રાજકોટના ડો.નીલાંગ વસાવડાનું હર ઘર તિરંગો પહોંચે તે માટે અનોખું અભિયાન

0
607

રાજકોટના ડો.નીલાંગ વસાવડાનું હર ઘર તિરંગો પહોંચે તે માટે અનોખું અભિયાન

વર્તમાન સમયમાં દેશભરમાં ઘર ઘર તિરંગા અભિયાન ચાલી રહ્યું છે.આમ નાગરિક પોતાના ડીપી,ફોન,સ્ટેટસમાં તિરંગા રાખીને રાષ્ટ્રપ્રેમ દર્શાવી રહ્યા છે ત્યારે આ અભિયાનમાં રાજકોટના એક ડોક્ટર પણ અનોખી રીતે જોડાયા છે.રાજકોટના મધુરમ હોસ્પિટલના ડો નિલાંગ વસાવડાએ હર ઘર તિરંગા અભિયાનને પોતાની હોસ્પિટલમાં પણ શરૂ કર્યું છે.દેશપ્રેમની ભાવનાથી ભરપૂર ડો વસાવડા અને તેઓના સ્ટાફ ને એક અનોખો વિચાર આવ્યો કે તિરંગો માત્ર સરકારી કાર્યક્રમ પૂરતો ન રહે અને હર ઘરે પહોંચે એ માટે તેઓની હોસ્પિટલમાં આવતા દરેક દર્દીઓ અને તેઓના સગાઓને તિરંગો ભેટના સ્વરૂપમાં આપવામાં આવે અને જેથી તે જનજન સુધી પહોચે. ડો વસાવડાએ  જણાવ્યું કે તિરંગો એ માત્ર ધ્વજ નથી પરંતુ દેશભક્તિ નું જીવંત સ્વરૂપ છે.આ તિરંગા માટે હજારો દેશભક્તોએ બલિદાન આપ્યું છે અને આજે પણ સરહદ ઉપર નવલોહીયા જવાનો તિરંગા ની આન બાન અને શાન ને જીવંત રાખવા પોતાનો જીવ આપી રહ્યા છે.  આ ભાવના દવાખાને આવતા દરેક દર્દીના મનમાં સ્થાપિત થાય એ માટે તેઓ હોસ્પિટલમાં આવતા દરેલ દર્દીને તિરંગો ભેંટ આપી રહ્યા છે.