ટ્રાફિક પોલીસ દ્વારા ગત માસ 70 લાખ જેટલા દંડની વસુલાત કરાઈ

0
563

ટ્રાફિક પોલીસ દ્વારા ગત માસ 70 લાખ જેટલા દંડની વસુલાત કરાઈ

 

રાજકોટમાં એક જ મહિનાની અંદર અલગ-અલગ નિયમભંગ બદલ ટ્રાફિક પોલીસ દ્વારા 70 લાખ રૂપિયાના દંડની વસૂલાત કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.આ અંગે જાણવા મળતી વિગત મુજબ ઓગષ્ટ મહિનાની અંદર ટ્રાફિક પોલીસ દ્વારા 69 લાખના દંડની વસૂલાત કરવામાં આવી છે. સૌથી વધુ હાજર દંડ મતલબ કે ત્રીપલસ્વારીમાં બાઈક-સ્કૂટર ચલાવવું, મોબાઈલ ફોન પર વાત કરવી, નંબરપ્લેટમાં છેડછાડ, આરટીઓ માન્ય નંબરપ્લેટ ન રાખવી, વન-વેમાં વાહન લઈ જવું સહિતના નિયમોના ભંગ બદલ દંડ ફટકારવામાં આવ્યો છે.

બીજી બાજુ ટ્રાફિક પોલીસ દ્વારા દંડ વસૂલાતની કામગીરી સઘન બનાવવામાં આવતાં લોકોમાં દર સાથે રોષ પણ છે તેમનું કહેવું છે કે સરકાર રોડ રસ્તાની કોઈ સુવિધા આપત નથી અને ઉપરથી દંડ વસૂલ કરે છે.
બીજી બાજુ શહેરમાં ટ્રાફિક સમસ્યા શહેરમાં હળવી થવાનું નામ લેતી ન હોય તેના પાછળ ઘણેખરે અંશે વાહનોનું આડેધડ કરવામાં આવતું પાર્કિંગ જવાબદાર હોવાથી થોડા સમયથી ટ્રાફિક પોલીસ દ્વારા ગેરકાયદેસર રીતે પાર્ક કરવામાં આવેલા વાહનોને ટોઈંગ કરવાની ઝુંબેશને ધારદાર બનાવી દેવામાં આવી છે એટલા માટે જ એક મહિનાની અંદર ટોઈંગ ચાર્જ પેટે રૂા.6,12,100ની વસૂલાત કરવામાં આવી છે. બીજી બાજુ આવનારા દિવસોમાં આ ઝુંબેશને વધુ સઘન બનાવવામાં આવી શકે છે.દંડની વસૂલાતમાં હાજર દંડ- રૂા.38,69,700,ટોઈંગ ચાર્જ-રૂા.6,12,100,કોર્ટ દંડ-રૂા.70,800,આરટીઓ દંડ-રૂા.3,78,000 ,ઈ-ચલણ રિકવરી-રૂા.19,49,600