આ છે મનપાની મહિલાઓને મહિલા દિન નિમિત્તે ભેટ

સૌરાષ્ટ્રનું એકમાત્ર મહિલા હોકર્સ ઝોન મરણપથારીએ

1 વર્ષથી વધુ સમયથી બંધ હોકર્સ ઝોન માટે પ્રતિમાસ વસૂલવામાં આવે છે ₹500 : અન્યાય સામે એક વખત નહીં અનેક વખત એસ્ટેટ વિભાગમાં કરવામાં આવી અરજી છતાં અધિકારીઓ દ્વારા અપાય છે ગોળગોળ જવાબ

રાજકોટ, તા. 7
સમગ્ર વિશ્વમાં આઠ માર્ચ એટલે કે મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે જેની પાછળનું મહત્વનું કારણ એ છે કે મહિલા દિવસ એટલે કે મહિલાઓ પુરુષ સમોવડી બને અને મહિલા ઉત્થાનના કાર્ય થાય તે માટે હાલ તમામ પગલાંઓ લેવામાં આવી રહ્યા છે અને વિવિધ ક્ષેત્રમાં મહિલાઓની એક અલગ જ ભાગીદારી જોવા મળે છે એટલું જ નહીં કહેવાતા અત્યંત કપરા ક્ષેત્રમાં પણ મહિલાઓ પોતાનો ડંકો વગાડી રહી છે. એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી લખપતિ દીદી ની યોજના બહાર પાડી તો બીજી તરફ મહિલાઓને જરૂૂરિયાતની તમામ ચીજ વસ્તુઓ મળતી રહે અને દરેક ક્ષેત્રમાં તેઓ આગવું સ્થાન સુનિશ્ચિત કરે તે માટેની યોજનાઓ પણ હાલ સરકાર બનાવે છે પરંતુ એક કરુણ દ્રશ્ય સામે આવ્યું છે જેમાં સૌરાષ્ટ્રની એકમાત્ર મહિલા હોકર્સ ઝોન ક્રિસ્ટલ મોલ ની સામે જ આવેલું છે તે અત્યંત બિસ્માર હાલતમાં છે. જેની પાછળનું સૌથી મોટું કારણ એ છે કે હાલ મહિલા હોકર્સ ઝોનમાં કુલ 18 થળા ઉભા કરવામાં આવ્યા અને જ્યારથી શરૂૂ થયું ત્યારથી માત્ર છ મહિના જ આ હોકર્સ ઝોન ચાલુ રહી શક્યું પરંતુ અપૂરતી સુવિધા ના કારણે મહિલાઓને ઘણી તકલીફ અને હાલાકી નો સામનો કરવો પડતો હતો જે બાદ સમયાંતરે 50% એટલે કે અમુક થળા કોર્પોરેશનને પરત સોંપી દેવામાં આવ્યા. પરંતુ વાત અહીં પૂર્ણ થતી નથી કારણ કે બાકી જે મહિલાઓ ના જે થડા છે તેનું તેઓ બંધનું ₹500 ભાડું ચૂકવે છે એટલું જ નહીં જે શોચાલયની વ્યવસ્થા મહિલાઓ માટે થવી જોઈએ તે પણ કરવામાં હાલ મહાનગરપાલિકા ઊણી ઉતરી છે. હવે જરૂૂરી એ છે કે આ અંગે કોઈ નક્કર પગલા લેવામાં આવે કારણ કે અનેકવિધ મહિલાઓનું માનવું છે કે આ અંગે તેઓએ મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગને એક વખત નહીં અનેક વખત રજૂઆત કરી પરંતુ તેમના દ્વારા જે જવાબ આપવામાં આવી રહ્યા છે તે યોગ્ય નથી ઊલટું તેઓ કોર્પોરેટર ઉપર જવાબદારીની ફેંકા ફેક કરે છે અને અંતે મહિલાઓએ આર્થિક નુકસાની નો સામનો પણ કરવો પડે છે.
આ વાસ્તવિકતા ને નિહાળી એ વાત તો સ્પષ્ટ છે કે મહિલા દિન નિમિત્તે જ મહિલા હોકર્સ ઝોન સંપૂર્ણ મરણ પથારીએ પડ્યું છે ત્યારે આ હોકર્સ ઝોનને કોણ સજીવન કરશે તે હવે જોવાનું રહ્યું. મહાનગરપાલિકા અનેકવિધ જટિલ કાર્યો કે જેમાં તેને પોતાની વાહ વાહ મળવાની હોય તેમાં દિલ દઈને કામ કરે છે અને પોતાની ક્રેડિટ પણ મેળવતી હોય છે પરંતુ જ્યાં જરૂૂરિયાતની વાત છે ત્યાં મહાનગરપાલિકા યોગ્ય કામગીરી કરતું નોહવાનું વધુ એક ઉદાહરણ સામે આવ્યું છે. ક્રિસ્ટલ મોલ ની સામે આવેલા મહિલા હોકર્સ ઝોનમાં હાલ ધંધો કરવો કે કેમ તે પણ સૌથી મોટો પ્રશ્ન છે કારણ કે ધૂળ ધમા બનેલું મહિલા હોકર્સ ઝોનમાં યોગ્ય શોચાલયની પણ વ્યવસ્થા નથી ઊલટું મહિલાઓએ પોતાના સ્વખર્ચે જે થડા આપવામાં આવ્યા છે તેમાં ખાના બનાવ્યા કારણકે દરરોજ માલ સામાનની અવાર-જવર કરાવી તે ખર્ચાળ પુરવાર થઈ શકે પરંતુ યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે છેલ્લા ઘણા સમયથી આ મરણપથારીએ પડેલી છે ત્યારે હવે રાજાપાટ માંથી મહાનગરપાલિકા બહાર આવે અને મહિલા દિવસ નિમિત્તે મહિલાઓ માટે કોઈ સારું કાર્ય કરે તે જરૂૂરી છે હા એમાં કોઈ શંકા નથી કે આજના દિવસ માટે તમામ મહિલાઓને જે બીઆરટીએસ અને સીટી બસમાં મુસાફરી નિશુલ્ક બનાવી છે પરંતુ ત્યારે પુરુષ સમોવડી અને મહિલા ઉત્થાન ની વાત થતી હોય ત્યારે જે વ્યવસાય મહિલાઓ કરે તેમાં કોઈ અડચણ ન થાય તે મહાનગરપાલિકાએ વિચાર કરવો ખૂબ જરૂૂરી છે અને હાલની જે દયનીય સ્થિતિ જોવા મળી છે તેમાં કોઈ નક્કર પગલા લેવામાં આવે ને ફરી મહિલા હોકર્સ ઝોન શરૂૂ થાય અને મહિલાઓ કમાતી થાય તે દિશામાં મનપા પગલા ભરે તેવું હાલ તજજ્ઞ જણાવી રહ્યા છે.

