અમદાવાદ: PGમાં રહેતી યુવતીઓ અને સ્થાનિક મહિલાઓ વચ્ચે ટૂંકા કપડાં પહેરવા મુદ્દે બબાલ !

0
277

અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં આવેલ શિવરંજની સોસાયટીમાં બબાલ થઈ છે. PGમાં રહેતી યુવતીઓ અને સ્થાનિક મહિલાઓ વચ્ચે વાહન પાર્કિંગ, કપડાં સહિતના મુદ્દે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યા હતા.પરંતુ બબાલ થતાં મામલો ઉગ્ર બન્યો છે. બંને વચ્ચે થયેલી બાબલનો વીડિયો પણ વાયરલ થયો છે. PGની યુવતીઓ અને સ્થાનિક મહિલાઓએ સામસામે આક્ષેપો કર્યા છે.


PGની યુવતીઓએ રહીશો પર આક્ષેપ કર્યા છે કે, નિયમો PGમાં રહેતી યુવતીઓ માટે બનાવીને હેરાન કરવામાં આવે છે. પહેરવેશને લઈને રહીશોનું રોકટોક થતી હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. સોસાયટીમાં નિયમો બધા માટે બનાવાય તેવી યુવતીઓએ માગ કરી છે.


સ્થાનિકોએ PGની યુવતીઓ પર આક્ષેપો કર્યા છે કે, 133 ટેનામેન્ટમાંથી 21 મકાનમાં PG ચાલે છે અને સોસાયટીમાં 21 PG હોવાથી વાહન પાર્કિગ લઈ ઇશ્યુ થાય છે. વધુમાં કહ્યું કે, છોકરીઓ લથડિયાં ખાતી હાલતમાં મોડી રાત્રે આવે છે સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે, PGમાં રહેતાં યુવક-યુવતીઓ દૂષણ ફેલાવી રહ્યાં છે. તેમજ PGની યુવતીઓ ટૂંકા વસ્ત્રો પહેરીને સોસાયટીમાં ફરે છે તેમજ PGમાં રહેતી યુવતીઓ તમામ પ્રકારના વ્યસન કરે છે.

અમદાવાદની શિવરંજિની સોસાયટીમાં સ્થાનિકો અને PGની યુવતીઓ વચ્ચે બબાલ,મામલો પોલીસમાં પહોંચ્યો | Clash between locals and PG girls in Ahmedabad's Shivranjani Society
સેટેલાઈટ પોલીસે સ્થાનિક મહિલાઓ અને PGની યુવતીઓની અરજી લીધી હતી. રવિવારે થયેલા ઝઘડાના વીડિયો પણ પોલીસને આપવામાં આવ્યા છે. વધુમાં પીઆઈ વ્યાસે જણાવ્યું હતું કે, સોસાયટીનાં મકાનોમાં ચાલતા PG મામલે કોર્ટમાં કેસ પણ કરવામાં આવ્યા છે.