96.96 લાખનો સાયબર ફ્રોડ ભાવનગર-અમરેલીના ચાર શખ્સો ઝડપાયા

ફેક આઈડી બનાવી શેર માર્કેટની ટિપ્સ આપી છેતરપિંડી કરતા હતા : સાયબર ક્રાઈમ પોલીસે દબોચી લીધા : રિમાન્ડ પર લેવા તજવીજ

રાજકોટ મિરર તા.23
શહેરમાં શેર માર્કેટના ઇન્ટ્રા ડે ટ્રેડિંગની ટિપ્સ આપી ફેક વેબસાઈટમાં એકાઉન્ટ ખોલાવી રાજકોટના યુવાન સાથે રૂૂ.96,96, 740ની છેતરપિંડી કરનારા ચાર શખ્સોને સાયબર ક્રાઇમ પોલીસે ઝડપી લીધા છે. હવે ચારેયને રિમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરાઈ છે.
પ્રાપ્ત વિગત મુજબ પેટ્રિયા હોટલ સામે એરપોર્ટ રોડ પર રહેતા કુણાલભાઈ જયંતીભાઈ ચાંદ્રાને તા.27/11/2024ના રોજ ઈન્સ્ટાગ્રામ શેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ બાબતે રીયલ જોતા એક ડઝઇ ૠકઘઇઅક કઝઉ નામની ઇન્વેસ્ટમેન્ટ કંપનીની જાહેરાત હોતા લિંક પર ક્લિક કરતા વેબસાઈટ ખુલી હતી અને આ વેબસાઈટમાં અજાણ્યા નંબર પરથી રજીસ્ટ્રેશન કરવા જણાવ્યું હતું.
તેમાં આધાર કાર્ડ, પાનકાર્ડ, ઈમેલ વગેરેની માહિતી અપલોડ કરવી ફરજિયાત હતી અને વેબસાઇટ પર રોકાણ કરવાની શરૂૂઆત કરી હતી. આ સાઈટ દ્વારા ઇન્ટ્રાડે ટ્રેડિંગ ટીપ્સ આપવામાં આવતી હતી અને સારામાં સારો પ્રોફિટ થતો હોવાનું તેમની વેબસાઈટમાં બતાવતા હતા. આ ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે વેબસાઈટના સર્વિસ ઓપ્શનમાં ક્લિક કરવાથી વેબસાઈટ ખુલી ગઈ હતી અને ડિપોઝિટ પેટે ઓનલાઈન આરટીજીએસના માધ્યમથી બેંક એકાઉન્ટમાં જમા કરતા હતા ત્યારબાદ થોડા સમય ટ્રેડિંગ કરી આ વેબસાઈટ પર એકાઉન્ટમાં રૂૂ.3000ના પ્રોફિટ થતા હતા. તે નાણા બેંક એકાઉન્ટમાં જમા થઈ ગયા હતા.
આમ પૈસા ઉપાડવા પ્રયત્ન કરતા નીચે જણાવ્યું હતું કે આરબીઆઇના રૂૂલ્સ પ્રમાણે પહેલા તમારે એક અમાઉન્ટનો ટેક્સ ભરવો પડશે.
આવી રીતે ભ્રામક વાતો જણાવાઈ હતી. છતાં લોભિયા હોય ત્યાં ધુતારા ખાટી જાય તે કહેવત મુજબ ફરિયાદી યુવાને રૂૂપિયા 96,97,740 ટેક્સ ભર્યા બાદ પણ પ્રોફિટની રકમ ખાતામાં જમા થઇ ન હતી અને ત્યારબાદ તેમની સાથે ફ્રોડ થયાનું જાણવા મળતા આ અંગે સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઇ હતી.
રાજકોટ શહેર પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા તથા અધિક પોલીસ કમિશ્નર મહેંદ્ર બગરીયા, નાયબ પોલીસ કમિશ્નર કાઇમ અને સ્પેશીયલ બ્રાંચ ડો.પાર્થરાજસિંહ ગોહીલ, ઇન્ચાર્જ મદદનીશ પોલીસ કમીશ્નર સી.એમ પટેલ એ રાજકોટ શહેરના નાગરીકો સાથે થયેલ સાયબર ફોડના કીસ્સામા આરોપીઓને પકડી પાડવા આદેશો આપ્યા હતા.
