ક્યાંય નહિ તો તસ્કરીયઓ દાઉદી વ્હોરા સમાજના કબ્રસ્તાનમાં ઘુસ્યો: હાથ ઉંચા કરી દૂઆ કરી પછી ચોરી કરી!

વિડીયો વાયરલ થયો: ચોરની સમગ્ર ગતિવિધી કેદ થઇ: પોલીસ તપાસનો ધમધમાટ

રાજકોટ: અમુક ગુનેગારો એવા હોય છે જે ગુનો આચરતા પહેલા ભગવાનની માફી માંગતા હોય છે અથવા તો પુજા કે ઇબાદત કરતાં હોય છે. એક આવી જ ઘટના રાજકોટ શહેરમાં બની છે. જેમાં શહેરના ભાવનગર રોડ પર પટેલ વાડી સામે સોળ થંભી નજીક આવેલા આવેલા દાઉદી વ્હોરા સમાજના કબ્રસ્તાનના મજારના રૂમમાં ચોરીનો બનાવ બન્યો છે. અહિ ચોર ધીમેથી મજારવાળા રૂમમાં ત્રીકમ સાથે ઘુસી બાદમાં મજાર સામે બે હાથ ઉંચા કરી જાણે ચોરી કરી ઇબાદત કરતો, માફી માંગતો જોવા મળે છે. બાદમાં આ રૂમમાં જ આવેલી દાનપેટીને ત્રીકમથી તોડી ચોરી કરી ભાગી જાય છે. આ ચોરની સમગ્ર ગતિવિધી-ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે અને ઘટના વાયરલ થઇ છે. આ અંગે બી-ડિવીઝન પોલીસને કબ્રસ્તાનની દેખરેખ રાખતાં સમાજના આગેવાનોએ જાણ કરતાં તપાસ શરૂ થઇ છે. અગાઉ પણ આ પ્રકારની ચોરીઓ થઇ છે. જેમાં મંદિરોમાં ઘુસી ચોરી કરતાં પહેલા ચોર પગે લાગતો દેખાયો હતો. થોડા સમય પહેલા ભગવતીપરા ઓવર બ્રીજ નજીક મંદિરમાં ઘુસેલા ચોરે પણ પહેલા દર્શન કર્યા હતાં અને પછી ચોરી કરી હતી તેવો વિડીયો વાયરલ થયો હતો. આ વખતે કબ્રસ્તાનમાં ચોરે કળા કરી છે.

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
8:50 am, Jun 6, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm

Join our Whatsapp Group

Stay connected and engaged with our community by joining our WhatsApp group. Get the latest updates, connect with like-minded individuals, and be part of our vibrant discussions.

ગુજરાતનું પ્રથમ ડિજિટલ માધ્યમ, ‘રાજકોટ મિરર‘, જે તમને તમારી માતૃભાષામાં ન્યૂઝ અને મહત્વના મુદ્દાઓ પરના વિચારો પહોંચાડે છે. અહીં માત્ર સમાચાર નહીં, પરંતુ ગુજરાતના અનિવાર્ય પ્રશ્નો પર સ્પષ્ટ અભિપ્રાયો પ્રસ્તુત કરવામાં આવે છે. સત્તાના નિદ્રાધિન વલણોને સામસામે લાવે છે અને વિપક્ષની નકારાત્મકતાનો પડકાર આપે છે.

© RajkotMirror News All rights Reserved. Created by DreamCode Infotech