આજે નગરપાલિકા – તાલુકા પંચાયતની ચૂંટણીના પડઘમો થશે શાંત

રાજકોટ, તા. 12
રાજ્યની 2178 બેઠક પર 5085 ઉમેદવારો નગરપાલિકા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં મેદાનમાં ઉતર્યા છે. સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો કુલ 642 બેઠક પર 1,669 ઉમેદવારો ચૂંટણી લડશે. જેમાં મહત્વની છે કે સૌરાષ્ટ્રમાં જસદણ, જેતપુર, ધોરાજી, ભાયાવદર અને ઉપલેટા નગરપાલિકામાં ચૂંટણી યોજાશે. અન્ય બેઠકો પર તાલુકા પંચાયતની પણ ચૂંટણી યોજવાની છે. મળતી માહિતી મુજબ વર્ષ 2018માં જ્યારે ચૂંટણી યોજાઈ ત્યારે સૌરાષ્ટ્રમાં નગરપાલિકા વિસ્તારમાં મતદારોની સંખ્યા 6,65,237હતી છે અત્યારે 7,25,286 છે ત્યારે મતદારોમાં પણ આશરે 60,000 થી વધુનો વધારો નોંધાયો છે. હવે એક જ દિવસ ચૂંટણી પ્રચાર માટે બાકી રહ્યો છે ત્યારબાદ પ્રચાર પ્રસાર ના પડઘમ શાંત થઈ જશે.

મતદાનને લઈને વિવિધ બેઠકો પર નિરસતા : પ્રચાર પ્રસારમાં પણ શાંત વાતાવરણ

તજજ્ઞોના જણાવ્યા અનુસાર હાલ જે ઉત્સાહ અને ઉમંગ નગરપાલિકા હોવો જોઈએ તે જોવા મળતો નથી અને ઘણું તા ધોળું જોવા મળે છે ત્યારે બંને પક્ષોએ પોતાના સારા કાર્યકરોને પણ પ્રચારમાં મોકલ્યા છે જેથી ચૂંટણીને લઈને થોડી ગરમા ગરમી જોવા મળે અને તીવ્રતા સામે આવ્યા પરંતુ હાલની સાંપ્રત પરિસ્થિતિને ધ્યાને લઈ અત્યારે જે ચૂંટણીનો માહોલ બંધાવો જોઈએ તે હજુ સુધી બંધાયો નથી તેની પાછળ એક નહીં અનેક કારણભૂત છે. જો આ સ્થિતિ યથાવત રહી તો તેની સીધી જ અસર નગરપાલિકા અને તાલુકા પંચાયતની ચૂંટણી પર મતદાનના દિવસે જોવા મળશે ત્યારે ભાજપ હોય કે પછી કોંગ્રેસ બંને પક્ષો હાલ પોતાના જે કાર્યકરો છે તેને નિર્ધારિત બેઠકો પર મોકલી પ્રચાર પ્રસાર કરવા માટે જણાવ્યું છે અને હવે પ્રચાર પ્રસાર માટે માત્ર એક જ દિવસનો સમય બાકી રહ્યો છે ત્યારે જોવાનું એ રહ્યું કે મતદાનના દિવસે કેવો માહોલ જોવા મળે છે.
ચૂંટણી પૂર્વેજ જુનાગઢ મહાનગરપાલિકાની આઠ બેઠકો ભાજપની તરફેણમાં બિનહરીફ થઈ ગઈ છે ઉપરાંત ચાર નગરપાલિકામાં પણ ભાજપ એ ચૂંટણી પહેલા જ બહુમત મેળવી લીધી છે ત્યારે હવે બાકીની બેઠકો માટે તારીખ 16 ના રોજ ચૂંટણી યોજાશે. તજજ્ઞોના જણાવ્યા અનુસાર જુનાગઢ બાદ કુતિયાણા, તથા જેતપુર બેઠક ને ધ્યાને લઈ હાલ ચૂંટણીમાં હોલ અત્યંત રસપ્રદ બન્યો છે ત્યારે જુનાગઢમાં ભાજપે ગિરીશ કોટેજાને ટિકિટ આપવાના બદલે તેના પુત્ર પાર્થને મેદાનમાં ઉતાર્યો છે. કુતિયાણા નગરપાલિકા ની જો વાત કરવામાં આવે તો છેલ્લા 25 વર્ષથી ઢેલીબેન ઓડેદરા નું સામ્રાજ્ય છે અને તેના પરિવારમાં ચાર સભ્યોને આ વખતે ભાજપે ટિકિટ આપી છે. મળતી માહિતી મુજબ ઢેલીબેનના પુત્ર તેમના બહેન અને તેમના પુત્રવધુને ભાજપે ટિકિટ આપી છે તો સામે ધારાસભ્ય કાંધલ જાડેજા ના ભાઈએ પણ રાજકારણમાં પોતાનો પગ મૂક્યો છે જેથી કુતિયાણા બેઠક પણ હાલ અત્યંત ચર્ચાનો વિષય બની છે.
જેતપુર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સુરેશ સખરેલીયા ને ભાજપે મેન્ડેડ આપ્યું નથી ત્યારે આ બેઠક પર ફાળવણીને લઈને પણ ક્યાંક ને ક્યાંક અસંતોષ જોવા મળી રહ્યો છે ત્યારે હવે શું પરિણામ આવશે તે જોવાનું રહ્યું તો બીજી તરફ ભાયાવદરમાં પણ વ્યાપક પ્રમાણમાં અસંતોષ જોવા મળ્યો હતો કારણ કે ભાજપની સ્થિતિ હવે શું થાય તે મત ગણતરીના દિવસે જ ખ્યાલ આવશે. જામજોધપુરમાં પણ ભાજપના ટોચના નેતાને ટિકિટ ન મળતા તે ઉમેદવારે આમ આદમી પાર્ટીમાંથી ફોર્મ ભર્યું છે તો નગરપાલિકાની ઘણી ખરી એવી બેઠકો છે કે જેના પર ચૂંટણી જંગ એમ પણ જામી ગયો છે.

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
3:47 am, Jul 24, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm