આઈબી અધિકારીની પુત્રીના અંગત ફોટો વાયરલ કરનાર શખ્સ સામે ફરિયાદ નોંધાઈ

0
1783

સાયબર સેલમાં આઈબી અધિકારીની પુત્રીના મિત્ર સાથેના ફોટો વાયરલ કરનાર શખ્સ સામે શુક્રવારે ફરિયાદ નોંધાઈ છે. યુવતીની સગાઈ થઈ તે દિવસે રાત્રે આરોપીએ મંગેતરને ફોટો મોકલ્યા હતા. આરોપીએ મેસેજ કરી યુવતીના વધુ ફોટો જોઈતા હોય તો પણ મળશે તેવી વાત કરી સગાઈ તૂટે તેવા પ્રયાસ કર્યા હતા. બનાવ અંગે આઈબી અધિકારીએ આરોપી સામે કાર્યવાહી કરી હતી.
ગાંધીનગર આઈબીમાં ફરજ બજાવતા અધિકારીએ પુત્રીની સગાઈ એપ્રિલ,૨૦૨૩માં કરી હતી. સગાઈની રાત્રે અધિકારીની પુત્રીના મંગેતરના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અજાણ્યા આઈડી પરથી મેસેજ અને ફોટો આવ્યા હતા. યુવકે મેસેજ ચેક કરતા ફીયાન્સીના અન્ય યુવક સાથે ફોટો જોવા મળ્યા હતા. આ ફોટોમાં દેખાતો યુવક યુવતીનો બોયફ્રેન્ડ હતો. છેલ્લા ઘણા સમયથી યુવતી અને યુવક વચ્ચે કોઈ સબંધ કે વાતચીત રહી ન હતી. આરોપીએ વધુ ફોટો જોઈતા હોય તો પણ હોવાનું યુવતીના મંગેતરને જણાવ્યું હતું. આ અંગે યુવકે ફીયાન્સીના પિતા આઈબી અધિકારીને વાત કરતા તેઓએ સાયબર સેલમાં જાણ કરી હતી. સાયબર સેલમાં બનાવ અંગે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.