દોઢ કરોડનું સોનુ ચોરવા ટોળકીનો ગજબનો પ્લાન: થયો પર્દાફાશ

જેમાં ચોરી કરવી હતી એ ફેક્ટરીની રેકી કરી દોઢ મહિના પહેલા એક સાગરીત નોકરીમાં જોડાયો પછી સમગ્ર કાવતરાની યોજના ઘડી કાઢી

પોલીસે સીસીટીવી ફૂટેજને આધારે ટીમો બનાવી: એક શકમંદ નજરે ચડ્યો અને બીજા પાંચ પણ પકડાઇ ગયા

રાજકોટ: ગુનેગારો કોઇપણ ગુનો આચરે ત્યારે કોઇને કોઇ ભુલ તો કરતાં જ હોય છે. વળી ગુનેગારો ગમે તેટલા સાતીર હોય પોલીસ ધારે તો તેને ગમે ત્યાંથી શોધી કાઢતી હોય છે. એક આવી જ મોટી ઘટનાનું ડિટેક્શન કરવામાં પોલીસને સફળતા મળી હતી. એક ફેક્ટરીમાંથી દોઢ કરોડનું સોનુ ચોરાઇ ગયું હતું. પડકારરૂપ એવી આ ઘટનામાં પોલીસે ટીમો બનાવી તપાસ કરી છ શખ્સોને દબોચી લેતાં પુછતાછમાં ચોંકાવનારી વિગતો ખુલી હતી. એક શખ્સ તો આ ફેક્ટરીમાં જ નોકરી કરતો હતો. ચોરી કરવા માટે દોઢ મહિના પહેલા ફેક્ટરીઓની રેકી કરી હતી. જે પૈકી એક ફેક્ટરીને પસંદ કરી તેમાં એક સાગરીત નોકરીમાં જોડાઇ ગયો હતો. બાદમાં અંદરની ભુગોળ સહિતની વિગતો એકઠી કરી યોજના બનાવી હતી અને બીજા પાંચ સાગ્રીતો સાથે મળી પ્લાનને અંજામ આપ્યો હતો. જો કે પોલીસે તમામને દબોચી લીધા હતાં.
ઘટનાની વિગતો પર નજર કરીએ તો મહિધરપુરામાંગત ઓક્ટોબર માસમાં સોનાની ફેક્ટરીમાંથી 1822 ગ્રામ રિફાઇન પાઉડર ફોર્મનું 24 કેરેટ સોનાની ચોરી થઈ હતી. આ ચોરીને ઉત્તર પ્રદેશમાં ધોરણ આઠથી દસ ચોપડી ભણેલા છ શખ્સોએ અંજામ આપ્યો હતો. જેમાં એક આરોપી ફેક્ટરીમાં કર્મચારી હતો અને તેણે ચોરીની વખતે ફેક્ટરીની બહાર વોચ રાખી હતી, બાકીના પાંચ અંદર ઘુસ્યા હતાં. આરોપીઓએ દોઢ મહિના પહેલા ચોરીની યોજના ઘડી હતી અને એક કરોડ પિસ્તાલીસ લાખનું સોનુ ચોર્યું હતું. સારા પ્રમાણમાં સોનુ બે ત્રણ દિવસ ફેક્ટરીમાં રહે છે, તેની ટીપ કંપનીના કર્મીએ આપી હતી. દોઢ મહિના પહેલા જ કંપનીમાં નોકરીએ લાગેલા કર્મચારી સહિત છ લોકો ધરપકડ કરી છે. આરોપીઓ અગાઉ રિફાઇનિંગ ફેક્ટરીમાં કામ કરી ચૂક્યા છે, જેથી તેમને તમામ પ્રોસિજરની માહિતી હતી.
વધુ વિગતો પર નજર કરીએ તો વસ્તાદેવડી રોડ ખાતે જીનવાલા ઉદ્યોગ બિલ્ડિંગમાં મેજરીયા જ્વેલર્સ -ાઇવેટ લિમિટેડના રિફાઇનિંગ વિભાગમાં અલગ-અલગ કેરેટના સોના અને 24 કેરેટ સોનાને રિફાઇન કરવામાં આવે છે પરંતુ, તારીખ 27 ઓક્ટોબરના રોજ ફેક્ટરીના રિફાઇનિંગ વિભાગમાં મૂકવામાં આવેલા સોનાની ચોરી કરવામાં આવી હતી. રિફાઇનિંગ વિભાગની છતના વેન્ટિલેશન માટે લગાડવામાં આવેલા એક્ઝોસ્ટ ફેનની જગ્યા તોડી ગોલ્ડ રિફાઇનિંગ વિભાગમાં -વેશ કરી અલગ-અલગ વેપારીઓનું અલગ-અલગ કેરેટના સોનામાંથી પ્યોરીફિકેશન થઈ ગયેલા ફોર્મનું સોનુ જે સ્ટરલાઈઝ થવા માટે અલગ-અલગ બીકર તથા ડોલોમાં રાખવામાં આવ્યું હતું. તેની ચોરી કરવામાં આવી હતી. 