મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાતના કારણે પોતાને પોલીસ બંદોબસ્તમાં નજરકેદ રાખવાનો આપ નેતા વશરામ સાગઠિયાએ કર્યો આક્ષેપ

0
209

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાતના કારણે પોતાને પોલીસ બંદોબસ્તમાં નજરકેદ રાખવાનો આપ નેતા વશરામ સાગઠિયાએ કર્યો આક્ષેપ

આજે રાજ્યનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સૌરાષ્ટ્ર પાટનગર એવા રાજકોટની એક દિવસીય મુલાકાતે આવ્યા છે. ત્યારે આપ નેતા વશરામ સાગઠિયાએ આક્ષેપ કર્યો છે કે, CM આવ્યા એટલે ઇન્ચાર્જ CP ખુર્શીદ અહેમદ અને મ્યુનિ.કમિશનર અમિત અરોરાએ પોલીસ બંદોબસ્ત મૂકી મને નજરકેદ કર્યો છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મારા ઘર બહાર પોલીસ બંદોબસ્ત મૂકી મને બહાર નીકળવાની મનાઈ ફરમાવી છે. મુખ્યમંત્રીને વિવિધ પ્રશ્ને રજૂઆત કરવાની મારી ઈચ્છા છે. એટલે સરકાર લોકશાહીમાં વિપક્ષનો અવાજ દબાવી રહી છે. આ અંગે તેમણે એક વીડિયો પણ જાહેર કર્યો છે. જે હાલ સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે.
આજે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરો દ્વારા કલેકટર અને CMOને લેખિતમાં જાણ CM પટેલ સાથે મુલાકાત ગોઠવવાની વિનંતી કરવામાં આવી છે. તેથી આજે મુખ્યમંત્રીએ વિરોધપક્ષને સમય આપ્યો છે.