થાંભા બાબા થાંભા : કેનેડા જવું છે તો રોકાઈ જાવ, જવું જોખમી

ક્નસ્લટંટો દ્વારા વસૂલવામાં આવે છે તોતિંગ ફી સામે સફળતાનો રેશિયો માત્ર 20 ટકા જ: ભારત-કેનેડાના રાજદ્વારી સંબંધોમાં ખટાશ આવતા જ કેનેડા જવું અત્યંત જોખમી

રાજકોટ, તા. 18
વિદેશ અભ્યાસ એટલું જ નહીં વિદેશમાં કામ કરવા માટેની ઘેલછા ભારતીયોમાં સૌથી વધુ જોવા મળતી હોય છે અને તેમાં પણ જ્યારે ગુજરાત પ્રદેશની જો વાત કરવામાં આવે તો ગુજરાતના નવ યુવાનો વિદેશ અભ્યાસ અર્થે અથવા તો સેટલ થવા માટે કેનેડા જવાનું વધુ પસંદ કરે છે પરંતુ હાલની જે સાંપ્રત પરિસ્થિતિ જોવા મળી રહી છે તેને જોતા એ વાત સ્પષ્ટ છે કે હવે કેનેડા જાવું અત્યંત જોખમી બની ગયું છે અને તેમાં પણ જ્યારે ભારતીય ત્યાં પહોંચે છે તો તેઓને ઘણી ખરી યાતના નો સામનો કરવો પડે છે. કેનેડામાં કામ કરતા અનેકવિધ લોકોનું માનવું છે કે હાલ જે નવા લોકો કેનેડા આવી રહ્યા છે તેમના માટે અહીં વસવાટ કરવો ખૂબ જ કપરો છે એટલું જ નહીં હાલ ત્યાં કોસ્ટ ઓફ લિવિંગ એ હદે વધી ગયું છે કે માત્ર ખાવા પીવા માટેનો જ ખર્ચો નીકળી શકે. વર્ષ 2019 ની સ્થિતિએ આજે કેનેડામાં રહેવું ખૂબ મુશ્કેલ થયું છે કારણ કે ખર્ચનું પ્રમાણ બમણું થઈ જતા સ્થાનિક ભારતીયો કે જે કેનેડામાં વસવાટ કરે છે તેઓ પણ હાલ થાકી ગયા છે.
ભારત અને કેનેડાના જે રાજદ્વારી સંબંધો માં જે ખટાશ આવી છે તેના કારણે લાંબાગાળા માટે ભારતીયો કે જે કેનેડા આવા માંગતા હોય તેમના માટે એ દિવસો હવે સારા એટલે કે સરળ રહ્યા નથી જેની ભવિષ્યમાં ઘણી મોટી અસર આવશે. બીજી તરફ વિદ્યાર્થીઓમાં હાલ ઘેલછા નું પ્રમાણ પણ વધ્યું છે અભ્યાસ અર્થે કેનેડા જવા માટે જે તેમને હાવ કંગાળ કરી મૂકે છે. કારણ કે વિદ્યાર્થીઓ કે અભ્યાસ અર્થે જનારા લોકોનું માનવું છે કે હવે કેનેડામાં જવું હોય તો યોગ્ય ક્ધસલ્ટન્ટ ને સાથે રાખીને જ આગળ વધવામાં આવે તો તેઓને કોઈ તકલીફ પડી શકે તેમ નથી કારણકે હવે રાજદ્વારી ગતિવિધિઓ જે તીવ્ર ગતિથી આગળ ચાલી રહી છે તેને જોતા ભારતીયો માટે કેનેડા હાલના તબક્કે સંપૂર્ણ અનસેફ ક્ધટ્રી તરીકે પ્રસ્થાપિત થયું છે.
વિદેશ જઇ વધુ કમાવાની લાલ છે વિદ્યાર્થીઓને ઘણી ખરી માઠી અસરનો સામનો કરવો પડે છે . ત્યારે અહીં આવતા વિદ્યાર્થીઓએ પણ ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે કારણ કે ઘણા ખરા એવા ક્ધસલ્ટન્ટ છે કે જે પોતાના હિત અને સ્વાર્થ માટે વિદ્યાર્થીઓનું ભવિષ્ય ધૂંધળું કરી નાખે છે અને તેઓ સાથે છેતરપિંડી પણ આચરવામાં આવે છે. જાણીતા ક્ધસલ્ટન્ટ ના જણાવ્યા અનુસાર જે પણ વ્યક્તિ અથવા તો વિદ્યાર્થી કેનેડા અભ્યાસ અર્થે જવા માંગતું હોય તેઓએ હાલ થોડા સમય માટે રાહ જોવી હિતાવહ છે કારણ કે અત્યારની જે પરિસ્થિતિ ઊભી થઈ છે તે જોતાં હાલ ભારતીયો માટે કેનેડા સંપૂર્ણ અંશેફ માનવામાં આવે છે. છેલ્લા એક દસકામાં કેનેડામાં ભારતીયોની સંખ્યામાં જબ્બર ઉછાળો આવ્યો છે અને આ ઉછાળા પાછળનું કોઈ કારણ હોય તો તે ગુજરાતીઓનો ગાડરિયો પ્રવાહ.

