વકફ બીલને લઈ સંસદમાં ધમાસાણ

NDAઅને વિપક્ષી પક્ષો વચ્ચે હોબાળો : રિજિજુએ કહ્યું કે પાછલી યુપીએ સરકારે વક્ફ કાયદામાં ફેરફારો કર્યા હતા અને તેને અન્ય કાયદાઓથી ઉપર રાખ્યો હતો, તેથી તેમાં નવા સુધારા કરવાની જરૂૂર

લોકસભામાં સંખ્યાની દ્રષ્ટિએ NDA મજબૂત સ્થિતિમાં : 293 સાંસદો સાથે, જ્યારે બિલ પસાર કરવા માટે 272 મતોની જરૂર

નવીદિલ્હી, તા. 2
કેન્દ્રીય લઘુમતી બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ બુધવારે ચર્ચા અને પસાર કરવા માટે લોકસભામાં વક્ફ (સુધારા) બિલ, 2025 રજૂ કર્યું હતું. હવે આગામી આઠ કલાક સુધી તેના પર ચર્ચા થવાની અપેક્ષા છે. આ અંગે શાસક ગઉઅ અને વિપક્ષી પક્ષો વચ્ચે ગરમાગરમ ચર્ચા અને હોબાળો થવાની શક્યતા છે. બિલ રજૂ કરતી વખતે, રિજિજુએ કહ્યું કે પાછલી યુપીએ સરકારે વક્ફ કાયદામાં ફેરફારો કર્યા હતા અને તેને અન્ય કાયદાઓથી ઉપર રાખ્યો હતો, તેથી તેમાં નવા સુધારા કરવાની જરૂૂર છે.
ગૃહમાં વિપક્ષી પક્ષો પર નિશાન સાધતા રિજિજુએ કહ્યું કે તમે એવા મુદ્દાઓ પર લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો જે વકફ બિલનો ભાગ નથી. તમને જણાવી દઈએ કે ઉંઉઞ, ઝઉઙ અને ચિરાગ પાસવાનની લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ) જેવા ગઉઅ સાથી પક્ષોએ પણ સરકારને ટેકો આપવાની જાહેરાત કરી છે. બીજી તરફ, વિપક્ષી ગઠબંધન ’ભારત’ આ બિલનો જોરદાર વિરોધ કરવા તૈયાર છે. કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી અને અન્ય વિપક્ષી પક્ષોએ તેને બંધારણની વિરુદ્ધ અને લઘુમતીઓના અધિકારો પર હુમલો ગણાવ્યો છે. ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે પણ બિલ સામે દેશવ્યાપી વિરોધ પ્રદર્શનની અપીલ કરી છે. લોકસભામાં સંખ્યાની દ્રષ્ટિએ ગઉઅ મજબૂત સ્થિતિમાં છે, 293 સાંસદો સાથે, જ્યારે બિલ પસાર કરવા માટે 272 મતોની જરૂૂર છે.
શાસક ભાજપની આગેવાની હેઠળના ગઉઅ અને વિપક્ષી ઇન્ડિયા એલાયન્સ પક્ષો વચ્ચે સર્વસંમતિના કોઈ સંકેતો ન હોવાથી, અંતિમ પરિણામ ગૃહમાં બહુમતી સંખ્યાના આધારે નક્કી થઈ શકે છે. મંગળવારે ઈન્ડિયા એલાયન્સે એકતા દર્શાવી અને સંસદમાં વક્ફ (સુધારા) બિલનો વિરોધ કરવા માટે સંયુક્ત વ્યૂહરચના પર ચર્ચા કરી. વિવાદાસ્પદ બિલ પર રણનીતિની ચર્ચા કરવા માટે વિપક્ષી પક્ષોએ સંસદ ભવનમાં એક બેઠક યોજી હતી. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે અને કેસી વેણુગોપાલ, સમાજવાદી પાર્ટીના નેતા રામ ગોપાલ યાદવ, એનસીપી નેતા સુપ્રિયા સુલે, તૃણમૂલ કોંગ્રેસના કલ્યાણ બેનર્જી અને અઅઙના સંજય સિંહ આ બેઠકમાં સામેલ થયા હતા. ડીએમકેના ટીઆર બાલુ, તિરુચી સિવા અને કનિમોઝી, આરજેડીના મનોજ કુમાર ઝા, સીપીઆઈ(એમ)ના જોન બ્રિટાસ, સીપીઆઈના સંધોષ કુમાર પી, આરએસપીના એનકે પ્રેમચંદ્રન અને વાઈકો પણ બેઠકમાં હાજર હતા.

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
8:13 am, Jul 23, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm