ITના રાજ્યવ્યાપી દરોડા 35થી વધુ સ્થળ પર સર્ચ

સિહોર ખાતે તમાકુના વેપારી, જ્વેલર્સ અને ફાઇનાન્સર પર તવાઈ: વાપી તથા વલસાડમાં બિલ્ડર દીપેશ ભાનુશાળી પર કાર્યવાહી

સર્ચ ઓપરેશનના પ્રથમ દિવસે જ 550 કરોડથી વધુના મળી આવ્યા બેનામી વ્યવહારો : સ્થાનિક ટીમની સાથે દિલ્હીના વિશેષ અધિકારીઓ દરોડામાં જોડાયા

રાજકોટ, તા. 18
છેલ્લા ઘણા સમયથી આવકવેરા વિભાગ હરકતમાં આવ્યું છે અને ઠેર ઠેર દરોડા પાડવામાં આવી રહ્યા છે. એટલું જ નહીં ખૂબ વ્યાપક પ્રમાણમાં આવકવેરા વિભાગને બેનામી વ્યવહારો પણ મળી આવ્યા હોવાની એક નહીં અનેક ચોંકાવનારી વિગતો સામે આવી છે ત્યારે ગઈકાલે ભાવનગર જિલ્લાની સાતો સાત વાપી અને વલસાડ અને અમદાવાદમાં પણ વિવિધ સ્થળો પર આવકવેરા વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા એટલો જ નહીં ભાવનગર ઓપરેશનમાં તો દિલ્હીના ટોચના આવકવેરા વિભાગના અધિકારીઓ દરોડામાં જોડાયા હોવાનું માલુમ પડ્યું છે આવકવેરા વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર હાલ સૌથી મોટી વાત તો એ છે કે અત્યારે જે રીતે પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે ત્યારે એ વાતની બાતમી મળી હતી કે ભાવનગરમાં સુમેરુ ડેવલોપર્સ અને તેમની સાથે જોડાયેલા અન્ય ક્ષેત્રના વ્યાપારીઓ દ્વારા ખૂબ મોટા પ્રમાણમાં બેનામી વ્યવહારો કર્યા છે જેને ધ્યાને લઈ ચોક્કસ બાતમીના આધારે વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા અને પ્રથમ દિવસે જ ખૂબ મોટી રકમ વિભાગને હાથ લાગી હોવાનું પણ માલુમ પડ્યું છે.
ગઈકાલે હાથ ધરાયેલા દરોડામાં માત્ર રિયલ એસ્ટેટ જ નહીં પરંતુ તમાકુ વેપાર કરતા વેપારી, જ્વેલર્સ પર તપાસનો ધમધમાટ શરૂૂ કરવામાં આવ્યો હતો જેમાં વિભાગના અધિકારીઓને ધારી એવી સફળતા તપાસના પ્રથમ દિવસે જ મળી છે. ભાવનગર જિલ્લામાં આઇટીએ મેગા ઓપરેશન હાથ ધર્યું છે. ભાવનગર જિલ્લામાં 30 જગ્યા પર આઇટીનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. સુમેરુ ડેવલોપર્સ અને રણછોડભાઈ ધોળકિયાને ત્યાં પણ આવકવેરાએ દરોડા પાડ્યા છે. દિલ્હીની ટીમો દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આવકવેરા વિભાગના 200 અધિકારીઓ સર્ચ ઓપરેશનમાં જોડાયા છે. સિહોરમાં તમાકુના વેપારી પર આવકવેરા વિભાગે તવાઇ બોલાવી છે. તેમજ ઉદ્યોગપતિઓ પણ આઇટીની આંટીમાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. તમાકુના વેપારીઓ, સોનાના વેપારીઓ અને ફાઇનાન્સરો પર પણ તવાઇ બોલાવવામાં આવી છે. દિલ્હીની ટીમો રાજકોટ આવી હતી અને પછી એકસાથે ભાવનગરમાં ત્રાટકી હતી અને સુપર ઓપરેશન હાથ ધર્યું છે. દરોડા દરમિયાન મોટાપાયે કરચોરી ઝડપાઇ તેવી શક્યતા છે.
ગઈકાલે જે દરોડા પાડવામાં આવ્યા તે માત્ર કોઈ એક સ્થાન પૂરતા જ નહીં પરંતુ રાજ્ય વ્યાપી નરોડા હોવાનું માલુમ પડ્યું છે કારણ કે વલસાડમાં પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જ્યાં 544 કરોડના બેનામી વ્યવહારો પણ મળી આવ્યા.
વાપી વલસાડ અને સુરતની 16 જેટલી ટીમો આ દરોડામાં જોડાઈ હતી અને વલસાડના જાણીતા બિલ્ડર ગ્રુપ દીપેશ ભાનુશાળી પર દરોડા પાડવામાં આવ્યા. હજુ પણ આ તપાસ આગામી એક થી બે દિવસ ચાલે તો નવાઈ નહીં કેમકે કુલ જે દરોડા પાડવામાં આવ્યા છે તેમાં ખૂબ મોટા પ્રમાણમાં કરચોરી બહાર આવે તેવું હાલ વિભાગના સૂત્રો માની રહ્યા છે.
વલસાડમાં આવકવેરા વિભાગે મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.
જેમાં 544 કરોડોના બેનામી વ્યવહારો ઝડપાયા છે. વાપી ,વલસાડ અને સુરતની 16 ટિમો સર્ચમાં જોડાઈ હતી. અત્રે જણાવીએ કે, વલસાડના જાણીતા બિલ્ડર દીપેશ ભાનુશાળી રેડનું કેન્દ્ર બિંદુ છે. દીપેશ ભાનુશાળીને ત્યાંથી 100 કરોડના દસ્તાવેજો મળ્યા છે.
દીપેશના ભાગીદાર જગદીશ શેઠિયાના ત્યાંથી પણ 100 કરોડના બેનામી વ્યહારો મળ્યાની વિગતો છે. બિપિન બિલ્ડરને ત્યાંથી 50 કરોડ અને રાજેશ રાઠોડને ત્યાંથી 40 કરોડના દસ્તાવેજો જપ્ત કરાયા છે. એડવોકેટ વિપુલ કાપડિયાની ઓફિસ માંથી પણ 200 કરોડના વ્યહારો મળ્યા છે તો રાકેશ જૈનના ત્યાંથી 4 કરોડ તેમજ ઘોડાદરાને ત્યાંથી 20 કરોડના વ્યવહારો મળ્યા છે.

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
11:06 am, Jun 6, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm

Join our Whatsapp Group

Stay connected and engaged with our community by joining our WhatsApp group. Get the latest updates, connect with like-minded individuals, and be part of our vibrant discussions.

ગુજરાતનું પ્રથમ ડિજિટલ માધ્યમ, ‘રાજકોટ મિરર‘, જે તમને તમારી માતૃભાષામાં ન્યૂઝ અને મહત્વના મુદ્દાઓ પરના વિચારો પહોંચાડે છે. અહીં માત્ર સમાચાર નહીં, પરંતુ ગુજરાતના અનિવાર્ય પ્રશ્નો પર સ્પષ્ટ અભિપ્રાયો પ્રસ્તુત કરવામાં આવે છે. સત્તાના નિદ્રાધિન વલણોને સામસામે લાવે છે અને વિપક્ષની નકારાત્મકતાનો પડકાર આપે છે.

© RajkotMirror News All rights Reserved. Created by DreamCode Infotech