ત્રણ વર્ષમાં કરેલા ગુન્હાઓને ધ્યાને લઈ તૈયાર કરાયું લિસ્ટ : એકથી વધુ ગુના હોય અને આરોપી જામીન પર હોય તો તેના જામીન રદ કરવા હુકમ
ગેરકાયદે દબાણ ઉપર ફરી વળશે બુલડોઝર : બેનામી મિલકત થશે ફ્રીઝ
રાજકોટ તા. 18
સમગ્ર રાજ્યમાં હાલ જે રીતે ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે અને જે રીતે કાયદા વ્યવસ્થાના અનેક વિકટ પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે ત્યારે આ વાતની ગંભીરતાને ધ્યાને લઈ રાજ્યના પોલીસ વડા દ્વારા આદેશ કરવામાં આવ્યો અને 100 કલાકમાં એક યાદી તૈયાર કરવા માટે એક આદેશ કરવામાં આવ્યો જેમાં વિવિધ વિસ્તારોમાં વસવાટ કરતા અસામાજિક તત્વો તથા ખૂંખાર અને હિસ્ટ્રી સિટરોના ગુનાહિત સહિતની માહિતી તૈયાર કરવા નું જણાવ્યું છે ત્યારે શહેર અને જિલ્લાના વિવિધ પોલીસ મથકો દ્વારા આ પ્રકારના આરોપીઓની યાદી તૈયાર કરી નાખવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે એટલું જ નહીં આગામી નજીકના સમયમાં આ યાદી જાહેર પણ કરવામાં આવશે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ છેલ્લા ત્રણ વર્ષમાં 1 થી વધુ ગુના આચરવામાં આવ્યા હોય તે ગુનેગાર નું નામ લિસ્ટમાં રાખવામાં આવ્યું છે જેમાં વિવિધ પ્રકારના ગુના જેવા કે હત્યા, હત્યાનો પ્રયાસ, મિલકત સંબંધી ગુનાઓ સહિત અન્ય અનેક ગુનાઓ માં જે કોઈ આરોપીઓની સંડોવણી ખુલી હોય તેની પણ યાદી તૈયાર કરાઈ છે.
બીજી તરફ ગેરકાયદે જે બાંધકામ હોય તેને પણ તોડી પાડવા માટેના આદેશો કરવામાં આવ્યા છે સાથોસાથ બેંક વિગત પણ તપાસવામાં આવશે અને જેમાં અપ્રમાણ સર બેંક મૂડી સામે આવશે તો તેને ફ્રીઝ કરાશે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આરોપીઓ વિરુદ્ધ ગુજ્સીટોક, પાસા સહિતની કલમ હેઠળ કાર્યવાહી કરી જેલમાં ધકેલવામાં આવશે અથવા તો કોઈ આરોપી જામીન પર હોય અને તેના વિરોધ વધુ પડતા ગુના હોય તો તે આરોપીના તમામ જામીનને પણ રદ કરવાની કાર્યવાહી કરવા માટે રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. ત્યારે શહેરમાં અને જિલ્લામાં લોકોની સુરક્ષા અને સલામતી જળવાઈ રહે તે માટે હવે પોલીસ દ્વારા નક્કર પગલાઓ લેવામાં આવશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી. મળતી માહિતી મુજબ આવારા તત્વો કે જેઓ જાહેર સ્થળોએ ભય ફેલાવતા હોય અથવા તો લુખ્ખાગીરી કરતા હોય તો તે અંગેની માહિતી આપવા માટે ક્રાઈમ બ્રાન્ચે ૂવફતિંફાા નંબર પણ જાહેર કર્યો છે જેમાં પોલીસ માહિતી આપનારની ઓળખ ગુપ્ત રાખશે. જે નંબર આપવામાં આવ્યો છે તે વ્હોટસએપ મો. નં.6359629896 આ છે.
શહેરની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ગેંગે માહિતી આપવામાં આવી છે કે હાલ રાજ્ય સરકાર અને સ્થાનિક પ્રશાસન સામાજિક તત્વો વિરુદ્ધ ખાસ ઝુંબેશ હાથ દરસે અને તે મુજબની જ કામગીરી કરવામાં આવશે જેથી ભવિષ્યમાં કોઈ પણ લોકોને હેરાનગતિનો સામનો ન કરવો પડે બીજી તરફ લોકોને પણ પોલીસ વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે કે તેઓ આગળ આવી આ પ્રકારના જે આ વાળા તત્વો છે તેના વિરુદ્ધ માહિતી આપે.
વધુમાં તેઓએ જણાવ્યું કે આ અંગે પોલીસ ગોપનીયતાનું ચુસ્ત પાલન કરશે એટલું જ નહીં હાલ આ પ્રકારના તત્વો સમક્ષ યોગ્ય કાર્યવાહી કરવા માટે પણ હાલ એક વિશેષ તખતો તૈયાર કરવામાં આવ્યો છે કારણ કે છેલ્લા દિવસોમાં જે રીતે ઘટનાઓ ઘટી અને શહેર અને જિલ્લામાં જે શાંતિ અંગે ઘણા પ્રશ્નો ઊભા થયા તેને નિવારવા માટે હાલ સુરક્ષા વિભાગ દરેક સંભવત પ્રયત્નો હાથ ધરશે.