ભારતીય રાજદૂતો વતન પરત ફરતા હવે નવા પીઆર અથવા તો વિઝા મેળવવા ખૂબ કપરા
રાજકોટના અને હાલ કેનેડામાં રહેતા એક યુવાને માહિતી આપતા જણાવ્યું હતું કે હાલ ભારત અને કેનેડા વચ્ચે જે રાજદ્વારી સંબંધોમાં જે ખટાશ આવી છે તેને જોતા હવે ભવિષ્યમાં આ પરિસ્થિતિ ક્યારે શાંત પડશે તેનો કોઈ અંદાજો નથી એટલું જ નહીં ભારતીય રાજદુતો એટલે કે ભારતીય એમ્બેસી વતન પરત ફરતા હાલ વિઝા તથા પી.આર મેળવવા ઘણા કપડાં બની ગયા છે માત્ર ડોક્યુમેન્ટેશન કરવા માટેની જ કામગીરી હાલ ચાલુ છે. ત્યારે હવે આ પરિસ્થિતિ ક્યારે સુધરશે તે તો આવનારો સમય જણાવશે પરંતુ એ વાત સ્પષ્ટ છે કે હાલ ભારતીયો માટે કેનેડામાં રહેવું ખૂબ કપરું છે.

અમુક ક્ધસલ્ટન્ટ સત્ય હકીકત નહીં માત્ર પોતાનો નફો રળવા માટે ભારતીયોને મોકલે છે કેનેડા
રાજકોટના જાણીતા ક્ધસલ્ટન્ટે માહિતી આપતા જણાવ્યું હતું કે કેનેડા લઈ જવા માટે જે ક્ધસલ્ટન્ટ મહેનત કરે છે તે વિદ્યાર્થીઓને સત્ય હકીકત નહીં માત્ર પોતાનો નફો રળવા માટે કેનેડા મોકલી આપે છે અને તોતિંગ ફી લઈ જે તે વ્યક્તિને કેનેડા તો મોકલવામાં આવે છે પરંતુ ત્યાં જઈ તેમનું ભવિષ્ય સંપૂર્ણ અંધકારમય બની જતું હોય છે. આ વાતની ગંભીરતાને ધ્યાને લઈ હવે કેનેડા જવું ખૂબ કપરું બની ગયું છે બીજી તરફ ક્ધસલ્ટન્ટ દ્વારા 20 થી 25 લાખ રૂપિયા જે તે વ્યક્તિ પાસેથી લઈ કેનેડા મોકલવામાં આવે છે સામે માત્ર 20 ટકા લોકોના જ વર્ગ વિઝા માન્ય રખાય છે જે સ્પષ્ટ સૂચવે છે કે કેનેડા જવા માટે હાલ ક્ધસલ્ટન્ટ દ્વારા જે ગેરરીતિઓ આચારવામાં આવી છે તેનાથી વિદ્યાર્થીઓ ને ઘણી મુશ્કેલીનો પણ સામનો કરવો પડે છે.

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
11:48 pm, Jun 5, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm

Join our Whatsapp Group

Stay connected and engaged with our community by joining our WhatsApp group. Get the latest updates, connect with like-minded individuals, and be part of our vibrant discussions.

ગુજરાતનું પ્રથમ ડિજિટલ માધ્યમ, ‘રાજકોટ મિરર‘, જે તમને તમારી માતૃભાષામાં ન્યૂઝ અને મહત્વના મુદ્દાઓ પરના વિચારો પહોંચાડે છે. અહીં માત્ર સમાચાર નહીં, પરંતુ ગુજરાતના અનિવાર્ય પ્રશ્નો પર સ્પષ્ટ અભિપ્રાયો પ્રસ્તુત કરવામાં આવે છે. સત્તાના નિદ્રાધિન વલણોને સામસામે લાવે છે અને વિપક્ષની નકારાત્મકતાનો પડકાર આપે છે.

© RajkotMirror News All rights Reserved. Created by DreamCode Infotech