`આલ્કોહોલ ડિટેક્શન ડોગ’ની પોલીસ બોર્ડમાં એન્ટ્રી

આલ્કોહોલ ડિટેક્શન ડોગ `આદ્રેવ’ની મદદથી ગુજરાતનો સૌ પ્રથમ પ્રોહિબિશન કેસ રાજકોટમાં નોંધાયો

તાલીમ પૂર્ણ થયેલા આદ્રેવે રાજકોટની ઢેબર કોલોની ખાતે એક મકાનમાંથી દારૂ બનાવવા વપરતો ઠંડો આથો શોધી કાઢ્યો

રાજકોટ, તા. 31

રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયના માર્ગદર્શન હેઠળ આલ્કોહોલ ડિટેક્શન માટે ગુજરાત પોલીસના સિનિયર ડોગ ટ્રેનિંગ ક્નસલ્ટન્ટ દ્વારા `આદ્રેવ’ને ખાસ તાલીમ અપાઈ છે. બૂટલેગરો દ્વારા ઘર, ગાડી કે જમીનમાં ક્યાંય પણ સંતાડી રાખવામાં આવેલા આલ્કોહોલને આ તાલીમબદ્ધ ડોગ શોધી લેશે.

આલ્કોહોલ કે તેને સંલગ્ન કોઇ સામગ્રીની સુગંધ પરખતા જ ડોગ પગના પંજા મારીને કે બાર્કીંગથી ડોગ હેન્ડલરને આલ્કોહોલ અંગે સંકેત આપી દેશે. ગુજરાત પોલીસે રાજ્યમાં આલ્કોહોલ ડિટેક્શન માટે એક ડોગને ખાસ તાલીમ આપીને બૂટલેગરો દ્વારા યુક્તિપૂર્વક સંતાડેલા આલ્કોહોલને પકડવા માટે તૈયાર કર્યો છે. આ આલ્કોહોલ ડિટેક્શન ડોગ `આદ્રેવ’ની મદદથી ગુજરાતનો સૌ પ્રથમ પ્રોહિબિશન કેસ તાજેતરમાં રાજકોટમાં નોંધાયો છે.

રાજ્યના પોલીસ વડા  વિકાસ સહાયના માર્ગદર્શન હેઠળ આલ્કોહોલ ડિટેક્શન માટે ગુજરાત પોલીસ હસ્તકની નરોડા સ્થિત ડોગ ટ્રેનિંગ સ્કુલ ખાતે પોલીસના સિનિયર ડોગ ટ્રેનિંગ ક્નસલ્ટન્ટ કર્નલ ચંદનસિંહ રાઠોડ દ્વારા આદ્રેવને ખાસ તાલીમ આપવામાં આવી છે. 9 માસની તાલીમ પૂર્ણ કરીને પાસ થયેલા આદ્રેવે તાજેતરમાં રાજકોટની ઢેબર કોલોની ખાતે એક મકાનમાંથી દારૂ બનાવવા વપરતો ઠંડો આથો શોધી કાઢ્યો છે.

રાજકોટની ભક્તિનગર પોલીસે આદ્રેવને જ્યા અગાઉ પ્રોહિબિશનના કેસો થયા હોય તેવા ઢેબર કોલોની મફતીયાપરા ખાતે લઇ જવામાં આવ્યો હતો. જ્યા એક મહિલાના ઘરમાંથી ઠંડો આથો શોધી આદ્રેવે તેના ડોગ હેન્ડલરને ઘરમાં સંતાડવામાં આવેલા સંદિગ્ધ મુદ્દામાલ અંગે સંકેત આપ્યો હતો. જેને આધારે આ મકાનમાંથી મુદ્દામાલ પકડી પાડી મહિલા સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. નોંધનીય બાબત છે કે, `આદ્રેવ’ ડોગ એ પ્રથમ આલ્કોહોલ ડિટેક્શન ડોગ છે, જે બૂટલેગરો દ્વારા ઘર, ગાડી કે જમીન સહિત કોઇપણ સ્થળે યુક્તિપૂર્વક ક્યાંય પણ સંતાડી રાખવામાં આવેલા આલ્કોહોલને શોધી લેશે. આલ્કોહોલ કે તેને સંલગ્ન કોઇ સામગ્રીની સુગંધ પરખતા જ ડોગ પગના પંજા મારીને કે બાર્કીંગથી ડોગ હેન્ડલરને આલ્કોહોલ અંગે સંકેત આપી દેશે. ગુજરાત પોલીસ તેનો મહત્તમ ઉપયોગ કરશે.

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
11:47 pm, Jun 5, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm

Join our Whatsapp Group

Stay connected and engaged with our community by joining our WhatsApp group. Get the latest updates, connect with like-minded individuals, and be part of our vibrant discussions.

ગુજરાતનું પ્રથમ ડિજિટલ માધ્યમ, ‘રાજકોટ મિરર‘, જે તમને તમારી માતૃભાષામાં ન્યૂઝ અને મહત્વના મુદ્દાઓ પરના વિચારો પહોંચાડે છે. અહીં માત્ર સમાચાર નહીં, પરંતુ ગુજરાતના અનિવાર્ય પ્રશ્નો પર સ્પષ્ટ અભિપ્રાયો પ્રસ્તુત કરવામાં આવે છે. સત્તાના નિદ્રાધિન વલણોને સામસામે લાવે છે અને વિપક્ષની નકારાત્મકતાનો પડકાર આપે છે.

© RajkotMirror News All rights Reserved. Created by DreamCode Infotech