રાજ્યની તમામ શાળાઓને તા. 30 જૂન સુધીમાં ફાયર એનઓસી મેળવી લેવા ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આદેશ:કોલેજોએ પણ એનઓસીની વિગતો મોકલવી પડશે

0
320

રાજ્યની તમામ શાળાઓને તા. 30 જૂન સુધીમાં ફાયર એનઓસી મેળવી લેવા ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આદેશ:કોલેજોએ પણ એનઓસીની વિગતો મોકલવી પડશે

 

રાજ્યની તમામ શાળાઓને તા. 30 જૂન સુધીમાં ફાયર એનઓસી મેળવી લેવા માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આદેશ કરવામાં આવેલ છે. ફાયર એનઓસી વગરની શાળાઓ સામે કાર્યવાહી કરવાની પણ શિક્ષણ બોર્ડ દ્વારા ચેતવણી આપવામાં આવી છે તેના પગલે શાળા સંચાલકોમાં દોડધામ મચી જવા પામી છે.

ફાયર એનઓસીનો મુદ્દો હાઇકોર્ટમાં હોય તેનો તાકીદે અમલ કરવા માટે શાળાઓને તાકીદ કરી શિક્ષણ બોર્ડ દ્વારા આ અંગે રાજ્યના તમામ માધ્યમિક શિક્ષણાધિકારીઓને પરિપત્ર ઇસ્યુ કરી દેવામાં આવેલ છે. તેની સાથોસાથ રાજ્યની તમામ યુનિ.ઓની કોલેજોને ફાયર એનઓસીની માહિતી આપવા પણ આદેશ કરાયો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં ફાયર એનઓસીને લઇને યુનિવર્સિટી દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે જેમાં આગામી 14 જૂન સુધીમાં યુનિવર્સિટી સાથે સંલગ્ન કોલેજોને ફાયર એનઓસી વિગતો મોકલવા આદેશ કર્યો છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન સરકારી,ગ્રાન્ટેડ અને ખાનગી કોલેજોએ ફાયર એનઓસીની માહિતી આપવાની રહેશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની કોલેજો પાસે ફાયર મુદ્દે માહિતી માંગવામાં આવી છે. જેને લઇ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કોલેજ સંચાલકોમાં પણ દોડધામ મચી છે. હાઇકોર્ટના આદેશ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ તમામ સંલગ્ન કોલેજ પાસેથી આ અંગે માહિતી માગી છે. હાઈકોર્ટમાં માહિતી રજૂ કરવાની તારીખ પૂર્ણ થવાના આરે છે જેની યુનિવર્સિટીમાં દોડધામ મચી છે.

જાણવા મળતી વિગતો મુજબ રાજ્યભરની તમામ શૈક્ષણિક સંસ્થાઓ તેમજ હોસ્પિટલોમાં પણ ફાયર એનઓસી મામલે રાજ્ય સરકારે હાીકોર્ટના નિર્દેશ બાદ કડક વલણ અપનાવ્યું છે. શાળા-કોલેજોના બિલ્ડીંગોમાં ફાયરની વ્યવસ્થા છે કે કેમ ? અને ફાયર એનઓસી લીધી છે કેમ ? તેની તપાસ કરવાનો અધિકારીઓને આદેશ આપ્યો હતો.