ધ્રાંગધ્રા તાલુકાના વ્રજપર ગામમાં વીજળી પડતા ૮૦ થી વધુ બકરા સહીત એક યુવાનનું મોત નિપજયું

0
178

ધ્રાંગધ્રા તાલુકાના વ્રજપર ગામનો ચેતન છેલાભાઈ ભરવાડ નામનો વીસ વર્ષનો યુવાન જસાપર ગામની સીમમાં ઘેંટા-બકરા ચરાવી રહ્યો હતો ત્યારે આકાશમાંથી કડાકા સાથે વીજળી ત્રાટકતા ચેતનનું ગંભીર ઈજાથી ઘટનાસ્થળે મોત નિપજેલ હતુ! તેની સાથે ૮૦ અબોલ પશુઓના પણ મોત થયેલ હતા.
સુરેન્દ્રનગર જિલ્લાના અલગ અલગ તાલુકામાં વરસાદ નોંધાયો છે જ્યારે ગઇકાલે બપોરના સમયમાં ધાંગધ્રા ગ્રામ્ય વિસ્તારમાં કડાકા અને ભડાકા સાથે વીજળી ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો ધ્રાંગધ્રા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના વ્રજપર નો યુવાન જસાપરની સીમમાં પોતાના બકરાઓ ચરાવી રહ્યો હતો એ દરમિયાન વીજળી પડતાં યુવાનો મોત નીપજ્યું સાથે ૮૦ થી વધુ બકરાના મોત થયા વીજળી પડતા ૨૫ વર્ષ યુવાન ચેતન સેલાભાઇ ભરવાડ (વ્રજપર ઉમર અંદાજે)નું મોત નિપજયું હતું.
ધ્રાંગધ્રા તાલુકામાં ગઈકાલે બુધવારે બપોરે અચાનક જોરદાર પવન સાથે કમૌસમી વરસાદ ખાબતા ખેડુતોમાં ચિંતાની લાગણી ફેલાવા પામેલ હતી. જ્યારે જસાપર ગામે વિજળી ત્રાટકતા પશુપાલક યુવાનનું મોત નિપજતા અરેરાટી ફેલાઈ જવા પામેલ હતી. સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી વૈશાખ મહિનામાં અષાઢી માહોલ જોવા મળી રહ્યો છે
ગઈકાલે ધ્રાંગધ્રા તાલુકામાં બપોરના સમયે અચાનક પવનના સુસવાટા સાથે કમૌસમી વરસાદ ખાબકયો હોવાનું જાણવા મળે છે. વરસાદને પગલે ધ્રાંગધ્રા શહેરની બજારમાં અફડાતફડી મચી ગઈ હતી જ્યારે ગ્રામ વિસ્તારમાં તલનો પાક લણવાનો બાકી છે તે ખેડુતોમાં ચિંતાની લાગણી ફેલાવા પામેલ હતી. વરસાદને પગલે ગરમી અને ઉકળાટમાં વધારો થયો હતો.