હરિયાણાની 90 બેઠકો માંથી ભાજપે અડધો અડધ બેઠક કરી પોતાના નામે, જમ્મુની 90 બેઠકોમાં કોંગ્રેસે 48 બેઠકો પર મેળવી જીત: વડાપ્રધાને જીત બાદ કર્યું ટ્વિટ કહ્યું ‘હરિયાણાનો હૃદયથી આભાર’ : આ જીત વિકાસ અને સુશાસનની છે ભાજપ તમામ આકાંક્ષાઓને પૂર્ણ કરવા એક પણ કચાસ નહીં રાખે
નવીદિલ્હી,
ચૂંટણી પંચની વેબસાઇટ અનુસાર, સત્તાધારી ભાજપે હરિયાણામાં 48 બેઠકો જીતીને ઐતિહાસિક ત્રીજી ટર્મ જીતી અને એક દાયકા પછી રાજ્યમાં કોંગ્રેસની વાપસી અટકાવી. કોંગ્રેસે 37 બેઠકો, અપક્ષોએ 3 અને ઈંગકઉએ 2 બેઠકો પર જીત મેળવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપને અત્યાર સુધીના સૌથી મોટા જનાદેશ સાથે પરત લાવવા બદલ હરિયાણાના લોકોનો આભાર વ્યક્ત કર્યો છે. મુખ્ય હારનારાઓમાં હરિયાણા વિધાનસભાના અધ્યક્ષ અને ભાજપના જ્ઞાનચંદ ગુપ્તા, હરિયાણા લોકહિત પાર્ટીના ગોપાલ કાંડા અને ભાજપના નેતા ઓપી ધનખરનો સમાવેશ થાય છે. જુલાના બેઠક પરથી કોંગ્રેસના વિનેશ ફોગાટે તેમના નજીકના ભાજપના હરીફ યોગેશ કુમારને 6,015 મતોના માર્જિનથી હરાવ્યા હતા. હરિયાણામાં ચૂંટણી પરિણામો અણધાર્યા અને આઘાતજનક છે અને કોંગ્રેસ તેમને સ્વીકારી શકતી નથી, પાર્ટીએ મંગળવારે જણાવ્યું હતું કે, તેની તરફેણમાં પ્રારંભિક લીડ ભાજપ માટે વ્યાપક વિજયમાં ફેરવાઈ ગયાના કલાકો પછી.

હરિયાણામાં ભાજપને જંગી બહુમતી મળી છે. અત્યાર સુધીના ચૂંટણી પરિણામો અનુસાર ભાજપને 49 બેઠકો મળી રહી છે. જ્યારે કોંગ્રેસ 26, ઈંગકઉ 2 અને અન્ય 3 બેઠકો જીતી રહી છે. હરિયાણાના ચૂંટણી પરિણામો એક્ઝિટ પોલને નિષ્ફળ ગયા છે. મોટાભાગના એક્ઝિટ પોલ્સે હરિયાણામાં કોંગ્રેસની જીતની આગાહી કરી હતી. જો કે ભાજપે મોટી જીત નોંધાવી છે. રણદીપ સિંહ સુરજેવાલાના પુત્ર આદિત્ય સુરજેવાલાએ કૈથલથી જીત મેળવી છે. મુખ્યપ્રધાન નાયબ સૈની લાડવા બેઠક પરથી જીત્યા છે. હરિયાણાના મંત્રી અનિલ વિજ શરૂઆતના ટ્રેન્ડમાં પાછળ રહ્યા હતા. જો કે, તેમણે તેમના પ્રતિસ્પર્ધીને પણ હરાવ્યા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે નવી દિલ્હીમાં ભાજપના મુખ્યાલયમાં કાર્યકર્તાઓને સંબોધિત કરશે. ભાજપે ઉજવણી માટે 100 કિલો જલેબીનો ઓર્ડર આપ્યો છે. મુખ્યમંત્રી નયબ સિંહ સૈનીએ આ જીતનો શ્રેય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના કાર્યકરોને આપ્યો છે.
જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણીના અંતિમ પરિણામો જાહેર કરવામાં આવ્યા છે, જેમાં કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ (ગઈ) ગઠબંધનને સ્પષ્ટ બહુમતી મળી છે. કુલ 90 બેઠકો પર મતદાન બાદ ગઠબંધનને 48 બેઠકો મળી હતી, જેમાં ગઈને 42 અને કોંગ્રેસને 6 બેઠકો મળી હતી. જ્યારે ભારતીય જનતા પાર્ટી (ઇઉંઙ)ને 29 બેઠકો મળી છે. જમ્મુ ક્ષેત્રની મોટાભાગની સીટો પર ભાજપને સફળતા મળી છે. ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન મહેબૂબા મુફ્તીની પીડીપી ચૂંટણીમાં કિંગમેકરની ભૂમિકા ભજવે તેવી અપેક્ષા હતી, પરંતુ પરિણામોએ તેમની આશાઓ પર પાણી ફેરવી દીધું. ખુદ મહેબૂબા મુફ્તીની પુત્રી ઇલ્તિજા મુફ્તી શ્રીગુફવારા-બિજબેહરા બેઠક પરથી ચૂંટણી હારી ગઈ હતી. પીડીપીને માત્ર 3 બેઠકોથી સંતોષ માનવો પડ્યો હતો. અન્યને 10 બેઠકો મળી છે.