જે અન્વયે ફર્સ્ટ પી.આઈ જે.એમ કેલા, પી.આઈ. બી. બી. જાડેજા માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઈમ પો.સ્ટે.ની ટીમ કાર્યરત હતી. જે અંગે સાઈબર પોલીસે સાયબર ફ્રોડના નાણા ફેરવતા 4 શખ્શોને ઝડપી પાડ્યા હતા. જેમાં ભાવનગરના પકડાયેલા ત્રણ શખ્શોમાં ભીમનગર મફતનગર દીપક ચોકની આગળ આનંદ નગર રોડ પર રહેતો રાજુ ઉર્ફે મેમરી વજુભાઈ સોલંકી, ભાવનગર ઘોઘા જકાતનાકા જય શ્રી ભવનની બાજુમાં ક્રિષ્ના સોસાયટીમાં રહેતો યુવરાજસિંહ મહેશભાઈ મોરી, ગાયત્રી પાર્ક સોસાયટી પાંજરાપોળ પાસે રહેતો કિશોર ઉર્ફે ક્રીશ કાબાભાઈ ઉલ્વા, તેમજ મૂળ પીપળવા અને હાલ અમરેલીના લાઠી રોડ પર રહેતા વિજય વજુભાઈ ધનવાણિયાને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ ઉપરાંત વધુ જાણવા મળ્યું હતું કે આ શખ્શો એ શ્રી રામ એન્ટરપ્રાઈઝ નામની પેઢી ઉભી કરી હતી.
અને તેના પ્રોપરાઈટર તરીકે રાજુ ઉર્ફે મેમરી સોલંકી, યુવરાજસિંહ મોરી, કિશોર ઉર્ફે ક્રીશ ઉલ્વા આઈ.ડી.એફ.સી. ફર્સ્ટ બેંકમાં કરંટ એકાઉન્ટ ખોલાવામાં મદદ કરીને એકાઉન્ટમાં ફ્રોડના નાણા આવે અને વિજય ધનવાણીયાને આપી કરંટ બેંક એકાઉન્ટમાં સાઈબર ફ્રોડના નાણા દ્વારા ટ્રાન્જેક્સન કરતા હોવાનું સામે આવ્યું હતું.
સાયબર ફોર્ડ કરતી ચાર શખ્સની ટોળકીને પકડી લેવા પી.આઈ. બી.બી. જાડેજા, પી.એસ.આઈ. પી.જી.આલ, હેડ.કોન્સ.યજુર્વેન્દ્રસિંહ ડી. જાડેજા, કોન્સ. પૃથ્વીરાજસિંહ આર. જાડેજા, કિશોરસિંહ પી.ઝાલા, લોક રક્ષક કિશોરભાઈ કે. રંગાણી દ્વારા કરવામાં આવી હતી.

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
6:28 pm, Jun 5, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm

Join our Whatsapp Group

Stay connected and engaged with our community by joining our WhatsApp group. Get the latest updates, connect with like-minded individuals, and be part of our vibrant discussions.

ગુજરાતનું પ્રથમ ડિજિટલ માધ્યમ, ‘રાજકોટ મિરર‘, જે તમને તમારી માતૃભાષામાં ન્યૂઝ અને મહત્વના મુદ્દાઓ પરના વિચારો પહોંચાડે છે. અહીં માત્ર સમાચાર નહીં, પરંતુ ગુજરાતના અનિવાર્ય પ્રશ્નો પર સ્પષ્ટ અભિપ્રાયો પ્રસ્તુત કરવામાં આવે છે. સત્તાના નિદ્રાધિન વલણોને સામસામે લાવે છે અને વિપક્ષની નકારાત્મકતાનો પડકાર આપે છે.

© RajkotMirror News All rights Reserved. Created by DreamCode Infotech