અમદાવાદ : મેઘાણીનગરમાં પાઇપ તથા તીક્ષ્ણ હથિયાર વડે કરાઇ યુવકની હત્યા

0
676
અમદાવાદમાં ૩૨ વર્ષીય યુવકની હત્યાની ઘટના સામે આવી છે. તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને યુવકની હત્યા કરી દેવાતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. 
 
સમગ્ર ઘટના અમદાવાદના મેઘાણીનગરની છે. ત્યાંનાં લલ્લા ભાદરિયા નામના યુવકની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી હતી. જોકે આ ઘટના અમરાજી નગરની ચાલીની ત્રણ નંબરની શેરીમાં થઈ હતી. હુમલાખોરે માથા અને પેટના ભાગે તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી યુવકની નિર્મમ હત્યા કરી હતી.
 
મળતી માહિતી અનુસાર મૃતક યુવક પણ ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોવાનું સામે આવ્યું છે. પોલીસ સૂત્રના જણાવ્યાં મુજબ મૃતક અગાઉ લૂંટ, ચોરી, મારામારી સહિતના અનેક ગુનાઓને અંજામ આપી ચુક્યો છે. ઘટનાની જાણ થતાંની સાથે જ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગળની તપાસ હાથ ધરી છે.  યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો.