સરકારની પરવાનગી વગર વિરાણી હાઇસ્કુલની જગ્યા વહેંચી નહીં શકાય : ચાંદની પરમાર

પ્રાંત અધિકારીના ચુકાદામાં એ વાતની પણ સ્પષ્ટતા કે જમીન ભાડે આપી નફો પણ નહીં મેળવી શકે સંસ્થા

રાજકોટ, તા. 20
વિરાણી હાઇસ્કુલ નો વિવાદ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યો છે ત્યારે ગઈકાલે સીટી પ્રાંત અધિકારી ચાંદની પરમારે હુકમ કરતા જણાવ્યું છે કે સંસ્થા તે જમીન નો કોઈ પણ ભાગ ભાડે આપી નફો મેળવી નહી શકે એટલું જ નહીં સરકારની મંજૂરી વગર કરોડોની કિંમતની જમીનનું વેચાણ પણ નહીં થાય. સીટી પ્રાંત એક ડોક્ટર ચાંદની પરમાર ચુકાદો આપતા જણાવ્યું કે વિરાણી હાઈસ્કૂલની જમીનનો હવે એક પણ ભાગ ભાડે આપવી શકાશે નહીં ત્યારે આ મિલકત સંબંધી અન્ય કોઈ કોર્ટમાં લીટીગેશન ચાલતા હશે તો તે અંગેનો નિર્ણય તમામ પક્ષકારોને બંધન કરતા રહેશે. આ ચુકાદાને ધ્યાને લઈ પક્ષકાર દિવસ સાઇટમાં રાજકોટ જિલ્લા કલેકટર સમક્ષ રિવિઝન અરજી દાખલ કરી શકશે ત્યારે જે માહિતી મળી રહી છે તેને ધ્યાને લઈ વર્ષ 1951માં રાજકોટ જિલ્લા કલેકટર દ્વારા રેવન્યુ સર્વે નંબર 427 ની 49,720 ચોરસ વાર જગ્યા વિરાણી હાઇસ્કુલને ફાળવવામાં આવી હતી જેમાં એ શર્ટ મૂકવામાં આવી હતી કે આ જમીનનો કોઈ પણ ભાગ ભાડે આપી નહીં શકાય અને ભાડે આપી તેમાંથી નફો નહીં મેળવી શકાય. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ જમીન મૂળ દુર્લભજી શ્યામજી વિરાણી ને ખેતી સિવાયના હેતુ માટે જમીન ફાળવવામાં આવી હતી ત્યારે મહાનગરપાલિકા દ્વારા ટાગોર રોડને મોટો કરવા માટે શ્યામજી વિરાણી હાઇસ્કુલ ગ્રાઉન્ડની કપાત થતી જમીન સામે ટ્રસ્ટ દ્વારા રોકડ વળતરની માંગણી પણ કરવામાં આવી હતી જે દરમિયાન કોલ કપાત જમીન 743 ચોરસ વારમાંથી સરકારી જમીન 111 ચોરસ વારની જગ્યા અને ખાનગી 623 વાર જગ્યા થતી હતી. જેમાં બાકી જમીનની સીટી સર્વેના કોઈ પણ જાતના હુકમ વગર ફેરફાર કરી નાખવામાં આવ્યો હતો. વર્ષ 2019 માં શામજી વેલજી વિરાણી ટ્રસ્ટ દ્વારા 5000 ચોરસ મીટર જગ્યા વેચાણ કરવા માટે ચેરિટી કમિશનરમાં પણ મંજૂરી માંગવામાં આવી હતી પરંતુ તેની સામે સંસ્થાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ વિરોધ ઉઠાવ્યો અને કલેક્ટર તંત્ર સમક્ષ ફરિયાદ પણ કરી હતી જે બાદ વિરાણી હાઇસ્કુલ નો મામલો હાઇકોર્ટ સુધી પહોંચ્યો હતો. મહત્વનું એ છે કે આ જમીન સંદર્ભે વર્ષ 2014 માં થયેલી ખાનગી નોંધ સામે વિદ્યાર્થીઓ વતી પ્રાંત અધિકારી સમક્ષ અપીલ દાખલ કરવામાં આવી હતી અને ખાનગી નોંધને રદ કરવામાં પણ આવી આ તકે પ્રાગ અધિકારીના નોંધ રદ કરવાના હસ્તક્ષેપને ટ્રસ્ટીઓ દ્વારા હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો જેમાં હાઇકોર્ટે નવા ટ્રસ્ટીઓને સાંભળવા તથા પ્રાંત અધિકારીને હસ્તક્ષેપ કરવા માટે મંજૂરી પણ આપી હતી. આ હુકમથી નારાજ પક્ષકારો હવે દિવસ સાઈટમાં કલેકટર સમક્ષ રિવિઝન અરજી દાખલ કરી શકશે તેવું સીટી પ્રાંત અધિકારી ડોક્ટર ચાંદની પરમારે તેના ચુકાદામાં જણાવ્યું હતું.

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
7:05 am, Jun 5, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm

Join our Whatsapp Group

Stay connected and engaged with our community by joining our WhatsApp group. Get the latest updates, connect with like-minded individuals, and be part of our vibrant discussions.

ગુજરાતનું પ્રથમ ડિજિટલ માધ્યમ, ‘રાજકોટ મિરર‘, જે તમને તમારી માતૃભાષામાં ન્યૂઝ અને મહત્વના મુદ્દાઓ પરના વિચારો પહોંચાડે છે. અહીં માત્ર સમાચાર નહીં, પરંતુ ગુજરાતના અનિવાર્ય પ્રશ્નો પર સ્પષ્ટ અભિપ્રાયો પ્રસ્તુત કરવામાં આવે છે. સત્તાના નિદ્રાધિન વલણોને સામસામે લાવે છે અને વિપક્ષની નકારાત્મકતાનો પડકાર આપે છે.

© RajkotMirror News All rights Reserved. Created by DreamCode Infotech