લોકમેળાના આયોજન અર્થે કલેકટર અરૂણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને મળી બેઠક

0
1109

લોકમેળાના આયોજન અર્થે મળેલી બેઠક

૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦

રાજકોટ રેસકોર્સના મેદાનમાં આગામી તા. ૧૭થી ૨૧ ઓગસ્ટ એમ પાંચ દિવસ યોજાનારા સાંસ્ક્રૂતિક લોકમેળાના આયોજન અર્થે જિલ્લા કલેકટરશ્રી અરૂણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને બેઠક યોજવામાં આવી હતી.

જિલ્લા કલેકટરશ્રીએ ઉપસ્થિત જુદી – જુદી સમિતિના અધ્યક્ષશ્રીઓને જણાવ્યું હતુ કે, આપને સોપાયેલી કામગીરી પૂરી ચીવટથી થાય તેનુ ખાસ ધ્યાન રાખવાનું રહેશે. મેળો માણવા મોટી સંખ્યામાં લોકો આવતા હોય ત્યારે પાર્કિંગ,પીવાનું પાણી, કોઈ અઘટીત બનાવ ન બને તે માટે ખાસ તકેદારી રાખવા પણ સુચન કર્યું હતુ

મેળાના ઉદ્ઘાટન બાદ બાકીના ચાર દિવસોમાં દરરોજ સાંજે જુદા – જુદા કલાવૃંદો દ્વારા સાંસ્ક્રૂતિક કાર્યક્રમ યોજવામાં આવે તેવુ આયોજન કરવા જણાવ્યું હતું તેમજ મેળામાં સ્વચ્છતા જળવાઈ રહે તેના પર ખાસ ભાર મૂકયો હતો.

બેઠકમાં નાયબ મ્યુનિ.કમિશ્નરશ્રી આશિષકુમાર,શ્રી ચેતન નંદાણી, શ્રીએ.કે સિંઘ, અધિક કલેકટરશ્રી કેતન ઠક્કર, શ્રી એન.આર.ધાધલ, પ્રાંત અધિકારીશ્રીઓ વગેરે વરિષ્ઠ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.