ઉત્તરાખંડમાં સમાન નાગરિક સંહિતા લાગુ

UCCને અમલી બનાવનારું ઉત્તરાખંડ બન્યું દેશનું પહેલું રાજ્ય

દહેરાદૂન, તા.27
ઉત્તરાખંડે આજે એક ઐતિહાસિક કદમ ઉઠાવ્યું છે. ઉત્તરાખંડની પુષ્કર ધામી સરકારે રાજ્યમાં સમાન નાગરિક સંહિતા (Uniform Civil Code- UCC) ધારો લાગુ કર્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ઉત્તરાખંડ યાત્રા પહેલા આજે બપોરે 12.30 કલાકે આ મહત્વપૂર્ણ કાયદો લાગુ કરવાની ઔપચારિક જાહેરાત કરી હતી. સરકારી અધિકારીઓએ જણાવ્યું છે કે આ કાયદો આખા રાજ્યમાં એકસમાન રીતે લાગુ કરવામાં આવશે. રાજ્યની બહાર રહેતા ઉત્તરાખંડના નાગરિકોને પણ આ કાયદો લાગુ પડશે. ઉત્તરાખંડમાં UCCની અધિસૂચના જારી કર્યા બાદ મુખ્ય પ્રધાન પુષ્કરસિંહ ધામીએ જણાવ્યું હતું કે આ એક ઐતિહાસિક પગલું છે. આ કાયદો બનાવવા માટે રાજ્ય સરકારના અધિકારીઓએ દિવસ રાત મહેનત કરી છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે આજનો દિવસ સમગ્ર ભારત માટે ઐતિહાસિક છે.
લોકોમાં સમાનતા લાવવા માટે બનાવવામાં આવેલો UCC ઉત્તરાખંડ રાજ્યમાં લાગુ કરવામાં આવી રહ્યા છે. UCC કાનૂન લાગુ થયા બાદ રાજ્યના બધા રહેવાસીઓના અધિકાર એકસમાન થઇ ગયા છે. લોકોમાં સમાનતા લાવવા માટે અમલમાં મૂકવામાં આવેલા આ કાનૂનમાં દરેક ધર્મની મહિલાઓ માટે હવે એક જ કાનૂન હશે. આજનો દિવસ મારી માટે ઘણો ભાવનાત્મક છે. આ કાનૂન લાગુ થવાથી ટ્રિપલ તલાક, હલાલા, ઇદ્ત, લીવ ઇન રિલેશનશીપ્સ, બહુપત્નીત્વની પ્રથા પર સંપૂર્ણપણે રોક લાગી જશે.સીએમ ધામીએ એવી પણ સ્પષ્ટતા કરી હતી કે યુનિફોર્મ સિવીલ કોડ કોઇ ધર્મ કે સંપ્રદાયની વિરુદ્ધ નથી. આમાં કોઇને નિશાન બનાવવામાં આવ્યા નથી. સમાજમાં સમાનતા લાવવા માટે આ કાનૂન લાવવામાં આવ્યો છે. અમે કોઇ રિવાજ બદલવાનો પ્રયાસ કર્યો નથી. અમે માત્ર ખરાબ પ્રથાઓ દૂર કરી છે. ઉત્તરાખંડમાં 2022ની વિધાનસભાની ચૂંટણી દરમિયાન સત્તાધારી ભાજપ દ્વારા UCCનો અમલ કરવાનું વચન આપવામાં આવ્યું હતું. 2022ના માર્ચમાં ફરીથી સત્તારૂૂઢ થયા બાદ પુષ્કર સિંહ ધામીના નેતૃત્વમાં મળેલી કેબિનેટની પ્રથમ મીટિંગમાં જ ઞઈઈના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી અને તેનો ડ્રાફ્ટ તૈયાર કરવા માટે એક સમિતિની રચના કરવાને મંજૂરી આપવામાં આવી હતી. જસ્ટિસ દેસાઇની અધ્યક્ષતામાં બનેલી આ સમિતિએ UCC બિલને મંજૂરી આપી હતી. ત્યાર બાદ તેના અમલીકરણ માટે નિયમો તૈયાર કરવામાં આવ્યા હતા, જેને રાજ્ય કેબિનેટે મંજૂરી આપી હતી.

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
6:25 am, Jun 5, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm

Join our Whatsapp Group

Stay connected and engaged with our community by joining our WhatsApp group. Get the latest updates, connect with like-minded individuals, and be part of our vibrant discussions.

ગુજરાતનું પ્રથમ ડિજિટલ માધ્યમ, ‘રાજકોટ મિરર‘, જે તમને તમારી માતૃભાષામાં ન્યૂઝ અને મહત્વના મુદ્દાઓ પરના વિચારો પહોંચાડે છે. અહીં માત્ર સમાચાર નહીં, પરંતુ ગુજરાતના અનિવાર્ય પ્રશ્નો પર સ્પષ્ટ અભિપ્રાયો પ્રસ્તુત કરવામાં આવે છે. સત્તાના નિદ્રાધિન વલણોને સામસામે લાવે છે અને વિપક્ષની નકારાત્મકતાનો પડકાર આપે છે.

© RajkotMirror News All rights Reserved. Created by DreamCode Infotech