રાજકોટ જિલ્લામાં કુલ ૬૫ ઉમેદવારો લડશે ચૂંટણી
વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ના પ્રથમ ચરણના મતદાન અંતર્ગત આજે રાજકોટ જિલ્લાના ઉમેદવારો માટે ઉમેદવારી પત્રક ખેંચવાનો અંતિમ દિવસ હતો. જેમાં ૬૮- રાજકોટ પૂર્વ વિધાનસભા મત વિસ્તારમાં કુલ ૦૮ ઉમેદવારો, ૬૯ – રાજકોટ પશ્ચિમ વિધાનસભામાં કુલ ૧૩ ઉમેદવારો, ૭૦ – રાજકોટ દક્ષિણ વિધાનસભામાં કુલ ૦૮ ઉમેદવારો, ૭૧ – રાજકોટ ગ્રામ્ય (અ.જા) વિધાનસભામાં કુલ ૧૧ ઉમેદવારો અને ૭૨ – જસદણ વિધાનસભામાં કુલ ૦૬ ઉમેદવારો, ૭૩ – ગોંડલ વિધાનસભા મત વિસ્તારમાં કુલ ૦૪ ઉમેદવારો, ૭૪ – જેતપુર વિધાનસભા મત વિસ્તારમાં કુલ ૦૮ ઉમેદવારો, ૭૫ – ધોરાજી વિધાનસભા મત વિસ્તારમાં કુલ ૦૭ ઉમેદવારો ચુંટણીમાં ભાગ લેશે. રાજકોટ જિલ્લાની આઠ વિભાનસભા માટે કુલ જિલ્લામાં ૬૫ ઉમેદવારો ચૂંટણી લડશે