ટેકાના ભાવે ઘઉં ખરીદી અંગે કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયા રાજકોટમાં

વર્ચ્યુઅલ બેઠકમાં રાજ્યના તમામ જિલ્લા અધિકારીઓ સાથે કરી ચર્ચા : કેન્દ્ર પર ખરીદી, ખેડૂતો માટે વ્યવસ્થાઓની તૈયારીઓ અંગે કરી સમીક્ષા

રાજકોટ, 23 માર્ચ
ભારત સરકારના ગ્રાહક સુરક્ષા, ખાદ્ય અને જાહેર વિતરણ વ્યવસ્થાના રાજ્યકક્ષાના મંત્રી નિમુબેન બાંભણિયાએ રાજકોટની કલેકટર કચેરી ખાતેથી ગુજરાતના તમામ જિલ્લા અધિકારીઓ સાથે વર્ચ્યુઅલ બેઠક યોજી ઘઉંની ટેકાના ભાવની ખરીદી અંગેની તૈયારીઓ વિશે સમીક્ષા કરી હતી.
મંત્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, આ વર્ષે સમગ્ર ગુજરાતમાં અંદાજે 42 લાખ મેટ્રિક ટન ઘઉં ઉત્પાદન થવાની સંભાવના છે,જેમાંથી 12 લાખ મેટ્રિક ટન ગુજરાતની જનતાને રાશન માટે જરૂૂર પડે છે ત્યારે ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરી કેન્દ્ર સરકાર સમગ્ર રાષ્ટ્રના 80 કરોડ જરૂૂરિયાતમંદ નાગરિકોને નિ:શુલ્ક રાશન વિતરણ દ્રારા ઘઉં પહોંચાડશે. આ માટે મંત્રીએ ગુજરાતના તમામ જિલ્લા અધિકારીઓને વધુને વધુ ખેડૂતો ઘઉંના વેચાણ અર્થે નોંધણી કરાવે તે માટે તકેદારી લેવા જણાવ્યું હતું. સાથે જ ખેડૂતો સરળતાથી નોંધણી કરાવી શકે, પોતાની જણસી નજીકના કેન્દ્ર પર વેચવા માટે જઈ શકે અને જો તેમને નોંધણી સમયે દસ્તાવેજને લગત કોઈ પ્રશ્ન થાય તો તેનું તાત્કાલિક નિરાકરણ લાવી તેમને તમામ સુવિધાઓ પૂરી પાડવા મંત્રીએ અધિકારીઓને તાકીદ કરી હતી.
મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં ગરમીના કારણે જો ઘઉંનું સંકોચન થાય અને તેની ગુણવત્તામાં કંઈ ફેરફાર થાય તો ગુણવત્તા અંગેના સુધારા સાથે પણ કેન્દ્ર સરકાર માર્ગદર્શિકા બહાર પાડી ઘઉંની ટેકાના ભાવની ખરીદી ચાલુ રાખશે તેમજ કોઈપણ જિલ્લા ખાતે ખેડૂતોને ઘઉંના વેચાણ અર્થે વધુ દૂરના કેન્દ્ર પર આવવું પડતું હોય તો તેમની નજીકના નવા કેન્દ્રો શરૂૂ કરવા માટે પણ મંત્રીએ જિલ્લાધિકારીઓને જણાવ્યું હતું. અન્ન નાગરિક પુરવઠા નિગમ દ્વારા ખરીદ પ્રક્રિયા સુચારૂૂરૂૂપે થાય તે માટે તમામ જિલ્લામાં જિલ્લા કક્ષા તેમજ તાલુકા કક્ષાએ સમિતિઓ બનાવવામાં આવી છે. તમામ ખરીદ કેન્દ્રો પર ખરીદ અધિકારી, ગુણવત્તાની ચકાસણી માટે ગ્રેડરની નિમણૂંક કરવામાં આવી છે. કેન્દ્રો પર વજન કાંટા, ગ્રેડિંગ બુક, ભેજમાપક યંત્ર, ગુણવત્તા ચકાસણી અંગેની કીટસ, ડનેજ શીટ, બાયોમેટ્રિક ડિવાઇસ, જણસીને સંગ્રહિત કરવા બારદાન, મજૂરોની વ્યવસ્થાઓ, ખેડૂતો માટે છાંયડા, બેઠક તથા પાણીની વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, મંત્રી બાંભણિયાએ રાજકોટ જિલ્લાના પડધરી ખાતેથી ઘઉંની ટેકાના ભાવની ખરીદીનો શુભારંભ કરાવ્યો હતો, જેમાં કેન્દ્ર ખાતે પ્રથમ દિવસે જ 250 ક્વિન્ટલ ઘઉંની ખરીદી કરવામાં આવી હતી. હાલમાં ગુજરાત રાજ્યમાં કુલ 218 ખરીદ કેન્દ્રો પર ઘઉંની ટેકાના ભાવની ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાંથી 193 જિલ્લા પુરવઠા ગોડાઉન ખરીદ કેન્દ્રો તેમજ 25 એ.પી.એમ.સી.ખરીદ કેન્દ્રો ખાતે ઘઉંની ટેકાના ભાવની ખરીદીની કામગીરી આગામી તા.31 મે 2025 સુધી કરવામાં આવશે.આ બેઠકમાં કેન્દ્રીય પુરવઠા વિભાગના જોઈન્ટ સેક્રેટરી સી.શિખા, સેક્રેટરી જાગૃતિ, ગુજરાત સરકારના સેક્રેટરી આર. મીણા, અન્ન નાગરિક પુરવઠા નિગમના મેનેજિંગ ડાયરેક્ટર મયુર મહેતા, કલેકટર પ્રભવ જોશી,અધિક નિવાસી કલેકટર એ.કે.ગૌતમ, જિલ્લા પુરવઠા અધિકારી રાજેશ્રી વંગવાણી, દેવેન ગોહિલ તથા અન્ય જિલ્લા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
6:27 pm, Jun 5, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm

Join our Whatsapp Group

Stay connected and engaged with our community by joining our WhatsApp group. Get the latest updates, connect with like-minded individuals, and be part of our vibrant discussions.

ગુજરાતનું પ્રથમ ડિજિટલ માધ્યમ, ‘રાજકોટ મિરર‘, જે તમને તમારી માતૃભાષામાં ન્યૂઝ અને મહત્વના મુદ્દાઓ પરના વિચારો પહોંચાડે છે. અહીં માત્ર સમાચાર નહીં, પરંતુ ગુજરાતના અનિવાર્ય પ્રશ્નો પર સ્પષ્ટ અભિપ્રાયો પ્રસ્તુત કરવામાં આવે છે. સત્તાના નિદ્રાધિન વલણોને સામસામે લાવે છે અને વિપક્ષની નકારાત્મકતાનો પડકાર આપે છે.

© RajkotMirror News All rights Reserved. Created by DreamCode Infotech