રાજકોટ ITનું નેટ કલેક્શન 2750 કરોડને પાર

4015.61 કરોડના લક્ષ્યાંક સામે આવકવેરા વિભાગની સ્થિતિ મજબૂત : 2500 કરોડથી વધુનુ અપાયુ રિફંડ

રાજકોટ, તા. 3
સરકારની આવકમાં હાલ ઉતરોતર વધારો થઈ રહ્યો છે તેમાં પણ આવકવેરા વિભાગ અને જીએસટી દ્વારા જે રિકવરી માટે જે ઝુંબેશ ચાલુ કરવામાં આવી છે તેને ધ્યાને લઈને એ વાત તો સ્પષ્ટ થઈ રહી છે કે જે રાજકોટ અથવા રાજ્યના અન્ય મુખ્ય શહેરોને જે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ દ્વારા લક્ષ્યાંક આપવામાં આવી રહ્યો છે તે લક્ષ્યાંકની પૂર્તિ કરવામાં હાલ રિકવરી ખૂબ વ્યાપક પ્રમાણમાં વધી રહી છે. બીજી તરફ 4015 કરોડના લક્ષ્યાંક નો પીછો કરતી રાજકોટ આવકવેરા વિભાગે હાલ 2750 કરોડથી વધુની રિકવરી કરી લીધી છે જેમાં કુલ 2500 કરોડથી વધુના રિફંડ આપવામાં આવ્યા છે જ્યારે રાજકોટ આઈટી નું ગ્રોસ કલેક્શન 5400 કરોડને પાર પહોંચ્યું છે. રાજકોટ આવકવેરા વિભાગના સંપર્ક સુત્રોના જણાવ્યા અનુસાર હાલ જે ટાર્ગેટ નિર્ધારિત કરવામાં આવ્યો છે તેની નજીક પહોંચવા હાલ તમામ પગલાંઓ લેવામાં આવી રહ્યા છે. ત્યારે માર્ચ એન્ડિંગ પૂર્વે રાજકોટ આવકવેરા વિભાગ ટાર્ગેટની નજીક પહોંચે તેવા સંજોગો પણ ઊભા થયા છે.
આંકડાકીય માહિતી અનુસાર કોર્પોરેટ ટેક્સ પેટે રાજકોટ વિભાગને ક્રોસ કલેક્શન જે છે તે 1500 કરોડથી વધુનું મળ્યું છે જ્યારે તેનું નેટ કલેક્શન 1150 કરોડથી વધુનું છે. બીજી તરફ આઈટી અને અધર એટલે કે અન્ય હેડ હેઠળ જે આવક થાય છે તે આંકડો પણ આશરે 1600 કરોડ જેટલો નોંધાયો છે અને તેમાં પણ જે રિફંડ આપવામાં આવેલું છે તે આંકડો પણ 2100 કરોડથી વધુનો છે જ્યારે ગ્રોસ કલેક્શન 3700 કરોડથી વધુનું હોવાનું હાલ સૂત્રોએ જણાવ્યું હતું. એટલે કહી શકાય કે કુલ 2750 કરોડના નેટ કલેક્શન સામે આશરે 2500 કરોડ જેટલું રિફંડ આપવામાં આવ્યું છે. મહત્વનું એ છે કે 2024 ની સ્થિતિએ નેટ કલેક્શન ની આવકમાં ચાલુ વર્ષમાં કુલ 33 ટકાનો ઉછાળો જોવા મળ્યો જે ખૂબ સારી બાબત કહી શકાય. હાલ જે વિગતો સામે આવી રહી છે તે મુજબ કોર્પોરેટ ટેક્સનો નેટ કલેક્શન 31 જાન્યુઆરી 2024 ની સ્થિતિએ 1049.12 કરોડ હતું, એવી જ રીતે આઈટી અને અધર હેડ હેઠળ આવતું નેટ કલેક્શન નો આંકડો 1085.98 કરોડ નોંધાયો હતો. તો સામે કુલ નેટ કલેક્શન 2135 કરોડ નોંધાયું હતું. એમાં કોર્પોરેટ ટેક્સમાં 283.37 કરોડનું રિફંડ આપવામાં આવ્યું. આઇટી અને અધર હેડમાં પણ 1955.28 કરોડનું રિફંડ આપવામાં આવ્યું છે એમ કુલ રિફંડ નો આંકડો 2238.65 કરોડ પહોંચ્યો હતો.બીજી તરફ સૂત્રોના જણાવ્યા અનુસાર 31 જાન્યુઆરી 2024 ની સ્થિતિએ જે ટાર્ગેટ આપવામાં આવ્યો હતો તેમાં ગ્રોસ કલેક્શનનો આંકડો 1332.49 કરોડ હતો જ્યારે આઇટી અને અધર હેડ હેઠળ 3041.26 કરોડ અને કુલ ગ્રોસ કલેક્શન 4373.75 કરોડ નોંધાયું હતું.
એવી જ રીતે આવકવેરા વિભાગના વિવિધ હેડ હેઠળ જે પ્રક્રિયા નોંધાય છે તેમાં નાણાકીય વર્ષ 2023 24 ની સ્થિતિએ એડવાન્સ ટેક્સ કલેક્શન 2678.84 કરોડ હતું જેની સામે ચાલુ નાણાકીય વર્ષમાં 3,000 કરોડને પાર પહોંચ્યું છે અને આશરે 13 ટકા જેટલી વૃદ્ધિ જોવા મળી છે. સેલ્ફ એસેસમેન્ટની જો વાત કરવામાં આવે તો આ હેડ હેઠળ ગત નાણાકીય વર્ષમાં નેટ કલેક્શન 1478. 51 કરોડ હતું જે વધીને 2091.35 કરોડ નોંધાયું અને તેમાં 41.45 ટકા વૃદ્ધિ જોવા મળી.
રેગ્યુલર એસેસમેન્ટ હેઠળ ગત નાણાકીય વર્ષમાં 101.87 કરોડ જેટલું નેટ કલેક્શન થયું હતું જે ચાલુ નાણાકીય વર્ષમાં 140 કરોડથી વધુનું છે અને તેમાં આશરે 38.96 ટકા જેટલી વૃદ્ધિ જોવા મળી છે. હાલની સ્થિતિને ધ્યાને લઇ જે રીતે રિકવરી ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે તેને ધ્યાને લેતા આગામી દિવસમાં જે આવકવેરા વિભાગનો ટાર્ગેટ બોર્ડ દ્વારા આપવામાં આવ્યો હતો તેની નજીક પહોંચવા માટે દરેક સંભવત પ્રયત્નો હાલ હાથ ધરવામાં આવી રહ્યા છે.

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
5:23 am, Jun 6, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm

Join our Whatsapp Group

Stay connected and engaged with our community by joining our WhatsApp group. Get the latest updates, connect with like-minded individuals, and be part of our vibrant discussions.

ગુજરાતનું પ્રથમ ડિજિટલ માધ્યમ, ‘રાજકોટ મિરર‘, જે તમને તમારી માતૃભાષામાં ન્યૂઝ અને મહત્વના મુદ્દાઓ પરના વિચારો પહોંચાડે છે. અહીં માત્ર સમાચાર નહીં, પરંતુ ગુજરાતના અનિવાર્ય પ્રશ્નો પર સ્પષ્ટ અભિપ્રાયો પ્રસ્તુત કરવામાં આવે છે. સત્તાના નિદ્રાધિન વલણોને સામસામે લાવે છે અને વિપક્ષની નકારાત્મકતાનો પડકાર આપે છે.

© RajkotMirror News All rights Reserved. Created by DreamCode Infotech