મનપાના દબાણ હટાવ શાખામાં કડકાઈનો ભાવ

છેલ્લા છ મહિનામાં 1252 રેકડીઓ કરાઈ દૂર, 24,621 કિલો શાકભાજી તથા ફળનો નાશ સામે 26 લાખનો વસુલ્યો દંડ

રાજકોટ તા. 20
નગરપાલિકા ની કામગીરીને લઈ હાલ સ્થાનિકો સતત આંગળી ચિંધી રહ્યા છે તો બીજી તરફ મહાનગરપાલિકા દ્વારા કડકાઇ પણ દાખવવામાં આવી રહી છે. મન પાના દબાણ હટાવ શાખા પર એક નહીં અનેકવિધ આક્ષેપો પણ થઈ રહ્યા છે પરંતુ તે વાત જરૂૂરી છે કે રાજકોટમાં જે રીતે દબાણો કરવામાં આવી રહ્યા છે તેમાં પણ જ્યારે રેકડી હોય અથવા તો પરચુરણ માલ સામાન નું વેચાણ રોડ ઉપર કરવામાં આવતું હોય અથવા તો શાકભાજી અને ફળ નું વેચાણ કરતા હોય તે તમામ પર હાલ શિક્ષાત્મક પગલાં લેવામાં આવે તે માટે દબાણ હટાવ શાખા દ્વારા દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે પ્રતિ દિવસ દબાણો દૂર કરવા માટેની એક ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી છે. ત્યારે જરૂૂરી એ છે કે છેલ્લા છ મહિનામાં આ વિભાગ દ્વારા ઢેબર રોડ, 80 ફુટ રોડ, ભાવનગર રોડ, આજી ડેમ ચોકડી, કોઠારીયા મેઈન રોડ, એરપોર્ટ રોડ, દોઢસો ફૂટ રીંગ રોડ, મવડી મેઇન રોડ, સહિત રાજકોટના અનેક ઝોનમાં અલગ અલગ વિસ્તારોમાંથી દબાણ હટાવ શાખા દ્વારા રેકડી કેબીન તથા પરચુરણ માલસામાનને જપ કરવામાં આવ્યો અને વહીવટી ચાર્જની પણ વસૂલાત કરવામાં આવી.
છેલ્લા છ માસની જો વાત કરવામાં આવે તો જુલાઈ 2024 માં કુલ 239 રેકડી, 1133 પરચુરણ માલ સામાન, 2298 કિલો શાકભાજી તથા ફળ અને કુલ વહીવટી ચાર્જ 2.99 લાખ વસૂલવામાં આવ્યો. એવી જ રીતે ઓગસ્ટ 2024 માં જો વાત કરવામાં આવે તો કુલ 229 રેકડી, 1468 પરચુરણ માલ સામાન, 1959 કિલો શાકભાજી તથા ફળ અને કુલ વહીવટી ચાર્જ 3.18 લાખ વસૂલવામાં આવ્યો. જ્યારે સપ્ટેમ્બર 2024 માં કુલ 225 રેકડી, 1652 પરચુરણ માલ સામાન, 3123 કિલો શાકભાજી તથા ફળ અને કુલ વહીવટી ચાર્જ 5.10 લાખ વસૂલવામાં આવ્યો. જ્યારે ઓક્ટોબર 2024 માં કુલ 201 રેકડી, 895 પરચુરણ માલ સામાન, 2397 કિલો શાકભાજી તથા ફળ અને કુલ વહીવટી ચાર્જ 5.12 લાખ વસૂલવામાં આવ્યો. જ્યારે નવેમ્બર 2024માં કુલ 166 રેકડી, 816 પરચુરણ માલ સામાન, 4569 કિલો શાકભાજી તથા ફળ અને કુલ વહીવટી ચાર્જ 4.31 લાખ વસૂલવામાં આવ્યો. ડિસેમ્બર 2024 માં કુલ કુલ 192 રેકડી, 1459 પરચુરણ માલ સામાન, 10275 કિલો શાકભાજી તથા ફળ અને કુલ વહીવટી ચાર્જ 5.29 લાખ વસૂલવામાં આવ્યો . ત્યારે કુલ છ માસમાં 1252 રેકડી, પરચુરણ માલ સામાનની જ વાત કરીએ તો 7423, શાકભાજી તથા ફળની વાત કરવામાં આવે તો કુલ 24,621 કિલો અને કુલ વહીવટી ચાર્જ 26 લાખ વસૂલવામાં આવ્યો. મહત્વનું એ છે કે દબાણ હટાવ શાખા દ્વારા જે કામગીરી કરવામાં આવી તેમ છતાં જે સ્થિતિ પહેલા જોવા મળતી તેવી સ્થિતિ આજે પણ જોવા મળી રહી છે. જે જગ્યા ઉપરથી દબાણો દૂર કરવામાં આવે તે જગ્યા ઉપર ફરી એ જ દબાણો જોવા મળે છે. હાલ મહત્વનું એ છે કે આજે પણ એ તમામ જગ્યાઓ પર દબાણો જોવા મળે છે. ત્યારે હવે જરૂૂરી એ છે કે ખરા અર્થમાં દબાણ હટાવ શાખા દ્વારા એવી કોઈ નક્કર કામગીરી કરવામાં આવે જેનાથી ભવિષ્યમાં જે જગ્યા ઉપર થી દબાણો દૂર થાય તેમાં બીજી કોઈ વખત દબાણો ઊભા કરવામાં ન આવે પરંતુ માત્ર પૈસા લઈ એટલે કે દંડ વસૂલી રેકડી સીઝ કરી લેવાથી કામગીરી ફરી જેવી હોય તેવી જ જોવા મળે છે. પરંતુ દબાણ હટાવ શાખા સહિત મહાનગરપાલિકાના ઘણા એવા વિભાગો છે જેમાં હજુ જે કામગીરી કરવામાં આવતી હોય તે યોગ્ય રીતે ન થતી હોય અને તેને લઈને ઘણી ખરી ફરિયાદો પણ ઉઠવા પામે.

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
7:05 am, Jun 5, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm

Join our Whatsapp Group

Stay connected and engaged with our community by joining our WhatsApp group. Get the latest updates, connect with like-minded individuals, and be part of our vibrant discussions.

ગુજરાતનું પ્રથમ ડિજિટલ માધ્યમ, ‘રાજકોટ મિરર‘, જે તમને તમારી માતૃભાષામાં ન્યૂઝ અને મહત્વના મુદ્દાઓ પરના વિચારો પહોંચાડે છે. અહીં માત્ર સમાચાર નહીં, પરંતુ ગુજરાતના અનિવાર્ય પ્રશ્નો પર સ્પષ્ટ અભિપ્રાયો પ્રસ્તુત કરવામાં આવે છે. સત્તાના નિદ્રાધિન વલણોને સામસામે લાવે છે અને વિપક્ષની નકારાત્મકતાનો પડકાર આપે છે.

© RajkotMirror News All rights Reserved. Created by DreamCode Infotech