એક થી પાંચમાં 500 રૂૂપિયા ભરવાના નહીંતર પ્રતિ દિવસ ₹100 પેનલ્ટી
એસ્ટેટ વિભાગની દાદાગીરી મહિલા હોકર્સ ઝોન માટે સામે આવી છે કારણ કે અહીં બંધ હોકર્સ ઝોન માટે પણ મહિલાઓ પ્રતિમાસ ₹500 ભરી રહી છે એટલું જ નહીં નિયમ પણ એટલા સારા બનાવ્યા છે કે જો મહિલા એક થી પાંચ તારીખમાં પોતાની રકમની ભરપાઈ ન કરે તો છઠ્ઠા દિવસથી પ્રતિ દિવસ ₹100 પેનલ્ટી પણ વસૂલવામાં આવી રહી છે અને આ પેનલ્ટીની ભરપાઈ અનેકવિધ મહિલાઓએ કરી હોવાનું પણ માલુમ પડ્યું છે.
જે સમયે હોકર્સ ઝોન શરૂૂ હતું ત્યારે શોચાલય માટે પેટ્રોલ પંપમાં જવું પડતું
મહિલા હોકર્સ ઝોનમાં શૌચાલયની યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે ત્યાં વ્યાપાર કરતી મહિલાઓએ બાજુમાં આવેલા પેટ્રોલ પંપમાં સૌચાલયનો ઉપયોગ કરવો પડતો આ અંગે અનેકવિધ વખત મહાનગરપાલિકાને રજૂઆત પણ કરવામાં આવી પરંતુ કોઈ પણ પ્રકારે ઉડાવ જવાબ આપી તેમની માંગણી અને રજૂઆતને ઉડાડી દેવાથી હાલ મહિલા હોકર્સ ઝોનમાં સૌચાલય બનાવવાનું કામ છેલ્લા ચાર મહિનાથી ચાલી રહ્યું છે છતાં તે કામ પૂર્ણ થયું નથી જવાબદારી કોની તે સૌથી મોટો પ્રશ્ન

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
2:12 am, Jun 6, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm

Join our Whatsapp Group

Stay connected and engaged with our community by joining our WhatsApp group. Get the latest updates, connect with like-minded individuals, and be part of our vibrant discussions.

ગુજરાતનું પ્રથમ ડિજિટલ માધ્યમ, ‘રાજકોટ મિરર‘, જે તમને તમારી માતૃભાષામાં ન્યૂઝ અને મહત્વના મુદ્દાઓ પરના વિચારો પહોંચાડે છે. અહીં માત્ર સમાચાર નહીં, પરંતુ ગુજરાતના અનિવાર્ય પ્રશ્નો પર સ્પષ્ટ અભિપ્રાયો પ્રસ્તુત કરવામાં આવે છે. સત્તાના નિદ્રાધિન વલણોને સામસામે લાવે છે અને વિપક્ષની નકારાત્મકતાનો પડકાર આપે છે.

© RajkotMirror News All rights Reserved. Created by DreamCode Infotech