શહેરના 150 ફૂટ રીંગ રોડ બીઆરટીએસ રૂટ પર પોલીસની પીસીઆર વાન અને બાઈક વચ્ચે અકસ્માત:એક યુવાનનું મૃત્યુ

0
1039

શહેરના 150 ફૂટ રીંગ રોડ બીઆરટીએસ રૂટ પર પોલીસની પીસીઆર વાન અને બાઈક વચ્ચે અકસ્માત:એક યુવાનનું મૃત્યુ

નવરાત્રીના પર્વના દિવસો ચાલી રહ્યા છે ત્યારે શહેરના 150 ફૂટ રીંગ BRTS રૂટ પર અકસ્માતમાં એક યુવાનનું મૃત્યુ થયું છે ગત રાત્રીના રાજકોટ શહેરના 150 ફૂટ રિંગરોડ પર પોલીસની પીસીઆર વાન અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.
ઓમનગર સર્કલ નજીક BRTS રોડ પર રાત્રિના 2 વાગ્યે પોલીસ વાન અને એક્ટિવા વચ્ચે જોરદાર ટકકર થઈ હતી અને જેના કારણે બાઈક સવાર બંને યુવાનો ફંગોળાઈ ગયા હતા.જેમાં એક યુવાનનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું અને અન્યને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
મળતી માહિતી મુજબ જીજે-03-એજી-1979 નંબરની પોલીસ પીસીઆર વાન અને જીજે-03-ઇજી-6983 નંબરનું બાઇક બંને એકબીજા સાથે અથડાયા હતા જેમાં પોલીસની પીસીઆર વાનમાં પણ આગળના ભાગે થયું નુકશાન થયું હતું પરંતુ પોલીસ વાનની એરબેગ ખુલ્લી જતા પીસીઆર વાન ચાલકનો બચાવ થયો હતો,જ્યારે બાઈક સવાર બંને યુવાનો ફંગોળાઈ ને પડ્યા હતા જેમ એકનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું અને અન્યને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
પોલીસે મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી કાર્યવાહી હાથ ધરી