જર્મનીથી ભેજાબાજે મોકલ્યો હતો રાજકોટની હોટેલોને ઉડાવી દેવાની ધમકીનો ઈ-મેઈલ

સાયબર ક્રાઈમ પોલીસ આઈપી એડ્રસ પરથી મૂળ સુધી પહોચી વિદેશ મંત્રાલયની મદદ માગી આગળ વધારી તપાસ

રાજકોટ મિરર, તા.28

શહેરની 10 હોટેલ્સને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી બાદ સાયબર ક્રાઈમ પોલીસે ઊંડી તપાસ કરતા ધમકીભરેલા ઈ-મેઈલ જર્મનીથી મોકલાયા હોવાનું બહાર આવ્યું છે. આઈપી એડ્રસના આધારે મળેલી આટલી વિગતો એકત્રિત કરીને સાયબર ક્રાઈમ પોલીસે માઈક્રોસોફ્ટ કંપની અને વિદેશ મંત્રાલયની મદદ માંગીને આગળની તપાસ હાથ ધરી છે. 

શનિવારે સવારે રાજકોટની અલગ અલગ 10  હોટેલોમાં બોમ્બ મુકાયા હોવાનો ઈમેઈલ મળતા દોડધામ મચી ગઈ છે. ક્રાઈમ બ્રાંચ, એસઓજી સાથે બોમ્બ સ્કવોડ  અને ડોગ સ્કોડે સઘન ચેકીંગ હાથ ધર્યુ હતું. હોટેલના દરેક રૂમ તેમજ રેસ્ટોરન્ટ અને કિચનમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. ડેનકોક 101  એફ એટ આઉટલૂક.કોમ’ નામના ઈમેઈલ મારફતે રાજકોટની અલગ અલગ 10 હોટેલોમાં બોમ્બ મુકાયાની જાણ કરવામાં આવી હતી. રાજકોટ શહેર પોલીસ મથક વિસ્તારમાં આવતી 9  અને ગ્રામ્ય પોલીસ વિસ્તારમાં આવેલ હોટલ સિઝન્સ ઉપરાંત ઈમ્પેરિયલ પેલેસ, હોટેલ ગ્રાન્ડ રેજન્સી, હોટેલ સયાજી, ભાભા, સેન્ટોસા, એલીમેન્ટ, હોટલ જ્યોતિ, બીકોન અને હોટેલ પેરેમાઉન્ટ ઈનમાં તપાસ કર્યા બાદ કશુ સંકાસ્પદ મળ્યુ ન હતું. આ મામલે સાયબર ક્રાઈમની ટીમે તપાસ શરૂ કરી છે. સાયબર ક્રાઈમે આ ઈમેઈલ બાબતે તપાસ કરતા જર્મનીના આઈપી એડે્રસથી આ ઈમેઈલ આવ્યો હોય જેથી હવે આ મામલે વધુ વિગતો મેળવવા માટે રાજકોટ સાયબર ક્રાઈમ પોલીસે માઈક્રોસોફ્ટ કંપની અને વિદેશ મંત્રાલયને ઈમેઈલ કરી આઈપી એડે્રસની વધુ માહિતી આપવામાટે ઈમેઈલ કર્યો છે. પ્રથમ વખત માઈક્રોસોફ્ટ કંપનીએ રાજકોટ પોલીસના ઈમેઈલનો કોઈ જવાબ આપ્યો નથી. હવે વિદેશ મંત્રાલયની મદદથી બીજો ઈમેઈલ મોકલવામાં આવ્યો છે. અને આ બન્ને ઈમેઈલ બાદ હવે માઈક્રોસોફ્ટ કંપની તરફથી જે ડેટા રાજકોટ પોલીસને આપવામાં આવશે. તેનું એનાલીસીસ કરીને આગળની તપાસ કરવામાં આવશે.

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
10:30 pm, Jun 5, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm

Join our Whatsapp Group

Stay connected and engaged with our community by joining our WhatsApp group. Get the latest updates, connect with like-minded individuals, and be part of our vibrant discussions.

ગુજરાતનું પ્રથમ ડિજિટલ માધ્યમ, ‘રાજકોટ મિરર‘, જે તમને તમારી માતૃભાષામાં ન્યૂઝ અને મહત્વના મુદ્દાઓ પરના વિચારો પહોંચાડે છે. અહીં માત્ર સમાચાર નહીં, પરંતુ ગુજરાતના અનિવાર્ય પ્રશ્નો પર સ્પષ્ટ અભિપ્રાયો પ્રસ્તુત કરવામાં આવે છે. સત્તાના નિદ્રાધિન વલણોને સામસામે લાવે છે અને વિપક્ષની નકારાત્મકતાનો પડકાર આપે છે.

© RajkotMirror News All rights Reserved. Created by DreamCode Infotech