અમદાવાદની સ્કૂલમાં વિદ્યાર્થીઓને નમાઝ શીખવાડવા માટે ABVPના કાર્યકરોએ શિક્ષક પર હુમલો કર્યો

0
374

અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી કેલોરેક્સ ફ્યુચર સ્કૂલમાં સ્કૂલ દ્વારા જ નમાઝના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં એક વિદ્યાર્થી પાસે નમાજ કરાવાઈ હતી અને એ દ્વારા બીજા વિદ્યાર્થીઓને નમાઝ શીખવાડવામાં આવી હતી. આ કાર્યક્રમના વિડીયો વાયરલ થયા બાદ વાલીઓએ તેમજ હિન્દૂ સંગઠનોએ ઉગ્ર વિરોધ કર્યો હતો. વિરોધ બાદ કેલોરેક્સ ફ્યુચર સ્કૂલના સંચાલકોએ લેખિતમાં માંગી હતી.


બનાવ અંગે કેલોરેક્સ ફ્યુચર સ્કૂલના પરિસરમાં વાલીઓ, હિન્દૂ સંગઠન અને ABVPના કાર્યકરોએ હોબાળો મચાવ્યો હતો, જેને લઈને પોલીસ બોલાવવામાં આવી હતી. જો કે પોલીસની હાજરીમાં જ કેલોરેક્સ ફ્યુચર સ્કૂલમાં આ નમાજના કાર્યક્રમનું આયોજન કરનાર શિક્ષકને શાળાના કેમ્પસમાં જ માર મારવામાં આવ્યો હતો. જો કે પોલીસ જવાનોએ તેને બચાવી ક્લાસરૂમમાં લઇ ગયા હતા.
કેલોરેક્સ સ્કૂલને જિલ્લા શિક્ષણ અધિકારીએ પણ નોટિસ ફટકારી નમાઝ પ્રવૃતિ મુદ્દે તાત્કાલિક જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે. નોટિસમાં ધાર્મિક લાગણીને દુભાવી હોવાનો ઉલ્લેખ કરાયો છે. આ અંગે સાંજે 5 વાગ્યા સુધીમાં તેમને ખૂલાસો કરવા આદેશ કરાયો હતો.