1822 ગ્રામ રિફાઇનિંગ પાઉડર ફોર્મનું 24 કેરેટ સોનુ જેની હાલની આશરે કિંમત 1.45 કરોડ રૂપિયા છે તેની ચોરી થઈ હતી. ચોરીની ઘટનાને અંજામ આપ્યા બાદ ચોર નાસી ગયા હતા.
મસમોટી ચોરીની ઘટના જાહેર થતાં પોલીસે અલગ-અલગ ટીમ બનાવીને તપાસ હાથ ધરી હતી, સાથે સીસીટીવી ફૂટેજની પણ તપાસ કરી હતી. તપાસ દરમિયાન પોલીસને કંપનીના એક કર્મચારી પર શંકા ગઈ હતી. તેની પૂછપરછ કરતા કર્મચારી અનુ કુમાર નીસાદે જણાવ્યું હતું કે, તેણે અન્ય છ લોકો સાથે મળીને ફેક્ટરીમાં ચોરી કરી હતી. આરોપીઓ સોનાની અલગ અલગ રિફાઇનરીઓમાં સુરત તેમજ મુંબઈ ખાતે કામ કરતા હતા. જેથી કાચા સોનાને ચોવીસ કેરેટનું સોનુ તૈયાર કરવાની સંપૂર્ણ પ્રોસિજર થી માહિતી ગાર પણ હતા. તમામ આરોપીઓ કોઈ સોનાની રિફાઇનરીમાં વધુ -માણમાં સોનાનો સ્ટોક આવે ત્યાંથી ચોરી કરવાનો છેલ્લા એક મહિનાથી પ્લાન બનાવી સોનાની અલગ અલગ રિફાઇનરીઓમાં રેકી કરી મહીધરપુરા ખાતે આવેલા મેઝરીયા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડની કંપનીને ટાર્ગેટ બનાવ્યા હતા. આ માટે આરોપી દોઢ મહિના પહેલા જ અહીં નોકરી કરવા માટે પણ આવ્યો હતો.
જે પૈકી એક આરોપી અનુકુમાર મેઝરિયા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના રિફાઇનરી વિભાગમાં નોકરી કરતો હતો, જેને આ કંપનીમાં વધુ પ્રમાણમાં સોનું આવે ત્યારે જાણ કરવાનું હતું. તેણે યોજના પ્રમાણે અન્ય આરોપીઓને અંગે જાણ કરી હતી. જેથી તેઓએ છવ્વીસમી ઓક્ટોબરના રોજ મેઝરિયા જ્વેલર્સ -ાઇવેટ લિમિટેડના રિફાઇનરી વિભાગમાં વધુ પ્રમાણમાં સોનામાંથી પ્યોરીફિકેશન થઈ ગયેલા પાઉડર ફોર્મનું સોનુ જે સ્ટર્લાઇસ થવા માટે અલગ અલગ બીકર અને ડોલોમાં પડ્યું હતું, તેને ચોરી કરવા માટેની યોજના બનાવી. ચોરી કરવાનો પ્લાન બનાવી આરોપી અનુકુમારે ટીપ આપી હતી. તેથી તમામ આરોપીઓ ચોરી કરવા માટે દિવસ દરમિયાન એન્ટ્રી એક્ઝિટના રસ્તાઓ ચેક કરી હતી. રાત્રિના સમયે મેઝરિયા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડના પાછળના ભાગેથી આવી ઝાડ ઉપરથી કંપનીના છતાં ઉપર આવી છત ભાગે વેન્ટિલેશન માટે લગાડવામાં આવેલા એક્ઝોસ્ટ ફેનની જગ્યા તોડ્યો હતો. ત્યારબાદ ગોલ્ડ રિફાઇનિંગ વિભાગમાં -વેશ કર્યો હતો અને ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો.
