વીરપુર આવી જલારામ બાપાની માફી માંગતા જ્ઞાનપ્રકાશ

રાજકોટ મિરર, તા.7
જલારામબાપા વિષે એલફેલ બોલી જ્ઞાનપ્રકાશ સ્વામીએ વિવાદનો મધપૂડો છેડતા સૌરાષ્ટ્ર – ગુજરાતના રઘુવંશી સમાજે આ સ્વામીને માફી માંગવા વીરપુર બોલાવ્યા હતા. લોહાણા સમાજની પ્રારમ્ભિક આવી માંગને નજર અંદાજ કરવા સ્વામીએ પ્રયાસ કર્યો હતો પણ વિરોધ વંટોળ એવો હતો કે તેમાં ના તણાવાનું મુનાશીબ માની આજે આ સ્વામી વીરપુર જલારામ દોડી આવ્યા હતા અને પોતાના નિવેદન બદલ માફી માંગી હતી. સૌરાષ્ટ્રની સુપ્રસિદ્ધ જગ્યા વિરપુરનાં સંત જલારામ બાપાને લઈને વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી જ્ઞાનપ્રકાશ દ્વારા કરેલા નિવેદન પર વિવાદ થયો હતો. તેમની આ ટિપ્પણી મુદ્દે રઘુવંશી સમાજ સહિત જલારામ બાપાનાં ભક્તોમાં રોષ વ્યાપ્યો હતો અને રઘુવંશી સમાજે જ્ઞાનપ્રકાશ સ્વામીને વિરપુર જલારામ મંદિરે આવી માફી માંગવા અલ્ટિમેટમ આપ્યું હતું. ત્યારે હવે આ મામલે જ્ઞાનપ્રકાશ સ્વામીને વિરપુર જલારામ મંદિરે આવીને માફી માંગી છે.સંત જલારામ બાપાને લઈને કરેલી ટિપ્પણી મુદ્દે વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના જ્ઞાનપ્રકાશ સ્વામીએ વિરપુર જલારામ બાપાની જગ્યાએ આવીને માફી માંગી છે. મંદિરનાં પાછલા બારણેથી નંબર પ્લેટ વગરની કારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે જ્ઞાનપ્રકાશ સ્વામી વિરપુરમાં પહોંચ્યા હતા. આ પૂર્વે તેમણે મીડિયા સમક્ષ તેમજ વીડિયો જાહેર કરીને માફી માંગી હતી પરંતુ તેમ છતાં વિવાદ શમ્યો નહોતો.

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
7:19 pm, Jul 23, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm