જિ.પં.નું 1091 કરોડનું બજેટ મંજૂર

ખાસ સામાન્ય સભામાં શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે થઈ બોલાચાલી : મહિલા સભ્યોને પુરુષોની સરખામણીમાં મળશે વધુ ગ્રાન્ટ

રાજકોટ તા. 24
ગઈકાલે રાજકોટ જિલ્લા પંચાયતની સામાન્ય સભા મળી હતી જેમાં નવા વર્ષનું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું અને નવી યોજનાઓ સાથે છ થી વધુ ઠરાવો પણ કરવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ જિલ્લા પંચાયતની આ ખાસ સામાન્ય સભામાં પ્રશ્નોત્તરીમાં તું તું મે મે જેવી ઘટનાઓ પણ ઘટી હતી ત્યારબાદ બજેટ સહિતની દરખાસ્તો પણ ચર્ચામાં લેવામાં આવી હતી ત્યારે નવા નાણાકીય વર્ષ માટે 22 કરોડનું સ્વભંડોળ સહિત કુલ 1091.64 કરોડ નું બજેટ કરવાનું મતે મંજૂર કરવામાં આવ્યું હતું. વિવિધ વિકાસ કામો માટે 10.80 કરોડ, શ્રેષ્ઠ ગ્રામ પંચાયતની પસંદગી સ્પર્ધા માટે 22 લાખ રૂૂપિયા, વિચરતી જાતિના સંતાનોના શિક્ષણ માટે 20 લાખ રૂૂપિયા, સગર્ભા માતાઓની તપાસ અને સારવાર સહાય માટે દસ લાખ રૂૂપિયા, કુપોષણ અભિયાન ક્ષેત્રે 32 લાખ, તળાવ બંધારણ નેહરો માટે 35 લાખ તથા વરસાદી પાણીના સંગ્રહ માટે 25 લાખ રૂૂપિયાની જોગવાઈ જે કરવામાં આવી હતી તેને બહાલી આપવામાં આવી છે.
અત્યાર સુધી સ્વભંડોળની ગ્રાન્ટમાં પુરુષો અને મહિલાઓને સમાન રકમ આપવામાં આવતી હતી પરંતુ હવે મહિલા સભ્યોને પુરુષ સભ્યો કરતાં એક લાખ વધુ ગ્રાન્ટ આપવાની ખાસ જોગવાઈ પર મંજૂરીની મહોર લગાવવામાં આવી છે. ઉપરાંત નવા વર્ષની સભ્યોની ગ્રાન્ટમાંથી સભ્ય દીઠ એક લાખ મેળવીને સરકારી આરોગ્ય કેન્દ્રમાંથી જન્મ લેતી બાળકીની માતાઓ માટે મમતા કીટ આપવાની જોગવાઈ પણ કરવામાં આવી છે. મહત્વનું એ છે કે નવા વર્ષમાં જિલ્લા પંચાયતના પ્રમુખને મળતી વિશેષ ગ્રાન્ડ માંથી પાંચ લાખ રૂૂપિયા ફાળવીને જિલ્લા પંચાયત કચેરીએ જન સુવિધા કેન્દ્ર ઊભું કરવામાં આવશે જેથી ગ્રામ્ય વિસ્તારના લોકો માટે આધાર કાર્ડ, રાશનકાર્ડ અને આયુષ્યમાન કાર્ડ જેવી વધારાની કામગીરી થઈ શકે.
બીજી મહત્વની જે દરખાસ્ત કરવામાં આવી તેમાં રાજકોટ જિલ્લાના જે 600 ગામડાઓ છે તેમાં એક એક તળાવ બનાવવા માટે 150 કરોડની ગ્રાન્ટની સરકાર પાસે માંગ કરતો ઠરાવ કરવામાં આવ્યો હતો જે યોજના ભૂતપૂર્વ પ્રમુખ ભુપત બોદરે સૂચવી હતી. આ સિવાય જિલ્લાભરના તમામ ગામોમાં ગૌચર સરકારી ખરાબા, ગામ તળમાં દબાણ થયા હોય તો તેનો સરપંચ તલાટી મારફતે સર્વે કરાવવા ઠરાવ કરવામાં આવ્યો હતો એટલું જ નહીં દરેક ગામમાં પશુ-પંખી માટે પાણીની વ્યવસ્થા કરવાનો ઠરાવ પણ કરવામાં આવેલો છે. સામાન્ય સભામાં એક કલાકની જે પ્રશ્નોત્તરી થઈ હતી તેમાં 23 પ્રશ્નો મૂકવામાં આવ્યા હતા ત્યારે સભ્યો દ્વારા વહીવટી તંત્ર પર ધોશ બોલાવવામાં આવી હતી.
એટલું જ નહીં. પૂર સહાયમાં જસદણના ઘણા ખરા ગામોને વંચિત રાખવામાં આવ્યા હોવાનો મુદ્દો મનસુખ સાકરીયા દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો એટલું જ નહીં સરકારી પોર્ટલ પરથી ખરીદી મોંઘી પડતી હોવાનું પણ ધ્યાન દોરવામાં આવ્યું હતું ત્યારે બજેટ જેવી મહત્વની દરખાસ્ત હોવાથી પ્રશ્ન કરી અધવચ્ચે અટકાવવા શાસક સભ્યો દ્વારા રજૂઆત થતા જ વાતાવરણમાં ગરમાવો જોવા મળ્યો હતો. સામાન્ય સભામાં મનરેગાનું 18.27 લાખનું બજેટ મંજુર કરવામાં આવ્યું હતું. તેમાં 13 લાખ લેબર માટેનાં હતા.3000 થી વધુ કામ અંદાજાયા છે. જીલ્લાનાં તમામ 11 તાલૂકા આ બજેટમાં આવી જાય છે.

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
5:28 pm, Jun 5, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm

Join our Whatsapp Group

Stay connected and engaged with our community by joining our WhatsApp group. Get the latest updates, connect with like-minded individuals, and be part of our vibrant discussions.

ગુજરાતનું પ્રથમ ડિજિટલ માધ્યમ, ‘રાજકોટ મિરર‘, જે તમને તમારી માતૃભાષામાં ન્યૂઝ અને મહત્વના મુદ્દાઓ પરના વિચારો પહોંચાડે છે. અહીં માત્ર સમાચાર નહીં, પરંતુ ગુજરાતના અનિવાર્ય પ્રશ્નો પર સ્પષ્ટ અભિપ્રાયો પ્રસ્તુત કરવામાં આવે છે. સત્તાના નિદ્રાધિન વલણોને સામસામે લાવે છે અને વિપક્ષની નકારાત્મકતાનો પડકાર આપે છે.

© RajkotMirror News All rights Reserved. Created by DreamCode Infotech