ડિટેક્શનની આ સમગ્ર ઘટના વિશે ડીસીપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે, આરોપી અનુ કુમાર દોઢ મહિના પહેલા જ ફેક્ટરીમાં નોકરી પર આવ્યો છે. તેને જાણકારી હતી કે અહીં મોટા પ્રમાણમાં સોનું આવે છે. જે અંગે તેણે અન્ય સાથીદારોને પણ જાણ કરી હતી અને તેઓએ ફેક્ટરીમાં ચોરી કરવા માટે યોજના બનાવી હતી. આરોપી અનુ વીસ વર્ષનો છે અને મૂળ ઉત્તર પ્રદેશના સુલતાનપુરનો રહેવાસી છે. અન્ય આરોપી સોનું બિંદ સુરસારના ડભોલી વેડ ખાતે આવેલા રામદેવ એલ્યુમિનિયમ દુકાનમાં બારી દરવાજા બનાવવાનું કામ કરે છે.
તેમજ અગાઉ મુંબઈ અંધેરી પેપર બોક્સ નંદન ભવન ઇન્ડસ્ટ્રીમાં કારા જ્વેલરી નામની સોનાની રિફાઇનરીમાં નોકરી કરતો હતો. કંપની ચાઇનામાં શિફટ થઈ જતા કંપની બંધ થઈ ગઈ હતી અને તે દોઢ મહિનાથી સુરત આવી ગયો હતો. તેની સાથે સંદીપ, ક્રિષ્ના અને રાહુલ તેમજ રોશન નામના આરોપીઓ પણ સામેલ છે. આ તમામ લોકો આઠથી ધોરણ દસ સુધી ભણ્યા છે. તમામ આરોપીઓ મૂળ ઉત્તર પ્રદેશના છે અને સાથે મળીને ચોરીની યોજના બનાવી હતી. આરોપી કર્મચારી અનુ જ્યારે ચોરીની ઘટના થઈ રહી હતી, ત્યારે ફેક્ટરીની બહાર વોચમાં હતો. આમ પોલીસે મસમોટી ચોરીનો ભેદ ઉકેલી ગુનેગારોને દબોચી લીધા હતાં.

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
1:06 pm, Jun 7, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm

Join our Whatsapp Group

Stay connected and engaged with our community by joining our WhatsApp group. Get the latest updates, connect with like-minded individuals, and be part of our vibrant discussions.

ગુજરાતનું પ્રથમ ડિજિટલ માધ્યમ, ‘રાજકોટ મિરર‘, જે તમને તમારી માતૃભાષામાં ન્યૂઝ અને મહત્વના મુદ્દાઓ પરના વિચારો પહોંચાડે છે. અહીં માત્ર સમાચાર નહીં, પરંતુ ગુજરાતના અનિવાર્ય પ્રશ્નો પર સ્પષ્ટ અભિપ્રાયો પ્રસ્તુત કરવામાં આવે છે. સત્તાના નિદ્રાધિન વલણોને સામસામે લાવે છે અને વિપક્ષની નકારાત્મકતાનો પડકાર આપે છે.

© RajkotMirror News All rights Reserved. Created by DreamCode Infotech