અભિનેત્રી વૈભવી ઉપાધ્યાયનું નિધન : માર્ગ અકસ્માતને કારણે થયું અવસાન

0
1640

ટીવી અભિનેત્રી વૈભવી ઉપાધ્યાયનું નિધન થયું છે. આદિત્ય સિંહ રાજપૂતના અવસાનથી ઊભરી રહેલી રહેલી ટીવી ઈન્ડસ્ટ્રીને ફરી એકવાર આંચકો લાગ્યો છે, Sarabhai Vs Sarabhai સિરિયલમાં રોશેશ સારાભાઈની ગર્લફ્રેન્ડનો રોલ કરનાર અભિનેત્રી વૈભવી ઉપાધ્યાયનું અવસાન થયું છે. ફિલ્મના નિર્માતા જેડી મજીઠિયાએ આ વાતની પુષ્ટિ કરી છે.

જાણકારી મુજબ સોમવારે હિમાચલના કુલ્લુના બંજારમાં એક્ટ્રેસનો અકસ્માત થયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, વૈભવી ઉપાધ્યાય પોતાના મંગેતર સાથે કારમાં મુસાફરી કરી રહી હતી. તે તીર્થન વેલીની મુલાકાત લેવા જઈ રહી હતી. પરંતુ એક વળાંક પર કારે કાબૂ ગુમાવ્યો હતો અને એક્ટ્રેસનો અકસ્માત થયો હતો. એક્ટ્રેસની કાર ખીણમાં પડી ગઈ હતી.’સારાભાઈ vs સારાભાઈ’માં વૈભવી સાથે કામ કરનાર નિર્માતા-અભિનેતા જેડી મજેઠિયાએ આ દુઃખદ સમાચારને સમર્થન આપ્યું છે.

વૈભવીએ ચંપક, સિટી લાઈટ્સ, તિમિર જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું. સિરિયલો અને ફિલ્મોની સાથે તે થિયેટરમાં પણ ખૂબ સક્રિય હતી. તેમણે અનેક ગુજરાતી નાટકોમાં કામ કર્યું. તેનો છેલ્લો સોશિયલ મીડિયા વીડિયો હિમાચલ પ્રદેશનો હતો. તેના ફોટા અને વીડિયો પરથી અંદાજ લગાવી શકાય છે કે વૈભવીને ફરવાનો ઘણો શોખ હતો.