જેતપુરની શાળામાં ગરીબ બાળકો સાથે અપનાવાતી ભેદભાવની નીતિ

0
426

જેતપુરની શાળામાં ગરીબ બાળકો સાથે અપનાવાતી ભેદભાવની નીતિ

RTE હેઠળ એડમિશન લીધા બાદ કરાતો અન્યાય : વાલીઓ દ્વારા આવેદનપત્ર, વ્હાલા-દવલાની નીતિ બંધ કરવામાં નહીં આવે તો આત્મવિલોપન કરવાની ચીમકી

જેતપુર, : જેતપુર શહેરનાં જુનાગઢ રોડ ઉપર આવેલ જી.કે.એન્ડ સી.કે કોલેજની અદર આવેલ.શ્રી પ્રાણલાલ છગનલાલ ગોડા ઈંગ્લીશ સ્કૂલના મેનેજમેન્ટ દ્વારા ગરીબ વાલીના બાળકો જે સરકાર નાં નિયમો મુજબ આર.ટી.ઇ હેઠળ ભણી રહેલા છે તેવા વિદ્યાર્થીઓનાં ભવિષ્ય સાથે ચેડાં કરવાનો કિસ્સો સામે આવતા સ્કૂલ સામે વિદ્યાર્થીઓના વાલીઓમાં રોષ વ્યાપ્યો હતો. તેમજ સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા વ્હાલા દવલાની નીતિ જેતપુર મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું

બનવાની વિગત મુજબ આજે શહેરની કોલેજ જે જી.કે એન્ડ સી.કે કોલેજ અદર આવેલ શ્રી પ્રાણલાલ છગનલાલ ગોડા ઈંગ્લીશ સ્કૂલમાં સરકાર નાં નિયમો અનુસાર રાઈટ ટૂ એજ્યુકેશન એટલે કે ઇ્ઈ કાયદા અંતર્ગત ગરીબ વિદ્યાર્થીઓને આ ખાનગી શાળામાં એડમિશન અપાય છે પરતું મેનેજમન્ટ દ્વારા વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ કરતા હોવાનું સામે આવતા આજે આવા વિદ્યાર્થીઓનાં વાલીઓ સ્કૂલ ઉપર પહોંચ્યા અને સ્કૂલ મેનેજમન્ટને રજૂઆત કરવામાં આવી હતી પરતું સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા કોઈ પણ પ્રકારના પ્રત્યુતર ના આપતા હોય જેથી વાલીઓમાં રોષ ફેલાયો હતો.

વાલીઓએ આવેદનપત્ર આપી રજૂઆતમાં જણાવ્યુ હતુ કે આ સ્કુલ મેનેજમેન્ટ અને સ્કૂલના સ્ટાફ વિદ્યાર્થીઓ સાથે ઓરમાયું વર્તન કરતા હોવાનું સામે આવ્યું છે જેમાં આર.ટી.ઇ નીચે ભણતા ગરીબ વાલીઓના બાળકોને સ્કૂલમાં નોખા ક્લાસ રૂમમાં બેસાડવામાં આવી રહ્યા છે. તેમજ સ્કૂલમાં ફ્રી ભરતા વિદ્યાર્થીઓને ટેબ્લેટમાં સ્માર્ટ અભ્યાસ આપવામાં આવી રહ્યો છે જ્યારે આર.ટી.ઇ માં લીધેલ ગરીબ વિદ્યાર્થીઓને પાઠયપુસ્તકો પણ અલગ આપવામાં આવતા હોઈ જેથી આ વિદ્યાર્થીઓને શિક્ષામાં પણ ભેદભાવ રાખવામાં આવી રહ્યું છે.જેથી વિદ્યાર્થીઓ નાં વાલીઓમાં રોષની લાગણી વ્યાપી છે. આ નીતિ દૂર નહીં થાય તો વાલીઓ દ્વારા સામૂહિક રીતે આત્મવિલોપન કરવામાં આવશે તેવી ચીમકી આપવામાં આવી હતી.