ મિલકત ધારકને વેરો ભરવાનો બાકી છે તેની યાદી તૈયાર કરી લેવામાં આવી છે અને તેઓને બીલકમ ડિમાન્ડ નોટિસ ની બજવણી પણ કરી દેવાય છે. મહત્વનું એ છે કે 50000 થી વધુ રકમ તેની બાકી હોય તેવા 13,000 થી વધુ બાકી દારૂૂને આ નોટિસની રૂૂબરૂૂ બજવણી કરવામાં આવેલી છે એટલું જ નહીં રૂૂબરૂૂ નોટિસ આપવામાં આવેલી હોય અને છતાં વેરો ન ભર્યો હોય તેવા બાકીદારોને જપ્તી અંગેની નોટીસ આપવામાં આવી છે અને તે આંકડો 5761 એ પહોંચ્યો છે. બીજી તરફ જપ્તીની નોટિસ આપ્યા બાદ પણ બિલ ની ભરપાઈ કરવામાં આવી ન હોય તેવા ભાગીદારોની મિલકતને સીલ કરી દેવામાં આવી છે આ મિલકતો નો આંકડો 1450 એ છે જેમાં 868 મિલકતો માં વસૂલાત કરવામાં આવી જ્યારે 50082 મિલકતો ને સીલ કરાઈ છે. હાલ સંબંધ વિભાગના અધિકારીના જણાવ્યા અનુસાર જે મિલકતોને સીલ કરવામાં આવી છે તે મિલકતોની હરાજી કરવા માટે હવે વિભાગ આગામી દિવસોમાં પગલાં લેશે પરંતુ મહત્વનું અને જરૂૂરી તો એ છે કે જ્યારે લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો તે સમયથી જ જો વેરાવસલા દ્વારા કોઈ નક્કર પગલા લેવામાં આવ્યા હોત તો આજે આ પરિસ્થિતિનું નિર્માણ ન થાત. વેરા વસુલાત વિભાગની ઢીલીતીના કારણે હાલ ઘણા ખરા પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. બીજી તરફ 26 એવી સરકારી કચેરીઓ છે કે જેઓએ મહાનગરપાલિકાને તેમનો વેરો ચૂકવવાનો હોય છે ત્યારે વર્ષ 2024-25 ની ઉઘરાણીની વાત કરવામાં આવે તો આ આંકડો 90 કરોડ એ પહોંચી ગયો છે પરંતુ તજજ્ઞનું માનવું છે કે વેરા વસુલાત વિભાગ અને મહાનગરપાલિકા આ વિભાગ પાસેથી એવું એક પણ કાર્ય કરાવી શકી નથી અથવા તો રિકવરી ઝુંબેશમાં એવા કોઈ નક્કર પગલા લેવામાં આવ્યા નથી જેનાથી આ તમામ સરકારી વિભાગો દ્વારા વેરાની ભરપાઈ કરવામાં આવે. એક તરફ સામાન્ય મિલકત ધારક કે જેને 5000 કે 10,000 નો વેરો બાકી હોય તેના પર દંડની જોગવાઈ કરવામાં આવે છે ત્યારે જેના કરોડ કરોડ રૂૂપિયા વેરા પેટે બાકી હોય તેવા એક પણ વિભાગમાં મહાનગરપાલિકા અથવા તો વેરાવસ વિભાગે કોઈ કામગીરી કરી નથી જે અનેક પ્રશ્નો ઊભા કરે છે. સરકારી વિભાગની વાત કરવામાં આવે તો રેલવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને સમરસ હોસ્ટેલ ની સાથો સાથ કલેક્ટર ઓફિસ અને સીટી પોલીસ નો વેરો 10 કરોડથી વધુનો છે જો આ વેરાની ભરપાઈ કરી દેવામાં આવે તો 410 કરોડના લક્ષ્યાંકને મહાનગરપાલિકા ખૂબ સરળતાથી પહોંચી જાય પરંતુ આ અંગે એક વખત નહીં અનેક વખત રજૂઆતો કરવામાં આવી છતાં અધિકારીઓ ટસ ના મસ થતા નથી. અને ભોગવવું પડે છે સામાન્ય પ્રજાએ.
સરકારી વિભાગોના બાકી વેરાની વિગત
1.રેલ્વે 17.31 કરોડ
- સૌરાષ્ટ્ર યુનિવર્સિટી 16.77 કરોડ
- સમરસ હોસ્ટેલ 13.30 કરોડ
- કલેકટર ઓફિસ 13.94 કરોડ
- સીટી પોલીસ 10.54 કરોડ
- પીડબલ્યુડી 9.73 કરોડ
- મેડિકલ કોલેજ 1.61 કરોડ
- પાણી પુરવઠા બોર્ડ 1.40 કરોડ
- બીએસએનએલ 1.56 લાખ
- કેન્દ્રીય વિદ્યાલય 81.81 લાખ
- સિવિલ હોસ્પિટલ 68.61 લાખ
- નવી કોર્ટ 57.87 લાખ
- જૂની સિવિલ કોર્ટ 43.85 લાખ
- જિલ્લા રમત ગમત ઓફિસ 32.38 લાખ
- એ.જી ઓફિસ 30.12 લાખ
- ડિઝાસ્ટર મેનેજમેન્ટ 21.63 લાખ
- નર્સિંગ કોલેજ 20.42 લાખ
- ગવર્મેન્ટ પ્રેસ 19.73 લાખ
- પોસ્ટ ડેપો 17.80 લાખ
20.સર્વે ઓફિસ 16.11 લાખ - આઈટીઆઈ ભાવનગર રોડ 13.60 લાખ
- ESIC 13.40 લાખ
- જિલ્લા પંચાયત 12.10 લાખ
- અભિલેખાગાર 10.84 લાખ
- નાયબ નિયામક વિકસતી જાતિ 8.75 લાખ
- યાંત્રિક વિભાગ 7.39 લાખ
કુલ 89 કરોડ
