સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જૈમીન ઠાકરે સ્વીકાર્યું કે સરકારી ગાડીનો પ્રોટોકોલ જાળવવો જોઈએ: ઘટના ઘટી તે અયોગ્ય
રાજકોટ, તા. 10
હાલ સમગ્ર વિશ્વના શ્રદ્ધાળુઓ મહા કુંભમાં અમૃત સ્નાન કરવા આવી રહ્યા છે ત્યારે રાજકોટના મેયર નયનાબેન પેઢડીયા પણ પ્રયાગરાજ મહાકુંભમાં પહોંચ્યા. હાલ જે વિગતો આવી રહી છે તે અત્યંત ચોંકાવનારી છે અને ઘણી ઘણી તસ્વીરો પણ જે વાયરલ થઈ છે તેમાં રાજકોટ મેયરની સરકારી ગાડી પર કપડાં સૂકવવામાં આવ્યા હોવાનું ચિત્ર સામે આવ્યું છે આ અંગે ઘણો વિરોધ પણ થઈ રહ્યો છે અને તેમાં રાજકોટ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જૈમીનભાઇ ઠાકરે જણાવ્યું કે મેયરની ગાડી ઉપર જે કપડાં ચૂકવવાના જે દ્રશ્યો આવ્યા છે તે ખરા અર્થમાં ગેર વ્યાજબી છે અને આ પ્રકારનું કૃત્ય ન થવું જોઈએ કારણકે જે ગાડીમાં મેયરે પ્રવાસ કર્યો તે સરકારી ગાડી છે અને મહત્વનું એ છે કે જ્યારે કોઈ પણ પદાધિકારી ને સરકાર ગાડી આપતી હોય તો તેનો યોગ્ય પ્રોટોકોલ પણ જાળવવો જોઈએ.
આમ પણ રાજકોટ મહાનગરપાલિકાના મેયર અનેકવિધ મુદ્દે ચર્ચાનો વિષય બન્યા છે જ્યારે તેમની પાસે રાજકોટ ખાતે યોજાયેલા લોક દરબારમાં કેટલી ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો તે આંકડો પણ પૂરતા પ્રમાણમાં નથી અથવા તો તેઓ આપવા ન માંગતા હોય તેવી અનેક રજૂઆતો પણ થયેલી છે બીજી તરફ હાલ મહાકુંભમાં તેઓ તેમના પરિવાર સાથે જ્યારે પ્રયાગરાજ પહોંચ્યા હોય ત્યારે સરકારી ગાડીનો ઉપયોગ તો કરવામાં આવ્યો પરંતુ તેનો પ્રોટોકોલ જાળવવામાં ખુદ રાજકોટના પ્રથમ નાગરિક નિષ્ફળ નિવડિયા અને પરિણામ સ્વરૂૂપે હાલ અનેક ટિપ્પણીઓ થઈ રહી છે. મળતી માહિતી મુજબ દસ વર્ષ પહેલા રાજકોટ મહાનગરપાલિકામાં એક ઠરાવ કરવામાં આવ્યો હતો જેમાં મેયર સહિતના પદાધિકારીઓ જ્યારે ગુજરાતની અંદર પ્રવાસ કરે ત્યારે તેઓને પેટ્રોલ કે ડીઝલ નું ભાડું ચૂકવવામાં આવતું નથી પરંતુ ગુજરાત બહાર જ્યારે કોઈ પણ મહાનગરપાલિકાના પદાધિકારી જાય તો તેઓને પ્રતિ કિલોમીટર રૂૂપિયા બે ભાડા પેટે પોતાના ખિસ્સામાંથી આપવાનું હોય છે આ પણ વિસંગતતા થી ભરપૂર છે કારણ કે અત્યારે પ્રતિ કિલોમીટરનો ભાવ 12 થી 15 રૂૂપિયા છે ત્યારે ખૂબ ઓછા દરમાં એટલે કે ક્ધસેશન રેટમાં તેઓ મુસાફરીનો લાભ લેતા હોય છે.
આ અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને જણાવ્યું કે પદાધિકારી જ્યારે ગુજરાત બહાર જાય એટલે કે ગુજરાતની બોર્ડર પર તેના કિલોમીટર નોંધવામાં આવે છે અને રાજકોટથી પણ તેના કિલોમીટર નોંધવામાં આવે છે એટલું જ નહીં ગુજરાત બહારથી જ્યારે તેઓ રાજકોટ આવે ત્યારે તેના કિલોમીટર નોંધાય છે અને જે કિલોમીટરનો તફાવત થાય તે દસ વર્ષ પહેલાના ઠરાવ મુજબ પ્રતિ કિલોમીટર એ રૂૂપિયા બે તેઓને તેમના ખિસ્સામાંથી આપવાના હોય છે. બીજી જોગવાઈ એવી પણ છે કે કોઈપણ પદાધિકારી બહાર જાય તો તેઓએ મ્યુનિસિપલ કમિશનરની મંજૂરી લેખિતમાં લેવી પડે છે હા એ વાત સાચી છે કે મેયરે પણ મ્યુનિસિપલ કમિશનર પાસેથી લેખિત મંજૂરી લીધી હતી અને મહાનગરપાલિકાના કમિશનર દ્વારા તેને મંજૂર પણ કરવામાં આવી હતી. હાલ એ વાતની પણ ચર્ચા છે કે તેમની સાથે અન્ય એક મહિલા પણ ગયા છે પરંતુ એ કોણ તેનો કોઈ ખ્યાલ નથી સાથોસાથ તેમના પતિ વિનોદભાઈ પેઢડિયા પણ મહા કુંભમાં ગયા છે. એ વાતનો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને સ્વીકાર કર્યો હતો.
એટલું જ નહીં હાલ જે ચર્ચાનો વિષય બન્યો છે તે એ છે કે મેયર કે અન્ય કોઈ પદાધિકારી ક્ધસેશન રેટ ઉપર જ્યારે ગુજરાત બહાર પ્રવાસ કરે છે ત્યારે બાકીની રકમ તો પ્રજાના ખિસ્સામાંથી જ ખર્ચાય છે ત્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને જણાવ્યું કે આવતી જનરલ બોર્ડમાં આ અંગે એક વિશેષ ઠરાવ કરવામાં આવશે જેમાં ત્રણ વર્ષ માટે જે બજારમાં ચાલતો ભાવ હશે તેને લાગુ કરવામાં આવશે જેની પાછળનું સૌથી મોટું કારણ એ છે કે પેટ્રોલ ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે ત્યારે મહાનગરપાલિકાની તિજોરી ઉપર પણ ખોટો બહુ જ ન પડે તે અંગે હવે નિર્ણય લેવાશે.
