રાજકોટમાં નર્સની હિંમતથી નિર્ભયા જેવી ઘટના ટળી! પરપ્રાંતિય નર્સને ઢસડીને અવાવરું જગ્યા લઈ જવાનો પ્રયાસ

0
107

રાજકોટ મિરર, તા.23
રાજકોટમાં નર્સ સાથે અઘટિત બનાવની ફરિયાદ થઇ છે. નર્સને ઢસડીને અવાવરું જગ્યાએ લઈ જવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. અજાણ્યા વ્યક્તિએ મોઢા સહિતના ભાગે ઈજા પહોંચાડી છે. ઘાયલ નર્સને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર અપાઇ રહી છે. આ સમગ્ર મામલે 30થી 35 વર્ષના અજાણ્યા વ્યક્તિ પર આરોપ છે, જ્યારે નર્સે હિંમત દાખવી પ્રતિકાર કર્યો હતો. આ મામલે પીડિતાએ ગાંધીગ્રામ પોલીસ મથકે અરજી કરી છે.રાજકોટમાં નર્સ અઘટિત ઘટના બનતાં ચકચાર મચી જવા પામી છે. નર્સને ઢસડી અવાવરૂં જગ્યાએ લઈ જવાનો પ્રયત્ન કરાયો હતો. અજાણ્યા શખ્સે મોઢાના ભાગ સહિતના ભાગે ઇજા પહોંચાડી હતી. નર્સને ઇજા પહોંચતા સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી રહી છે. જ્યારે 30થી 35 વર્ષના અજાણ્યા શખ્સે ગુનાહિત કૃત્ય આચર્યું હોવાનો આરોપ છે.
નર્સે હિંમત દાખવી અજાણ્યા શખ્સ સામે પ્રતિકાર કર્યો હતો.આ ઘટનાના બે દિવસ બાદ પણ આરોપી પોલીસના હાથે લાગ્યો નથી. આ સમગ્ર મામલે પીડિતા દ્વારા ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી છે. નર્સ 28 દિવસ પૂર્વે માધાપર ચોકડી નજીક મહાવીર રેસિડન્સીમાં રહેવા આવી હોવાનું સામે આવ્યું છે.
નર્સ પરપ્રાંતિય હોવાનું સામે આવ્યું છે. નર્સ એઇમ્સ હોસ્પિટલમાં નોકરી કરતી હોવાની ચર્ચા છે. તેણે અરજીમાં સરકારી નોકરીયાત હોવાનું જણાવ્યું છે.