રાજ્યનો દરજ્જો ગુમાવ્યા બાદ અને કેન્દ્રશાસિત પ્રદેશ બન્યા બાદ જમ્મુ અને કાશ્મીરમાં આ પ્રથમ વિધાનસભા ચૂંટણી છે. કોંગ્રેસ-ગઈ ગઠબંધનની આ જીતને મોટા રાજકીય પરિવર્તન તરીકે જોવામાં આવી શકે છે. જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલા રાજકીય સંકટને ઉકેલવામાં પરિણામો અસરકારક સાબિત થશે. જમ્મુમાં ભાજપની સારી બેઠકોની જીતથી સ્પષ્ટ થઈ ગયું છે કે તે આ પ્રદેશમાં હજુ પણ મજબૂત છે જમ્મુ-કાશ્મીરની 90 બેઠકો પર 3 તબક્કામાં મતદાન થયું હતું, પ્રથમ તબક્કામાં 18 સપ્ટેમ્બરે 24 બેઠકો પર મતદાન થયું હતું. . જેમાં 61.38 ટકા મતદારોએ મતદાન કર્યું હતું. બીજા તબક્કાનું મતદાન 25 સપ્ટેમ્બરે થયું હતું. 26 બેઠકો પર 57.31 ટકા મતદાન થયું હતું. 1 ઓક્ટોબરે જમ્મુ-કાશ્મીરમાં ત્રીજા અને અંતિમ તબક્કાનું મતદાન થયું હતું, આ તબક્કામાં 40 બેઠકો પર 69.65 ટકા મતદાન થયું હતું.
હરિયાણા ચૂંટણીમાં ઓલિમ્પિયન વિનસ ફોગટનો પંચ : 6,015 મતથી જીતી
હરિયાણા વિધાનસભા ચૂંટણીની મતગણતરી પૂર્ણ થઈ ગઈ છે. બધાની નજર રાજ્યની સૌથી ગરમ બેઠક જુલાના પર હતી, જ્યાંથી કોંગ્રેસે ઓલિમ્પિયન વિનેશ ફોગાટને મેદાનમાં ઉતાર્યા હતા. વિનેશ ફોગાટ આ સીટ પર જીત્યા છે. ભારતીય જનતા પાર્ટી (ઇઉંઙ)એ અહીંથી યોગેશ બૈરાગીને મેદાનમાં ઉતાર્યા હતા. ગત વખતે અમરજીતે ભાજપના ઉમેદવારને હરાવીને આ બેઠક જીતી હતી. આ વર્ષે આ બેઠક પર બમ્પર મતદાન થયું છે. વિનેશ ફોગાટે પ્રથમ ચૂંટણી 6015 મતોથી જીતી છે. જ્યારે બીજેપીના યોગેશ કુમાર 59065 વોટ સાથે બીજા ક્રમે છે. વિનોશને આ ચૂંટણીમાં 65080 વોટ મળ્યા હતા.
હરિયાણાના 2.80 કરોડ લોકોનો આભાર માનતા મુખ્યમંત્રી નાયબ સિંહ સૈની
હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીએ ભાજપ સરકારને ચૂંટવા બદલ રાજ્યના 2.80 કરોડ રહેવાસીઓનો આભાર માનતા કહ્યું કે, “આ જીતનો શ્રેય પીએમ મોદીને જાય છે. એટલુજ નહિ કેન્દ્ર સરકારની અનેકવિધ નીતિઓને હરિયાણાએ મંજૂરી આપી છે. તેઓએ આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે મહત્વનું તો એ છે કે હાલ કેન્દ્ર સરકાર દ્વારા જે તમામ નીતિઓ લોકો વિશે એક બનાવવામાં આવી છે તેને પરિપૂર્ણ કરવા માટે વડાપ્રધાન દ્વારા હરિયાણાને ઘણું ખરું આપ્યું છે અને ગઈકાલે જે પરિણામ આવ્યું તેની પાછળ હરિયાણાના લોકોની તો જીત છે સાથો સાથ વડાપ્રધાનની પણ જીત છે.
જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી બનશે ઓમર અબ્દુલ્લા : 18 હજાર મતથી જીત હાંશલ કરી
ઓમર અબ્દુલ્લાએ મંગળવારે કહ્યું કે છેલ્લા પાંચ વર્ષમાં નેશનલ કોન્ફરન્સને તોડી પાડવાના અનેક પ્રયાસો નવા સંગઠનો બનાવીને કરવામાં આવ્યા હતા, જે 2024ની જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણીમાં તોડી પાડવામાં આવ્યા હતા. જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાને ગંદરબલ અને બડગામ બેઠકો જીતી, પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (ઙઉઙ) ના તેમના નજીકના હરીફોને અનુક્રમે 10,000 મતો અને 18,000 મતોથી હરાવ્યા. છેલ્લા પાંચ વર્ષમાં રાષ્ટ્રીય કોંગ્રેસને ખતમ કરવાના પ્રયાસો થયા. અહીં ઘણી પાર્ટીઓ બનાવવામાં આવી હતી, જેનો એકમાત્ર ઉદ્દેશ્ય એનસીનો નાશ કરવાનો હતો. પરંતુ, ભગવાનની કૃપા અમારા પર રહી છે અને જેમણે અમને નષ્ટ કરવાનો પ્રયાસ કર્યો તે પ્રક્રિયામાં નાશ પામ્યા છે,” સમાચાર એજન્સી પીટીઆઈએ ઓમર અબ્દુલ્લાને બડગામ બેઠક માટે રિટર્નિંગ ઓફિસર પાસેથી તેમના વિજયનું પ્રમાણપત્ર પ્રાપ્ત કર્યા પછી ટાંક્યું. કોંગ્રેસ-નેશનલ કોન્ફરન્સ ગઠબંધન કુલ 90 બેઠકોમાંથી 52 બેઠકો પર આગળ છે, બહુમતી 46 બેઠકોથી આગળ છે, જ્યારે ભાજપ 27 બેઠકો પર આગળ છે. વલણો અનુસાર, મહેબૂબા મુફ્તીની પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (ઙઉઙ)ને માત્ર બે બેઠકો મળી શકે છે. અમર અબ્દુલ્લા બડગામ બેઠક પર 18000 મતથી જીત્યા.
હરિયાણાના કમાલનું કમળ : વડાપ્રધાન મોદી
દિલ્હી ભાજપ કાર્યાલય ખાતે વડાપ્રધાન મોદીએ હરિયાણામાં જીત બદલ કાર્યકરોને બિરદાવ્યા હતા. તેઓએ જણાવ્યું કે હરિયાણામાં ભાજપ અને પડકારોનો સામનો કરીને મોટી જીત મેળવી છે અને હરિયાણાના ચૂંટણી પરિણામે દરેકને ચોંકાવી દીધા છે. એટલું જ નહીં ભાજપ કાર્યાલય ખાતે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવ્યા ત્યારે તેઓનું ઉષ્માભર્યું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં વડાપ્રધાને કાર્યકર્તાઓનું અભિવાદન ઝીલ્યું હતું અને તેમનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને સ્વાસ્થ્ય મંત્રી જે.પી નડ્ડા, અમિત શાહ, રાજનાથ સિંહ સહિતના ભાજપના ટોચના નેતાઓ હાજર રહ્યા હતા. વડાપ્રધાને સભા સંબોધતા જણાવ્યું કે, હરિયાણાના લોકોએ કમાલ કરી દીધી છે અને ફરી કમળને ખીલાવ્યું છે. તેઓએ નવરાત્રી ના છઠ્ઠા નોરતાને યાદ કરી જણાવ્યું હતું કે છઠ્ઠું નહોતું એટલે માં કાત્યાયની આરાધનાનો દિવસ છે. હરિયાણાને લઈ તેઓએ જણાવ્યું હતું કે હરિયાણામાં દર પાંચ વર્ષમાં સરકાર બદલાય છે પરંતુ પ્રથમ વખત એવું થયું છે કે પાંચ વર્ષના બે કાર્યકાળ પૂરા કરનારી પાર્ટીને ત્રીજી વખત જનતાએ છૂટી છે જે ઇતિહાસ છે. વડાપ્રધાન મોદીએ કોંગ્રેસના સાહી પરિવારે જે કહ્યું હતું કે તેમના દ્વારા અનામતને ખતમ કરી દેવામાં આવશે તે એ જ હરિયાણા છે કે જેને તેઓની હકાલપટ્ટી કરી છે. આતો સાથે હોય કોંગ્રેસ ઉપર આકરા નિશાનો સાધતા જણાવ્યું કે કોંગ્રેસે દેશની જનતાને ગુમરા કરવાનો પ્રયાસ કર્યો છે ત્યારે હવે કોંગ્રેસની હાલત એટલી હદે કપોડી બની છે કે તેઓએ ક્યારે સરકાર બનાવી હતી તેનો જ તેઓને ખ્યાલ નથી. તો સાથ તેઓએ ચાપ ખા આપતા કહ્યું કે કોંગ્રેસે પોતાના સહયોગીઓની જ નાવડીને ડુબાડી દીધી છે.
