16 ને મોકલાયા પરત : બોગસ ભારતીય દસ્તાવેજો થકી રાજ્યમાં કરતા’તા વસવાટ , નેટવર્ક નો થઈ શકે છે પર્દાફાશ
અમદાવાદ, તા. 12
સમગ્ર વિશ્વમાં ઘૂસણખોરીના કિસ્સાઓ દિન પ્રતિ દિન વધી રહ્યા છે તેમાં પણ જગત જમાદાર અમેરિકાના નવા રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ દ્વારા જવાબદારી સંભાળિયાના બીજા જ દિવસથી અમેરિકામાં રહેતા ગેરકાયદે ભારતીયોને માદરે વતન ડિપોર્ટ કરવામાં આવ્યા. એટલું જ નહીં ગઈકાલે અમદાવાદમાં પણ 50 બાંગ્લાદેશીઓ કે જે દેશવિરોધી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હતા તેમને પકડી પાડવામાં આવ્યા છે અને તેમાંથી 16ને બાંગ્લાદેશ મોકલી દેવાયા છે.
ગુજરાત સરકારે પણ ગેરકાયદે ઘૂસણખોરી કરેલા લોકોને પકડવા માટે એક ઓપરેશન શરૂૂ કર્યું છે અને આ ઓપરેશનના ભાગરૂૂપે જ ગઈકાલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ગેરકાયદે ભારતમાં રહેતા 50 બાંગ્લાદેશીઓની ધરપકડ કરી છે. હાલ છે વિગતો સામે આવી છે તેમાં બાંગ્લાદેશ મોકલવામાં આવ્યા તેમાં એક સગીર પણ છે.
ગેરકાયદે ઘૂસેલા બાંગ્લાદેશીઓએ બોગસ ભારતીય દસ્તાવેજો પણ બનાવ્યા ત્યારે હવે સૌથી મોટું કાર્ય એ જ છે કે આ દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં કયા લોકોને સંડવણી છે કારણ કે એવું તો શક્ય ન બને કે એલફેલ વ્યક્તિ ભારતીય નાગરિત્વ અથવા તો ભારતના દસ્તાવેજો બનાવી આપે આમાં સરકારી કર્મચારીઓની પણ સંડોવણી હોય તો નવાઈ નહીં તેવું તજજ્ઞો માની રહ્યા છે.
હાલ ગુજરાત સરકાર દ્વારા આ અંગે ગંભીરતા પૂર્વક વિચાર કરવામાં આવી રહ્યો છે અને તે મુજબની જ કામગીરી હાથ ધરાઈ રહી છે આગામી દિવસોમાં પણ આ ઝુંબેશને વધુ તીવ્ર વેગથી આગળ ધપાવવામાં આવશે અને સર ચોપરેશન હાથ ધરાશે કે ગેરકાયદે ઘૂસણખોરી કરતા હજુ કેટલા લોકો ગુજરાતમાં વસવાટ કરી રહ્યા છે.
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગેરકાયદે રીતે ભારતમાં ઘૂસણખોરી કરનારા 50 લોકોની ધરપકડ કરી હતી. જેમાંથી અનેક લોકો દેશવિરોધી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હતા. મળતી માહિતી અનુસાર તેમાંથી 16 જેટલાને સફળતાપૂર્વક બાંગ્લાદેશ મોકલી દેવામાં આવ્યા છે.
જેમાં એક સગીર સામેલ છે. ગેરકાયદે રીતે ભારતમાં ઘૂસણખોરી કરનારાઓને પકડી પાડવા માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ દરમિયાન દેશવિરોધી પ્રવૃત્તિ કરનારા બાંગ્લાદેશીઓ પણ પકડાયા હતા.
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આ લોકોને નકલી ભારતીય દસ્તાવેજો સાથે પકડી પાડ્યા હતા. આ લોકો પર સગીરાઓને દેહવ્યાપારમાં ધકેલી દેવાનો પણ આરોપ હતો. જોકે હવે બાકીના અન્ય ગેરકાયદે ઘૂણસખોરોને પણ તેમના દેશને સોંપી દેવાની કાર્યવાહી આગળ ધપાવવામાં આવી રહી છે. પકડાયેલા 50માંથી લગભગ તમામ લોકો બાંગ્લાદેશી હોઈ શકે છે. જેમાં મોટાભાગના લોકો ગુનાઈત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હોવાનો ખુલાસો થયો છે.
સમગ્ર મુદ્દે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી જાણકારી આપવામાં આવી છે. હર્ષ સંઘવીએ ડ પર પોસ્ટ શેર કરતાં લખ્યું કે, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રાષ્ટ્ર વિરોધી ગતિવિધિ કરનારાને ઝડપી લેવામાં આવ્યા છે.
ક્યા ક્યા કામોમાં ઘૂસણખોરોની હતી સંડવણી
- વેશ્યાવૃત્તિ માટે સગીર છોકરીઓની હેરફેર કરનારા લોકોની ઓળખ કરીને ધરપકડ કરવામાં આવી હતી
- ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ માટે નકલી ભારતીય દસ્તાવેજો બનાવવાના રેકેટનો પર્દાફાશ થયો હતો
- સર્ચ ઓપરેશન દરમિયાન 50 ગેરકાયદે ઈમિગ્રન્ટ્સની અટકાયત કરવામાં આવી હતી.
- 15 ઇમિગ્રન્ટ્સ અને 1 સગીર બાળકને સફળતાપૂર્વક દેશનિકાલ કરવામાં આવ્યો
- બાકીના ઇમિગ્રન્ટ્સના દેશનિકાલ માટેની કાનૂની પ્રક્રિયા ચાલુ છે.
