CM પટેલના હસ્તે ગિફ્ટ સિટીમાં ઇન્ડિયા એરક્રાફ્ટ લિઝિંગ એન્ડ ફાઇનાન્સિંગ સિસ્ટમનો પ્રારંભ

ગિફ્ટ સિટી એવિએશન ક્ષેત્ર માટે વિશ્વસનિય: રામમોહન

અમદાવાદ, તા. 7
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, ગ્લોબલ સપ્લાય ચેઈનમાં ગુજરાતના વધતા પ્રભાવને પરિણામે ગ્લોબલ ઓરીજીનલ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરર્સ (OEM) ગુજરાતમાં આકર્ષિત થયા છે. એટલું જ નહીં, ઉદ્યોગોને અનુકૂળ માહોલ, પોલીસી ડ્રીવન ગવર્નન્સ અને સ્કીલ્ડ વર્ક ફોર્સની સરળ ઉપલબ્ધિને કારણે મોટા એન્જિનિયરિંગ, ઓટો ઇન્ડસ્ટ્રીઝ અને એરોસ્પેસ સેક્ટરની કંપનીઝના એકમો રાજ્યમાં કાર્યરત થયા છે.
મુખ્યમંત્રી ગીફ્ટ સીટી ખાતે આયોજિત ઇન્ડિયા એરક્રાફ્ટ લિઝિંગ એન્ડ ફાઇનાન્સિંગ સમિટ-2025નો પ્રારંભ કરાવતા સંબોધન કરી રહ્યા હતા. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કિંજરાપુ રામમોહન નાયડુ, નાગરિક ઉડ્ડ્યન સચિવ વી વુલનમ, ગિફ્ટ સિટીના ચેરમેન ડો. હસમુખ અઢિયા, આઈ.એફ.એસ.સીના ચેરમેન કે રાજા રમણ સહિત એવિએશન એન્ડ એરક્રાફ્ટ ક્ષેત્રના અગ્રણીઓ આ સમિટના ઉદઘાટન સત્રમાં સહભાગી થયા હતા.
વડાપ્રધાનના નેતૃત્વમાં પાછલા દસકામાં એવીએશન ક્ષેત્રમાં મોટા બદલાવ આવ્યા છે અને ભારત એવીએશન ઈકોસિસ્ટમનું મજબૂત આધાર સ્તંભ બન્યું છે. દેશમાં મેન્ટેનન્સ, રીપેર અને ઓવરઓલ સર્વિસીસ MRO ઇન્ડસ્ટ્રીના વિકાસ માટે વિશેષ નીતિ પણ બનાવવામાં આવી છે. દેશનો સામાન્ય માનવી પણ વિમાનની યાત્રા કરી શકે તેવા અભિગમ સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ઉડાન યોજના શરૂૂ કરાવી છે.
દેશમાં એરપોર્ટ્સની સંખ્યા પણ બમણી થઈ છે અને હવે તો થ્રી ટીયર અને ટુ ટીયર સિટીઝ પણ એર કનેક્ટિવિટીથી જોડાયા છે. ગુજરાતને પાછલા બે અઢી દાયકાથી વડાપ્રધાનના નેતૃત્વ અને માર્ગદર્શનનો લાભ મળતો રહ્યો છે. તેમના દિશાદર્શનમાં રાજ્ય સરકાર એરપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વેગ આપી રહી છે.
રાજ્યમાં બે ઇન્ટરનેશનલ એરપોર્ટ સહિત 19 એરપોર્ટ કાર્યરત છે. તેમજ દેશના પહેલા ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટી ધોલેરામાં સ્ટેટ ઓફ ધ આર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે એરપોર્ટનું નિર્માણ થવાનું છે તેમ તેમણે જણાવ્યું હતું.
ગિફ્ટ સિટીમાં કાર્યરત આઈ.એફ.એસ.સી.એ. એરક્રાફ્ટ લિઝિંગ અને ફાઇનાન્સિંગની સુવિધાઓ એક જ છત્ર નીચે પૂરી પાડવાની ક્ષમતા ધરાવે છે. ભારતમાં આવનારા ગ્લોબલ એવીએશન લીડર્સ માટે આ સુવિધા ફાયદારૂૂપ થશે એવો વિશ્વાસ તેમણે દર્શાવ્યો હતો. કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી કિંજરાપુ રામમોહન નાયડુએ વિશ્વમાં ઇકોનોમિક પાવર હાઉસ તરીકે ઉભરી રહેલા ભારતના ગ્રોથ એન્જિન રાજ્ય ગુજરાતમાં યોજાઇ રહેલી આ સમિટને ઉપયુક્ત ગણાવી હતી.
ગિફ્ટ સિટી ભારતના એવિએશન સેક્ટર માટે વિશ્વસનીયતા, સહભાગીતા અને વિકાસ પ્રતિબદ્ધતા સાથેનું સ્પર્ધાત્મક એરક્રાફ્ટ લિઝિંગ હબ બનશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
દેશના વિકસી રહેલા એવીએશન સેક્ટરમાં ફાઇનાન્સિયલ ઇનોવેશન માટે એરક્રાફ્ટ લિઝિંગ એ ચાવીરૂૂપ બાબત છે.
આ દિશામાં વધુ આગળ વધવાના નિર્ધાર સાથે ભારત સરકારે કેટલાક ટેક્સ રેગ્યુલેટરી અને પોલિસી ઈનીસ્યેટીવઝ પણ લીધા છે તેમ તેમણે ઉમેર્યું હતું.
ગુજરાત સરકારે પણ IFSCAમાં સ્થપાનારા યુનિટસ અને એરક્રાફ્ટ જેવી મુવેબલ પ્રોપર્ટીના એક્વીઝેશન માટે સ્ટેમ્પ ડ્યુટી માફીની જાહેરાતથી આ સેક્ટરને મજબૂત ફાયદો કરાવ્યો છે એમ કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું.
તેમણે આ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો વિશેષ આભાર દર્શાવતા કહ્યું કે, આવા પ્રોત્સાહક પગલાઓને પરિણામે એરક્રાફ્ટ લિઝિંગમાં પ્રગતિ થઈ છે, 2020માં 20 એરક્રાફ્ટ લિઝિંગની સંખ્યા 23-24માં 67 થઈ છે.
એટલું જ નહીં, જાન્યુઆરી-2025 સુધીમાં 33 એરક્રાફ્ટ એન્ડ ફાઇનાન્સિંગ કંપનીઓએ ઈંઋજઈઅમાં રજીસ્ટ્રેશન કરાવ્યું છે.

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
3:03 am, Jun 6, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm

Join our Whatsapp Group

Stay connected and engaged with our community by joining our WhatsApp group. Get the latest updates, connect with like-minded individuals, and be part of our vibrant discussions.

ગુજરાતનું પ્રથમ ડિજિટલ માધ્યમ, ‘રાજકોટ મિરર‘, જે તમને તમારી માતૃભાષામાં ન્યૂઝ અને મહત્વના મુદ્દાઓ પરના વિચારો પહોંચાડે છે. અહીં માત્ર સમાચાર નહીં, પરંતુ ગુજરાતના અનિવાર્ય પ્રશ્નો પર સ્પષ્ટ અભિપ્રાયો પ્રસ્તુત કરવામાં આવે છે. સત્તાના નિદ્રાધિન વલણોને સામસામે લાવે છે અને વિપક્ષની નકારાત્મકતાનો પડકાર આપે છે.

© RajkotMirror News All rights Reserved. Created by DreamCode Infotech