અમરેલી :સુકવડા ગામે વીજળી પડતા ખેડુત સહિત બે મજુર દાઝયા:ખેડુતના મોતથી ગામમાં ગમગીની

0
1233

અમરેલી શહેર સહીત સમગ્ર જિલ્લામાં ગઈકાલે બાબરા, અમરેલી, સાવરકુંડલા, વડિયા સહિતનાં અનેક વિસ્તારોમાં બપોર બાદ અચાનક વાતાવરણ પલટાયું અને ભારે પવન અને કાળા ડિબાંગ વાદળો વચ્ચે થોડીવાર વાવાઝોડા જેવો પવન ફુયાતા ધુળની ડમરીઓ હતી અને બાદ ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો. શરૂઆતમાં ભારે પવન ફુંકાતા ધુળની ડમરીઓ અને માર્ગ પર પડેલ પ્લાસ્ટીક સહિતનો કચરો કેટલાંક બોર્ડ હોર્ડીંગ્સ હવામાં ફંગોળાયો અને વૃક્ષો ધરાશયી થતાં રાહદારીઓને ચાલવામાં અને વાહનચાલકોને વાહન ચલાવવામાં મુશ્કેલી ઉભી થઈ હતી. વાતાવરણ એકદમ બિહામણું બન્યું હતું. જો કે થોડીવાર બાદ ધીમી ધારે વરસાદ પડતા ધુળની ડમરી શાંત થઈ હતી.
સાવરકુંડલા શહેરમાં બપોર બાદ અચાનક વાતાવરણ પલટાતા મીની વાવાઝોડું ફૂંકાયું હતું ને નદી બજારના પતરા અનેનાના હોર્ડિંગ હવામાં ઉડતા હતા. તો કાચા મકાનોના નળિયા ઉડયા હોવાની વિગતો મળી રહી છે. ત્યારે અચાનક આવેલા ભારે પવનને કારણે વીજળી ગુલ થઈ ગયેલ હતી ને ભારે પવનને કારણે સોસાયટી વિસ્તારો અને બહારના વિસ્તારોમાં ભારે ધૂળની ડમરીઓ જોવા મળતી હતી. જયારે રજવાડા વખતનો રાજ દરબારગઢના નળિયા પણ નીચે ખાબકયા હોવાની માહિતીઓ પ્રાપ્ત થઈ રહી છે. ત્યારે પ્રી મોન્સુન કામગીરીઓ અગાઉ સાવરકુંડલા શહેરમાં જુનવાણી મકાનો વધું પડતા હોય ત્યારે આવા મકાનો ચોમાસામાં તાકીદે રિપેર કરાવો અથવા પાલિકા તંત્ર દ્વારા આવા જુનવાણી બિલ્ડિંગો, મકાનો જે જર્જરીત હાલતમાં ઊભી હોય તે અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણીઓ ઉઠવા પામી છે.
બાબરા પંથકમાં પણ ગઈકાલે બપોર બાદ ભારે ઉકલાટ બાદ જોરદાર તોફાની પવન અને ધૂળની ડમરીઓ ઉડતા મીની વાવાજોડું સર્જાયું હતું. ભારે ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો. બાબરા શહેરમાં જોરદાર વરસાદનું ઝાપટું પડી ગયું હતું તેમજ તાલુકાના ધરાઈ, મોટા દેવળીયા, બળેલપીપળીયા, ફુલજર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં જોરદાર વરસાદ પડી ગયો હતો. અહીં ગ્રામ્ય વિસ્તારોમાં અડધાથી એક ઇંચ વરસાદ પડતાં ખેતરોમાં પાણી ભરાયા હતા. વાવણી લાયક વરસાદ પડતાં ખેડૂતોમાં ખુશીની લાગણી પ્રસરી ગઈહતી. અત્રે ઉલ્લેખનીય છે કે તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદના કારણે ૧૦% જેટલા ખેડૂતો ઘ્વારા વાવણી પણ કરી દેવામાં આવી છે. ફળયિહશ
ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે કાળા ડિંબાગ વાદળો વચ્ચે જોરદાર પવન સાથે વરસાદ શરૂ થયો હતો. વડિયા પંથકમાં ભારે પવન અને કાળા ડિંબાગ વાદળો સાથે વરસાદી માહોલ સર્જાર્યા બાદ એકાએક વાતાવરણમાં પલટો આવ્યો. વડિયા વિસ્તારમાં આંધી જેવો પવન ફૂંકાયો સાથે વરસાદ શરૂ થયો.બાબરા તાલુકાના સુકવડા ગામે ખેતરમાં કામ કરતા ખેડૂત સહિત બે મજૂરો પર વીજળી પડતા ખેડૂતનું સ્થળ પર મોત નીપજયું હતું. જયારે મજૂરોને ઈજા તથા અન્ય ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
આ બનાવમાં બાબરા તાલુકાના સુકવડા ગામે રહેતા યુવાન ખેડૂત ભાવેશભાઈ સામતભાઈ નાંદોલીયા સહિત અન્ય બે મજૂરો પોતાના ખેતરમાં પતરા ગોઠવવાનું કામ કરી રભં હતા. ત્યારે વરસાદના વાતાવરણમાં વીજળીનાં કડાકા સાથે અહીં ખેતરમાં કામ કરતા ભાવેશભાઈ સહિત અન્ય બે મજૂરો માથે વીજળી પડતા તાત્કાલિક અસરથી બાબરા સરકારી દવાખાને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જયાં ફરજ પરના તબીબો દ્વારા ભાવેશભાઈને મૃત જાહેર કરાયા હતા અનેઅન્ય બે મજૂરોને જસદણ ખાતે રીફર કરવામાં આવ્યા હતા. પરિવાર દ્વારા બાબરા પોલીસમાં જાણ કરવામાં આવતા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરી હતી.
બાબરા લાઠી દામનગર સહિતના વિસ્તારમાં તા.ર૯ મેના રોજ બપોર બાદ ભારે પવન સાથે કમોસમી વરસાદી માહોલ જા્યો હતો અને દામનગરના શાખપુર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવનના કારણે વીજ પોલ અને વૃક્ષો ધરાશાયી થયા હતા લાઠી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ઠેર ઠેર વીજ પોલ ધરાશય થતા વિજળી ગુલ થતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો સ્થાનિક લોકોએ ધારાસભ્ય જનક તળાવીયાને રજુઆત કરતા ધારાસભ્ય દ્વારા ઉર્જા મંત્રી કનુભાઇ દેસાઇને રજુઆત કરવામાં આવી અને તાત્કાલીક ધોરણે વીજ રીપેરીંગ માટે ટીમોને કામગીરી કરાવવા માંગ કરાઇ અને લોકોને જલ્દી ફરી વિજ પુરવઠો મળે તે અંગે ધારાસભ્ય દ્વારા રજુઆત કરાઇ.