ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત રાજ્યને બે મોટા પ્રોજેક્ટની ભેટ : દરિયામાંથી 30 કિલોમીટર લાંબો બ્રીજ બનાવાશે
નવીદિલ્હી, તા. 9
રાજકોટ સહિત સૌરાષ્ટ્રના લોકો ખરીદી અથવા વ્યાપાર અર્થે સુરત અથવા તો કહી શકાય કે મુંબઈ જતા હોય છે અને આ બંને શહેરોમાં પહોંચવા ખૂબ લાંબી મુસાફરી પણ કરવી પડે છે ત્યારે હવે આ તમામ મુસાફરો માટે એક રાહતના શ્વાસ મળે તેવા સમાચાર સામે આવ્યા છે. જેમાં હવે સુરત અથવા તો મુંબઈ જવા ઈચ્છતા લોકોએ બગોદરા કે વડોદરા સુધી જવાની જરૂૂર નથી તેઓ જામનગર થી બાય રોડ ભરૂૂચ માત્ર ચાર કલાકમાં જ પહોંચી શકશે અને સુરત માત્ર પાંચ કલાકમાં જ પહોંચશે. જામનગર થી ભરૂૂચ વાયા ભાવનગર થઈ સરકાર નેશનલ હાઇવે બનાવી રહી છે એટલું જ નહીં આ રસ્તો દરિયામાંથી પણ પસાર થશે અને દેશનો સૌથી લાંબો કિમીનો બ્રિજ પણ તૈયાર થશે. જે માટે હાલ કામ કરનાર એજન્સીઓ પાસેથી ભાવ મંગાવવામાં આવ્યા છે. જો આ શક્ય બનશે તો આવનારા દિવસોમાં વાહન વ્યવહાર ક્ષેત્રે ખૂબ મોટી ક્રાંતિ સર્જાશે અને અનેકવિધ ચીજ વસ્તુઓનો બચાવ પણ થશે..
ભારત માલા યોજના અંતર્ગત સમગ્ર દેશમાં 8 નવા પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યા છે જેમાંથી બે પ્રોજેક્ટ ગુજરાતને મળ્યા છે. પ્રથમ પ્રોજેક્ટ ની વાત કરવામાં આવે તો જામનગર થી વાયા રાજકોટ થઈ ભાવનગર સુધી 248 સળ નો ફોર અથવા સિક્સલેન રસ્તો બનાવવામાં આવશે જ્યારે બીજો પ્રોજેક્ટ ભાવનગર થી ભરુચ સુધી 68 સળ નો ફોર અથવા સિક્સલેન રોડ બનાવાશે. મળતી માહિતી મુજબ બંને પ્રોજેક્ટનો જો સરવાળો કરવામાં આવે તો આશરે 300 કિલોમીટર થી વધુ નો નવો કોરિડોર ઊભો થશે..
ગુજરાતના બંને પ્રોજેક્ટના ડીપીઆર માટે કેન્દ્રીય માર્ગ અને વાહનવ્યવહાર મંત્રાલયે ટેન્ડર બહાર પાડ્યાં હતાં. આ કાર્ય અંગે જે માહિતી મળી રહી છે તેમાં કુલ 15 ક્ધસલ્ટન્ટ કંપનીએ ભાવ ભર્યો છે. જામનગર-રાજકોટ-ભાવનગર એક્સપ્રેસ વે માટે 12 કંપની તેમજ ભાવનગર-ભરૂૂચ એક્સપ્રેસ વે માટે 3 કંપનીએ બીડ કરી છે. હાલ આ તમામ બીડનું ટેક્નિકલ મૂલ્યાંકન ચાલી રહ્યું છે. બાદમાં ક્વાલિફાઇ બીડરમાંથી જેમણે સૌથી ઓછા રૂૂપિયાની બીડ કરી હશે તેને સર્વેનું કામ સોંપવામાં આવશે. કંપનીએ 540 દિવસમાં ડીપીઆર તૈયાર કરીને આપવાનો રહેશે.