કચ્છના સુથરી દરિયાકિનારે એરફોર્સના અધિકારી અને પત્નીનું ડૂબી જવાથી મોત

0
5913

દેશના મોટાભાગના રાજ્યોમાં વરસાદ વરસી રહ્યો છે અને તેનાથી સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. ખાસ કરીને મુંબઈ અને ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સતત વરસી રહેલા અનરાધાર વરસાદના કારણે લોકો રીતસર ત્રાહિમામ પોકારી ગયા છે. આ વચ્ચે કચ્છમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કચ્છના સુથરી દરિયામાં ડૂબી જવાથી પતિ-પત્નીનું મૃત્યુ થયું છે.
આ ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી છે અને મૃતક પતિ-પત્નીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. કચ્છના સુથરી દરિયામાં ડૂબી જવાથી એરફોર્સના અધિકારી અને તેમના પત્નીનું મૃત્યુ થયું છે. અધિકારી નલિયા એરફોર્સમાં ફરજ બજાવતા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. હાલ પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે.