રાજકોટના અદ્યતન બસપોર્ટમાં ફાસ્ટફૂડની દુકાનના રવેશમાં પીઓપીની પેનલ ધસી પડી
રાજકોટમાં બે વર્ષ પૂર્વે કરોડોના ખર્ચે નિર્માણ પામેલા બસપોર્ટમાં મોટી દુર્ઘટના થતાં સહેજમાં અટકી છે. જ્યાં પેટપૂજા ફાસ્ટ ફૂડ નામની દુકાનના રવેશ પર પ્લાસ્ટર ઓફ પેરિસની પેનલ તૂટવાની આકસ્મિક ઘટના બની છે. એ સમયે ઘટનાસ્થળ પર કોઈ વ્યક્તિ હાજર ન હોવાથી કોઈ જાનહાની થઈ નથી
આવા સંજોગોમાં હવે બસ પોર્ટની અન્ય દુકાનો પણ જોખમ સર્જી શકે તેવી ચર્ચાઈ રહ્યું છે. બસ પોર્ટ પર દરરોજ હજારો પ્રવાસીઓ અવર-જવર કરે છે. આવા સમયે જોખમી દુકાન પાસેથી જો કોઈ મુસાફર પસાર થયું હોત તો તેને ગંભીર ઈજા થવાની પણ શક્યતા છે. હવે જોવાનું રહેશે કે આ મામલે તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે.
રાજ્ય સરકાર દ્વારા રાજકોટમાં અદ્યતન બસ પોર્ટ બનાવવામાં આવ્યું છે પરંતુ તે બસપોર્ટની જાળવણી થઈ રહી છે કે નહીં તે મોટો સવાલ છે. કારણ કે આજે પેટપૂજા ફાસ્ટ ફૂડ નામની દુકાનમાં POPની પેનલ ખરી પડતા બસપોર્ટનું યોગ્ય મેઇન્ટેનન્સ નથી થતું તેવી ચર્ચાઓ ઉઠી છે. આ મુદ્દે દુકાનદારે જણાવ્યું હતું કે, રીપેરીંગ માટે મેં અનેકવાર મેનેજમેન્ટને રજૂઆત કરી છે છતાં પણ રીપેરીંગ કરવામાં આવ્યું નથી.